ઓ પિયા આ તમે આજ શું પી ગયા
નામનું ઠીક છે પણ બધું પી ગયા
આંખથી પીવડાવી મને, બેહયા
એ કહે પી પછી શું કરું પી ગયા
ના કહી મેં ઘણી એ ન માની જરા
કસમથી પીવડાવ્યું ઘણું પી ગયા
સાચવી ના શક્યા જાતને હારથી
આંખની શરમ તો સાચવું પી ગયા
જાય છે ક્યાં ગલી આ નથી ખબર
કેટલો છે નશો કેટલું પી ગયા
સાંજ, રોમાંચ, ચંદ્ર બધું ઠીક છે
છો તમે કોણ ને કોણ હું પી ગયા
આપણે તો મહેફિલ ગજાવી હતી
વાહવા વાહમાં આપણું પી ગયા
e.mail : fdghanchi@hotmail.com