પ્રભુકૃપાથી
પ્રગટ્યો કોરોના કે
સ્વયં? ખબર નથી.
કિંતુ પ્રભુભકતોને હોય છે
દૃઢ વિશ્વાસ કે
જે કંઈ થાય તે પ્રભુકૃપાથી
સારા માટે જ થાય છે.
કોરોના પણ પ્રગટ્યો હશે
સારા માટે પાપીઓના સંહાર માટે પ્રભુકૃપાથી
ભલે એણે સંહાર્યા નિર્દોષોને !
કોરોનાએ
આટલી કૃપા તો કરી
અવશ્ય
મંદિર-મસ્જિદ-ચર્ચોનાં કરાવ્યાં બારણાં બંધ !
આરતી-બાંગ-પ્રેયરનો
કરાવ્યો ઘોંઘાટ બંધ !
કોરોનાએ
કરાવ્યો અહેસાસ
કે ભગવાન વગર પણ
ચાલશે દુનિયા !
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 06 મે 2020