જૂની માનવતાની યાદ અપાવે છે આ કોરોના
માણસને માણસથી દૂર ભગાવે છે આ કોરોના
કેટલાક ભૂખ્યા છે ને કેટલાક ઘરવિહોણા,
ને કેટલાકને વતનની રાહ બતાવે છે આ કોરોના
ઘણા દાતા, દાનવીર ને સેવકો છે મેદાને,
તો ઘણાને ભ્રષ્ટ પણ બનાવે છે આ કોરોના
પોલીસ, ડોકટર ને સફાઈકર્મી પણ છે સેવારત,
છતાં તેમને પણ રોજ સતાવે છે આ કોરોના
ચાહવા છતાં પણ નથી ચાહી શકતા પરિવારને,
કેવો આ સેવાનો ભેખ ધરાવે છે આ કોરોના
તમે જ ખુદ તમારા ઉદ્ધારક છો દોસ્તો,
ઘરમાં જે રહે છે તેને જ બચાવે છે આ કોરોના
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 05 મે 2020