ઘસાયા પગ,
વર્ષો સુધી, ઘસાઈ
નહીં સડક.
•
વીણો બોટીઓ,
મજબૂર દેહની,
પાટા ઉપર
•
ભૂખની રસી,
ઝંખે રોજ મજૂર,
મોત ટાળવા
•
બાળક જન્મે,
તરબોળ લોહીથી,
સડક પર
•
ખુલી દુકાનો,
પેટ સજ્જડબમ,
ખિસ્સાં જ ખાલી
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 25 મે 2020