"બાબા ઘર કબ આયેગા?"
સાવ થાકેલા અવાજમાં
શ્રમિકની ચાર વરસની દીકરીએ પૂછ્યું.
"સુનોજી, બહોત ભૂખ લગી હે.
ખાના કબ મિલેગા?
શ્રમિકની સગર્ભા પત્નીએ
સાવ મરિયલ અવાજમાં પૂછ્યું.
"સુનતે હો? યે ચુનાવ કબ આયેંગેં?"
બધાના કાનમાં ધાક પડી જાય એવા આક્રોશથી
શ્રમિકે પૂછ્યું.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 13 મે 2020
![]()

