ચૂંટણી પતી ગઈ છે ત્યારે, કામ લાગે તેવી થોડીક વાતો અને વિચારો:
મહાભારતમાં પાંચમો અધ્યાય ઉદ્યોગ પર્વનો છે. ઉદ્યોગ એટલે ઉદ્યમ, પ્રયાસ, મહેનત. ઉદ્યોગ પર્વ એ મહાભારતનું યુદ્ધ ટાળવાની કોશિશનો દસ્તાવેજ છે. જુગટું વખતની શરત મુજબ, તેર વર્ષના વનવાસ પછી પાછા આવેલા પાંડવો કૌરવો પાસેથી ઇન્દ્રપ્રસ્થનું શાસન માગે છે, અને કૌરવો અંચાઈ કરી યુદ્ધની સ્થિતિ ઊભી કરે છે. પાંડવો-કૌરવોના કાકા (ધૃતરાષ્ટ્ર-પાંડુના ભાઈ), અને હસ્તિનાપુરના રાજા વિદુર આ યુદ્ધ રોકવા પ્રયાસ કરે છે, પણ નિષ્ફળ રહે છે. વિદુરને ખબર છે કે યુદ્ધ વિનાશક હશે. એ મહારાજા ધૃતરાષ્ટ્ર સાથે એનો વિચાર-વિમર્શ કરે છે, જે વિદુર-નીતિ તરીકે પ્રખ્યાત છે. વિદુર-નીતિ જીવન-યુદ્ધ જ નહિ, જીવન-પ્રેમ અને જીવન-વ્યવહારની પણ વાત કરે છે, એટલે જ એ આજે પણ પ્રાસંગિક છે.
વિદુર એ સંવાદમાં બુદ્ધિમાન (જે રાજા પણ હોય) વ્યક્તિના ગુણ બતાવે છે. જેને સત્કર્મથી ખુશી થાય અને અચ્છાઈને નફરતથી ન જુએ, જેને પોતાના કામ પ્રત્યે આદર હોય અને એનાં વખાણ થાય તો ઘમંડ ન કરે, જેને મોટા માટે આદર અને નાના માટે સન્માન હોય, જેને જીતવા માટેની જીદ અને હાર થાય તો એનો સ્વીકાર હોય, જેને કામકાજમાં બીજાને નીચો દેખાડવાની ભાવના ન હોય અને જેને અતિ સંપત્તિ અને અપાર સત્તામાં પણ અભિમાન વગર વર્તતા આવડતું હોય એને બુદ્ધિમાન માણસ કહેવાય, એમ વિદુરનું વચન છે.
 મહાભારતમાં વિદુર જેવા ડાહ્યા માણસની જરૂર પડે છે (રામાયણમાં નથી પડતી), કારણ કે મહાભારત સત્તાની લાલસાનું આખ્યાન છે, જ્યારે રામાયણ સત્તાના ત્યાગની કથા છે. મહાભારતમાં અનીતિ, અશિસ્ત, દગાબાજી અને અનુચિત વ્યવહાર છે. રામાયણ સદાચાર, આદર્શ, સંયમ, વિનય અને નિયમનું મહાકાવ્ય છે. એટલા માટે જ અયોધ્યાનું શાસન રામરાજ્ય તરીકે આજે પણ લોકોનું આદર્શ છે. ‘પાંડુરાજ્ય’ એવો શબ્દ આપણે સાંભળતા નથી. રામાયણમાં રામ સુશાસન (good governance) માટે નિજી સુખ જતું કરે છે, અને એ જ રાજધર્મની સાચી વ્યાખ્યા છે. મહાભારતમાં લડાઈ જ નિજી સુખની છે.
મહાભારતમાં વિદુર જેવા ડાહ્યા માણસની જરૂર પડે છે (રામાયણમાં નથી પડતી), કારણ કે મહાભારત સત્તાની લાલસાનું આખ્યાન છે, જ્યારે રામાયણ સત્તાના ત્યાગની કથા છે. મહાભારતમાં અનીતિ, અશિસ્ત, દગાબાજી અને અનુચિત વ્યવહાર છે. રામાયણ સદાચાર, આદર્શ, સંયમ, વિનય અને નિયમનું મહાકાવ્ય છે. એટલા માટે જ અયોધ્યાનું શાસન રામરાજ્ય તરીકે આજે પણ લોકોનું આદર્શ છે. ‘પાંડુરાજ્ય’ એવો શબ્દ આપણે સાંભળતા નથી. રામાયણમાં રામ સુશાસન (good governance) માટે નિજી સુખ જતું કરે છે, અને એ જ રાજધર્મની સાચી વ્યાખ્યા છે. મહાભારતમાં લડાઈ જ નિજી સુખની છે.
ભારતના જનમાનસમાં આજે પણ રામનું રાજ્ય આદર્શ છે, પણ એની રાજનીતિ મહાભારત જેવી છે. આજે કેટલા નેતાઓ જનકલ્યાણ માટે સત્તાનો ત્યાગ કરવા તૈયાર થશે? રાજકારણીઓ માટે જનતા પહેલી, કે તેમની ખુરશી? રાજનીતિ આમ તો જનશાસનનું સાધન છે (જેમાં સત્તા ડિફોલ્ટ છે), પણ મોટાભાગે એમાં મહાભારતની જેમ જ, અનીતિ, અશિસ્ત, દગાબાજી અને અનુચિતતા જ છે. આ સત્તાનું સ્વ-રાજ છે, રામનું પ્રજા-રાજ્ય નહીં.
અબ્રાહમ લિંકન અમેરિકાને કપરા ગૃહયુદ્ધમાંથી ઉગારવા માટે જાણીતા છે. એમણે કહ્યું હતું, ‘આમ તો દરેક માણસ વિપદા સામે ટકી રહેવા સમર્થ છે, પણ એના ચરિત્રની સાચી પરીક્ષા કરવી હોય તો એને સત્તા સોંપી જુઓ.’ જે દુર્ગુણો વચ્ચે મહાભારતની કથા આકાર લે છે, તેની પાછળ એક બાબતનું સામ્ય છે; પાવર. કૌરવો હસ્તિનાપુરની સત્તામાં છે, અને એમને એનો નશો છે. પાંડવો, જે ન્યાયી, સદાચારી અને પ્રજાતરફી છે, આ હસ્તિનાપુરને ઉચિત શાસન આપવા માગે છે. સત્તાના આ સંઘર્ષમાંથી જે ડહાપણ સમજમાં આવે છે તે આજે પણ, ભારતમાં જે રીતે power politics ચાલે છે તેના સદર્ભમાં, પ્રાસંગિક છે. સત્તા અથવા અખત્યારી કેવી રીતે માણસને કુટિલ બનાવી દે, તેની સમજ વિદુરને હતી. સત્તા માણસને ભ્રષ્ટ બનાવે છે, એવી સમજ આજના ચિંતકો અને મનોવિજ્ઞાનીઓને છે.
પાવર એટલે શું? મોટાભાગના રાજકારણીઓ એમ માને છે કે, પાવર એટલે પોઝિશન, અને એમનાં નામની આગળ-પાછળ લાગતાં ટાઇટલ્સ. પાવર હોવાનો મતલબ, તમે સૌથી ઉપર હો, પ્રિવિલિજ્ડ (દેવના દીધેલ) હો અને બીજા બધા ઉપર અખત્યાર ધરાવો. પાવર એટલે તમે આજ્ઞા કરી શકો, લોકો એનું પાલન કરે અને તમને સલામ ભરે. પાવર એટલે વર્ચસ્વ, નિયંત્રણ એવું બધા માને છે.
જૂના જમાનાના રાજાઓ હોય, સામંતો હોય કે આજના નેતાઓ હોય, એ પોતાને અધિપતિ માને છે, સેવક નહીં.
આપણા વડાપ્રધાન પોતાને સેવક ગણાવે છે, પણ એમના અનુયાયીઓ એમને સિંહ માને છે. એ વિદેશ જાય ત્યારે ત્યાંના ગુજરાતીઓ નારા લગાવે છે, ‘દેખો દેખો કૌન આયા, ગુજરાત કા શેર આયા.’ જંગલમાં સિંહ પાવરના ક્રમમાં સૌથી ઉપર હોય છે. દુનિયાભરમાં બધે જ મહાન લીડર માટે સિંહ પ્રતીક ગણાય છે. એના ઉપરથી ‘સિંહ ભાગ’ શબ્દ છે. સિંહની જગ્યા મોટી હોય, સિંહનો શિકાર મોટો હોય.
સારનાથમાં અશોકે જે સ્તંભ બનાવ્યા હતા એમાં ચાર સિંહ છે. બાંગ્લાદેશના યુદ્ધ પછી વાજપેયીએ ઇન્દિરાને ‘મા દુર્ગા’ સાથે સરખાવ્યાં હતાં. (વાજપેયીએ પાછળથી ‘મેં આવું નોતું કહ્યું,’ અને ‘હું ઇન્દિરા જ છું અને ઇન્દિરા જ રહેવા માગું છું’ એવું ઇન્દિરાએ કહ્યું હતું એ આડવાત છે.) ઘણા લોકો ઇન્દિરા માટે ‘સંસદમાં એક માત્ર મર્દ’ એવી જોક કરતા હતા. ઇન્દિરા મોસ્ટ પાવરફુલ લીડર ગણાય છે, કારણ કે એમનામાં સિંહણની તાકત હતી.
સિંહ શારીરિક પાવરનું પ્રતિરૂપ છે. જંગલમાં શારીરિક પાવરના આધારે જીવન ચાલે છે. સિંહ એના તાકાતના જોરે બાકીનાં પ્રાણીઓ ઉપર રાજ કરે છે. કંઇક એ જ રીતે, માનવ જીવનમાં પણ આપણે લીડરને ‘સિંહ’ તરીકે સ્વીકારતા થયા છીએ. રાજાઓ અને સામંતો એટલે જ લાંબી મૂછો અને દાઢી રાખતા હતા. મૂછ એટલે જ મર્દાનગી અને તાકાતનું પ્રતીક છે.
લીડર હોવું એટલે ડરાવવું, ધમકાવું અને ‘કડક હાથે’ કામ લેવું. ફરક એટલો જ છે કે, જંગલમાં સિંહને પાવર માટે પ્રેરણા કે પ્રયોજન નથી હોતું. એ પ્રકૃતિથી પાવરફુલ છે, એટલે એને વધુ પાવરફુલ થવાની જરૂર કે ખ્વાહીશ નથી હોતી. એનો પાવર (કોઈ કારણસર) ઓછો થયો તો, એ હાર પણ માની લે. સિંહમાં પાવરનું ગૌરવ નથી, અને હારની શરમ નથી. એ અર્થમાં સિંહ રામાયણના રામ જેવો છે. પાવરથી એ ચલિત કે વિચલિત થતો નથી. એ એને વાપરે ય છે, અને ત્યાગી પણ દે છે.
માનવ સમાજમાં એવું નથી. અહીં પાવર પકડી રાખવાનો છે, એનો સંચય કરવાનો છે. ઇન્દિરાએ કટોકટી લાદી હતી, તે પાવરને જતો નહીં કરવાની જીદ હતી. દુનિયામાં જે આતતાયીઓ થયા છે તે, માલિક બની રહેવા માટે, લોકોને નિયંત્રણમાં રાખવા પાવરનો ઉપયોગ કરે છે એટલું જ નહીં, એ વધુ પાવરફુલ થવા પ્રયાસ કરે છે. અમર્યાદ સત્તા એટલે જ માણસને નિરંકુશ બનાવે છે. લોકતંત્રમાં એટલા માટે જ વિપક્ષની વ્યવસ્થા છે, જે સત્તાનું પલડું નમી જવા ન દે.
મોટાભાગના લીડરો પાવર માટે ચૂંટણીથી લઈને વિરોધીને પાડી દેવા સુધીની લડાઈઓ લડે છે, પણ એમને એ ભાગ્યે જ ખબર છે કે, એ પાવર મળી જાય પછી એનું કરવાનું શું? એટલે એ લીડરો પાવર વહેંચવાને (ઉપયોગ કરવાને) પાવરનો સ્ટોક વધારતા જાય. તે મોટા ને મોટા, ઉપર ને ઉપર જતા રહે છે. રામમનોહર લોહિયા કહેતા હતા, રામ પાવરના વર્તુળની અંદર રહે છે. એ વર્તુળમાં વ્યવસ્થા (ઓર્ડર) છે, શિસ્ત છે, શિરસ્તો છે, અનુક્રમ (હાઇરાર્કી) છે. એટલા માટે રામ મર્યાદા પુરુષોતમ કહેવાય છે. અને એટલા માટે જ ભારતીય જનજીવન ઉપર રામનો પ્રભાવ છે ( કૃષ્ણનો નહીં, જે વ્યવસ્થાના વિરોધી છે, નિયમ વિરોધી છે).
સાચો પાવર એ છે, જેનો જનમાનસ ઉપર પ્રભાવ (influence) હોય. તમારાથી પ્રભાવિત થઈને જનતા જ્યારે તમારી દૃષ્ટિ, તમારા ચિંતનમાં ભાગીદાર બને એ મહાન લીડર કહેવાય. પ્રભાવ અને અધિકારમાં આ ફરક છે. લીડરશિપ એ છે જેમાં સંબંધ અને સન્માન હોય, અંકુશ અને આજ્ઞા નહીં. લીડર એ નથી જે અનુયાયીઓ બનાવે, લીડર એ છે જે બીજા લીડર બનાવે. લીડર એ નથી જેની પાસે ભીડ છે, લીડર એ છે જેની પાસે રિઝલ્ટ છે.
(મહા) ભારતને આ રામાયણની જરૂર છે.
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 17 ડિસેમ્બર 2017
 


 સ્વામી આનંદ જેવા પ્રખર દેશભક્ત, ટિળક-ગાંધીના અનુયાયી, અધ્યાત્મપુરુષે નાનાભાઈ ભટ્ટ માટે ‘યાજ્ઞવલ્ક્ય સમા’ એવું વિશેષણ વાપર્યું હતું. સ્વામી ગુણગ્રાહી ખરા, પણ વિશેષણો વહેંચનારા નહીં. બલકે, આકરાપણા માટે ઠીક ઠીક જાણીતા. છતાં, નાનાભાઈ માટે તેમણે લખ્યું હતું, ‘સૃષ્ટિ તેમ જ જીવનવિષયક વિચારણાઓમાં નાનાભાઈ ઉપનિષદ કાળના ઋષિ યાજ્ઞવલ્ક્યની યાદ અપાવતા.’
સ્વામી આનંદ જેવા પ્રખર દેશભક્ત, ટિળક-ગાંધીના અનુયાયી, અધ્યાત્મપુરુષે નાનાભાઈ ભટ્ટ માટે ‘યાજ્ઞવલ્ક્ય સમા’ એવું વિશેષણ વાપર્યું હતું. સ્વામી ગુણગ્રાહી ખરા, પણ વિશેષણો વહેંચનારા નહીં. બલકે, આકરાપણા માટે ઠીક ઠીક જાણીતા. છતાં, નાનાભાઈ માટે તેમણે લખ્યું હતું, ‘સૃષ્ટિ તેમ જ જીવનવિષયક વિચારણાઓમાં નાનાભાઈ ઉપનિષદ કાળના ઋષિ યાજ્ઞવલ્ક્યની યાદ અપાવતા.’ એક અજાણ્યા ગાંધીની આત્મકથા : નટવર ગાંધી : પ્રકાશક – ઇમેજ પબ્લિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ, મુંબઈ – અમદાવાદ : ISBN – 978-81-7997-732-3 : પ્રથમ આવૃત્તિ – 2016 : પૃષ્ઠ – 344; ફોટાઓ – 16 પાન : મૂલ્ય રૂપિયા 400; અૅરમેલ સાથે વિદેશમાં – $ 15 : કિન્ડલ [Kindle] ‘ઈ-બૂક’ [E-book] આકારમાં ય મેળવી શકાય છે.
એક અજાણ્યા ગાંધીની આત્મકથા : નટવર ગાંધી : પ્રકાશક – ઇમેજ પબ્લિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ, મુંબઈ – અમદાવાદ : ISBN – 978-81-7997-732-3 : પ્રથમ આવૃત્તિ – 2016 : પૃષ્ઠ – 344; ફોટાઓ – 16 પાન : મૂલ્ય રૂપિયા 400; અૅરમેલ સાથે વિદેશમાં – $ 15 : કિન્ડલ [Kindle] ‘ઈ-બૂક’ [E-book] આકારમાં ય મેળવી શકાય છે. દરમિયાન, મહા ત્મા ગાંધીએ મુંબઈને ‘હિંદનું પ્રથમપહેલું નગર’ ગણાવ્યું હોવાનું ભીખુ પારેખે નોંધ્યું છે. ઉષા ઠક્કર તથા સંધ્યા મહેતાના પુસ્તક ‘ગાંધી ઇન બૉમ્બે’ના આમુખમાં ભીખુભાઈ જણાવે છે તેમ, “યન્ગ ઇન્ડિયા”ના 06 જુલાઈ 1921માં, ગાંધીજી, વળી મુંબઈને ‘સુંદર મુંબઈ’ તો કહે જ છે, પણ પછી ઉમેરે છે, મોટાં મોટાં મકાનોને કારણે મુંબઈ સુંદર નથી, કેમ કે મોટા ભાગનાં મકાનો તો ગંદી ગરીબાઈનો ઢાંકપીછોડો કરે છે; વળી, લોકોનું લોહી ચૂસી ચૂસીને એકઠી કરેલી દોલતના આ મકાનો દ્યોતક છે. પરંતુ પોતાની જગપ્રસિદ્ધ ઉદારતાને કારણે મુંબઈ સુંદર છે. …’ નટવર ગાંધીના અનુભવજગતમાં ય આવું જોવા પામીએ જ છીએ ને ? … ખેર !
દરમિયાન, મહા ત્મા ગાંધીએ મુંબઈને ‘હિંદનું પ્રથમપહેલું નગર’ ગણાવ્યું હોવાનું ભીખુ પારેખે નોંધ્યું છે. ઉષા ઠક્કર તથા સંધ્યા મહેતાના પુસ્તક ‘ગાંધી ઇન બૉમ્બે’ના આમુખમાં ભીખુભાઈ જણાવે છે તેમ, “યન્ગ ઇન્ડિયા”ના 06 જુલાઈ 1921માં, ગાંધીજી, વળી મુંબઈને ‘સુંદર મુંબઈ’ તો કહે જ છે, પણ પછી ઉમેરે છે, મોટાં મોટાં મકાનોને કારણે મુંબઈ સુંદર નથી, કેમ કે મોટા ભાગનાં મકાનો તો ગંદી ગરીબાઈનો ઢાંકપીછોડો કરે છે; વળી, લોકોનું લોહી ચૂસી ચૂસીને એકઠી કરેલી દોલતના આ મકાનો દ્યોતક છે. પરંતુ પોતાની જગપ્રસિદ્ધ ઉદારતાને કારણે મુંબઈ સુંદર છે. …’ નટવર ગાંધીના અનુભવજગતમાં ય આવું જોવા પામીએ જ છીએ ને ? … ખેર ! દરમિયાન, અહીંથી એમ.બી.એ.ની ઉપાધિ મેળવે છે. અને ત્યાંથી નૉર્થ કેરોલિના રાજ્યના ગ્રિન્સબરૉની પબ્લિક યુનિવર્સિટીમાં નોકરી કરવાનો આરંભ કરે છે. પ્રૉફેસર બને છે. લોકપ્રિયતા ય મેળવે છે. પીએચ.ડી. ભણવાનો આરંભ કરે છે. દરમિયાન, નલિનીબહેન ભારતથી આવી જાય છે અને પીએચ.ડી. અભ્યાસ પૂરા સમય કરવા સારુ ‘ડેરા તંબૂ ઊપાડીને’ હાલ્યા બૅટન રુજ. અમેરિકાના દક્ષિણ વિસ્તારના રાજ્યોએ આમ લેખકનું ઘડતર કર્યું છે. ડૉક્ટરેટ મેળવ્યા કેડે પીટ્સબર્ગ પહોંચ્યા. અહીં પોતાનું ઘર ખરીદ કરી વસે છે. અમેિરકન નાગરિક પણ બને છે. અને છેવટે, વૉશિંગ્ટન [ડિસ્ટૃીક્ટ અૉવ્ કોલમ્બિયા] ખાતે ઠરીઠામ થાય છે. સીડીના એક પછી એક દાદરા ચડતા જઈ, નટવર ગાંધી ચીફ ફાઈનાન્સિયલ અૉફિસરની પદવી પરથી ફાડચામાં ગયેલા દફતરને ખમતીધર પણ કરી બતાવે છે. ત્યાં સુધીમાં એ ‘એક અજાણ્યા ગાંધી’ રહેતા નથી; બલકે વિશ્વપ્રખ્યાત નટવર ગાંધીમાં પરિણમિત બન્યા છે. હવે, આજે નિવૃત્તિ સમયે પોતાનો સમય વાંચનલેખનમાં વ્યતિત કરે છે, વિશ્વ બૅન્કને સલાહકાર તરીકેની સેવાઓ ય આપ્યા કરે છે.
દરમિયાન, અહીંથી એમ.બી.એ.ની ઉપાધિ મેળવે છે. અને ત્યાંથી નૉર્થ કેરોલિના રાજ્યના ગ્રિન્સબરૉની પબ્લિક યુનિવર્સિટીમાં નોકરી કરવાનો આરંભ કરે છે. પ્રૉફેસર બને છે. લોકપ્રિયતા ય મેળવે છે. પીએચ.ડી. ભણવાનો આરંભ કરે છે. દરમિયાન, નલિનીબહેન ભારતથી આવી જાય છે અને પીએચ.ડી. અભ્યાસ પૂરા સમય કરવા સારુ ‘ડેરા તંબૂ ઊપાડીને’ હાલ્યા બૅટન રુજ. અમેરિકાના દક્ષિણ વિસ્તારના રાજ્યોએ આમ લેખકનું ઘડતર કર્યું છે. ડૉક્ટરેટ મેળવ્યા કેડે પીટ્સબર્ગ પહોંચ્યા. અહીં પોતાનું ઘર ખરીદ કરી વસે છે. અમેિરકન નાગરિક પણ બને છે. અને છેવટે, વૉશિંગ્ટન [ડિસ્ટૃીક્ટ અૉવ્ કોલમ્બિયા] ખાતે ઠરીઠામ થાય છે. સીડીના એક પછી એક દાદરા ચડતા જઈ, નટવર ગાંધી ચીફ ફાઈનાન્સિયલ અૉફિસરની પદવી પરથી ફાડચામાં ગયેલા દફતરને ખમતીધર પણ કરી બતાવે છે. ત્યાં સુધીમાં એ ‘એક અજાણ્યા ગાંધી’ રહેતા નથી; બલકે વિશ્વપ્રખ્યાત નટવર ગાંધીમાં પરિણમિત બન્યા છે. હવે, આજે નિવૃત્તિ સમયે પોતાનો સમય વાંચનલેખનમાં વ્યતિત કરે છે, વિશ્વ બૅન્કને સલાહકાર તરીકેની સેવાઓ ય આપ્યા કરે છે.           આપ્રવાસ, દેશાતંર અધિવાસ [immigration] બાબત લેખક સજાગ રહ્યા હોય અને સતર્કપણે વિચારતા હોય તેમ આ પુસ્તકમાંથી પસાર થતાં લાગ્યા કર્યું છે. પુસ્તકના ભાગ બેમાંથી પસાર થતાં લાગશે કે લેખક, સ્વામી આનંદ કહે છે તેમ, કોઈક જાતના ‘અમરધામાભિમુખ’ પ્રદેશ[‘પ્રૉમિસ્ડ લૅન્ડ’]ની જાણે કે તલાશમાં છે. અને હળુ હળુ અૅટલાન્ટા, ગ્રિન્સબરો, બેટન રુજ, પીટ્સબર્ગ આવતાં આવતાં સુધીમાં એ અમેિરકાને પોતાની કર્મભૂમિ માનતા થઈ ગયા છે. એટલું જ નહીં, વૉશિંગ્ટન પહોંચતા સુધીમાં ગાંધી દંપતી અમેિરકી નાગરિકપદ ઉલ્લાસભેર સ્વીકારે છે. અને પછી પૂરી સમજદારીથી નાગરિક તરીકે પોતાની ફરજ અદા કરવામાં પાછા પડતા નથી. લેખક, ખુદ, લખે છે : ‘દેશમાં, ખાસ કરીને મુંબઈમાં મને જે કડવા અનુભવો થયા હતા તે કારણે દેશમાં પાછા જઈ દેશસેવા કરવી છે એવા શેખચલ્લીના વિચારો મને ક્યારે ય નહોતા આવ્યા. જ્યારે મેં એર ઇન્ડિયાનું ન્યૂ યૉર્ક આવવાનું પ્લેન લીધું ત્યારે જ મેં દેશને રામરામ કરેલા. … જે કાંઈક મારું ભવિષ્ય છે તે મારે અમેિરકામાં જ ઘડવાનું છે.’
આપ્રવાસ, દેશાતંર અધિવાસ [immigration] બાબત લેખક સજાગ રહ્યા હોય અને સતર્કપણે વિચારતા હોય તેમ આ પુસ્તકમાંથી પસાર થતાં લાગ્યા કર્યું છે. પુસ્તકના ભાગ બેમાંથી પસાર થતાં લાગશે કે લેખક, સ્વામી આનંદ કહે છે તેમ, કોઈક જાતના ‘અમરધામાભિમુખ’ પ્રદેશ[‘પ્રૉમિસ્ડ લૅન્ડ’]ની જાણે કે તલાશમાં છે. અને હળુ હળુ અૅટલાન્ટા, ગ્રિન્સબરો, બેટન રુજ, પીટ્સબર્ગ આવતાં આવતાં સુધીમાં એ અમેિરકાને પોતાની કર્મભૂમિ માનતા થઈ ગયા છે. એટલું જ નહીં, વૉશિંગ્ટન પહોંચતા સુધીમાં ગાંધી દંપતી અમેિરકી નાગરિકપદ ઉલ્લાસભેર સ્વીકારે છે. અને પછી પૂરી સમજદારીથી નાગરિક તરીકે પોતાની ફરજ અદા કરવામાં પાછા પડતા નથી. લેખક, ખુદ, લખે છે : ‘દેશમાં, ખાસ કરીને મુંબઈમાં મને જે કડવા અનુભવો થયા હતા તે કારણે દેશમાં પાછા જઈ દેશસેવા કરવી છે એવા શેખચલ્લીના વિચારો મને ક્યારે ય નહોતા આવ્યા. જ્યારે મેં એર ઇન્ડિયાનું ન્યૂ યૉર્ક આવવાનું પ્લેન લીધું ત્યારે જ મેં દેશને રામરામ કરેલા. … જે કાંઈક મારું ભવિષ્ય છે તે મારે અમેિરકામાં જ ઘડવાનું છે.’ અમરેલી વિસ્તારની તળપદી ભાષાનો છૂટથી લેખકે ઉપયોગ કર્યો છે. વાક્યો ક્યાંક ટૂંકા ય છે, અને આશરે છ દાયકાના પરદેશ નિવાસને કારણે ઘર બેઠી અંગ્રેજી શબ્દમાળાની રંગોળી પણ જ્યાં ત્યાં પુરાઈ જોવા મળે છે. આ પુસ્તકમાં બીજી એક વાત પણ આંખે વળગે છે : તે લેખકની ખરાઈ. પોતાની પણ આલોચના કરવાનું ય નટવર ગાંધીએ ટાળ્યું નથી. અને આનાં દૃષ્ટાન્તો ઠેરઠેર જોવાવાંચવાં મળે છે. વૉશિંગ્ટન (ડિસ્ટૃિક્ટ અૉવ્ કોલમ્બિયા) રાજ્યમાં નટવર ગાંધી ખુદ ‘ચીફ ફાઈનાન્સિયલ અૉફિસર’ હતા, તે વેળા, રુશવતખોરીની અસરને કારણે નાણાંકીય ઝંઝાવાતનો સપાટો બોલી ગયો. પોતાને ત્રાજવે મૂકતાં મૂકતાં લેખકે પોતાની વાત બેધડક અહીં મૂકી છે. નીરક્ષીરપણે એ પાર પડે છે તેની ગાથા ય અહીં જોવાઅનુભવવા મળે છે.
અમરેલી વિસ્તારની તળપદી ભાષાનો છૂટથી લેખકે ઉપયોગ કર્યો છે. વાક્યો ક્યાંક ટૂંકા ય છે, અને આશરે છ દાયકાના પરદેશ નિવાસને કારણે ઘર બેઠી અંગ્રેજી શબ્દમાળાની રંગોળી પણ જ્યાં ત્યાં પુરાઈ જોવા મળે છે. આ પુસ્તકમાં બીજી એક વાત પણ આંખે વળગે છે : તે લેખકની ખરાઈ. પોતાની પણ આલોચના કરવાનું ય નટવર ગાંધીએ ટાળ્યું નથી. અને આનાં દૃષ્ટાન્તો ઠેરઠેર જોવાવાંચવાં મળે છે. વૉશિંગ્ટન (ડિસ્ટૃિક્ટ અૉવ્ કોલમ્બિયા) રાજ્યમાં નટવર ગાંધી ખુદ ‘ચીફ ફાઈનાન્સિયલ અૉફિસર’ હતા, તે વેળા, રુશવતખોરીની અસરને કારણે નાણાંકીય ઝંઝાવાતનો સપાટો બોલી ગયો. પોતાને ત્રાજવે મૂકતાં મૂકતાં લેખકે પોતાની વાત બેધડક અહીં મૂકી છે. નીરક્ષીરપણે એ પાર પડે છે તેની ગાથા ય અહીં જોવાઅનુભવવા મળે છે.