કઠિન છે રાહ જિંદગીની, ચાલ્યા વગર છૂટકો નથી
મોત મંઝિલ છે એની, પામ્યા વગર છૂટકો નથી
…. કઠિન છે રાહ
પ્રશ્નો છે ઘણા જિંદગીમાં,
જવાબ આપ્યા વગર છૂટકો નથી
….. કઠિન છે રાહ
મારગે મળ્યા તમે, સાથે ચાલ્યા વગર છૂટકો નથી
પ્રેમની રમત જીતવા, દિલ હાર્યા વગર છૂટકો નથી
…. કઠિન છે રાહ
પ્રેમ છે તમને, તો સમજ્યા વગર છૂટકો નથી
આદત છે તમારી તો પામ્યા વિના છૂટકો નથી
…. કઠિન છે રાહ
એકલા આવ્યા અને, જવાનું એકલા નિશ્ચિત છે
સાથ તમારો છોડ્યા વગર છૂટકો નથી
…. કઠિન છે રાહ
મૃદુલ મન ઘણું મજબૂત છે,
મોત ને હાથ હેઠા મૂકયા વગર છૂટકો નથી
….. કઠિન છે રાહ
e.mail : mruduls.ms@gmail.com