Opinion Magazine
Number of visits: 9450935
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આજના આ સંકટ સમયે ગાંધીજી હોત તો શું કરત

અભય બંગ|Opinion - Opinion|30 June 2020

વર્તમાન વૈશ્વિક સંકટ એ બહુસ્તરીય છે. રાજકીય અને નૈતિક નેતૃત્વના શૂન્યાવકાશના લીધે કોવીડ-૧૯ રોગચાળો, આર્થિક મંદી અને જળવાયુ પરિવર્તનનું સંયોજન થયું છે. આજના સંકટના સમયે ગાંધીજી હોત તો શું કરત?

તેઓના ઉકેલોમાં થોડાંક સર્વસામાન્ય લક્ષણો હોત. પ્રથમ તો, તેઓ કેવળ ઉપદેશ ન આપત, પણ તેઓ પોતે કહ્યું કરત અને મહાવરો પણ કરત. આથી જ તેઓ પેલું નીડર વિધાન બોલી શકેલા : “મારું જીવન એ જ મારો સંદેશ છે.” આપણે આવું ના બોલી શકીએ. બીજી વાત, તેઓ જે પણ કામ કરત તેની શરૂઆત સ્થાનિક કક્ષાએ કરત, દુનિયાને બદલવા તેની પાછળ ન દોડત. તેઓ પૃથ્વીને સ્વર્ગના અંશની જેમ જોવાની ક્ષમતા હોવાવાળી વ્યક્તિ તરીકે જાણીતા હતા. ત્રીજું, તેઓ એવાં કાર્યોથી શરૂઆત કરત કે જે પ્રથમદર્શી રીતે ખૂબ નાનાં અને મૂર્ખામીભર્યા લાગે. ઉદાહરણ તરીકે, હાથમાં ચપટી મીઠું લેવું કે જેણે છેવટે ઇતિહાસ બદલી નાખ્યો.

આ વૈચારિક પ્રયોગ કે ‘ગાંધી શું કરત’માંથી ૯ મુદ્દાનો કાર્યક્રમ મળે છે.

ભયમાંથી મુક્તિ : આપણે કરોના વાઇરસ કરતાં વધુ તો ભયના વાઇરસની પકડમાં છીએ અને આ ભય-રોગચાળાએ સમગ્ર વિશ્વને પાંગળું કરી નાખ્યું છે. ગાંધીજીએ સૌપ્રથમ તો આપણને આ ભય ખંખેરવાનું કહ્યું હોત, જેવી રીતે તેઓએ ભારતીયોને અંગ્રેજોનો ભય વાસ્તવિક હોવાના લીધે ઓગળવા લાગેલો.

બીમારની કાળજી : એ તેઓની સહજવૃત્તિ હતી કે કે અગણિત પ્રસંગો જેવા કે બોઅર યુદ્ધ, પ્રથમ વિશ્વયુદ્ધ અને ભારતમાં થયેલા રોગચાળાઓથી માનિસ છેક આશ્રમોમાં રહેતા બીમારની સુશ્રુષા કે જેમાં પરચુરે શાસ્ત્રી કે જે એક રક્તપિત્તના દરદી હતા, તેઓની સેવા દરમિયાન વ્યક્ત થયેલી. કોવિડ-૧૯ના કારણે બીમાર થયેલ હજારો લોકોને શારીરિક કાળજી, પરિચર્યા અને તબીબી સારવારની જરૂર છે. ગાંધીજીએ ભય વિના આવાં બધાંની વ્યક્તિગત પોતે જ પરિચર્યા કરી હોત. સ્વચ્છતા, સફાઈ, હાથ સાફ કરવા અને માસ્કના ઉપયોગ બાબતે તેઓ ચોખલિયા રહ્યા હોત. હાલ આમ પણ તબીબીવિજ્ઞાન પાસે કોવિડ-૧૯ની એક પણ સાબિત થયેલી અસરકારક સારવાર તો છે જ નહિ, તો ગાંધીજીના કહેવાતા કુદરતી ઉપચારોનો ઉપયોગ જ કે જે કુદરતની સાજા કરનાર તાકાતથી શરીરને રોગમુક્ત કરે છે તે જ મોટા ભાગના કેસોમાં કામમાં આવ્યો હોત.

ઘણા બધા અન્ય બીમારીઓવાળા દરદીઓ કે જેઓને પણ તબીબી સંભાળની જરૂર છે, તેઓને લક્ષમાં નથી લેવાયા, કારણ કે કોવિડ-૧૯ના ધસારાને લીધે તેઓ બહાર ફેંકાઈ ગયા છે. આરોગ્યસંભાળને લગતો તબીબી-ઉદ્યોગના પુરવઠો અપૂરતો સાબિત થયો છે. તંદુરસ્ત જીવનશૈલી, સ્વકાળજી માટે સશક્તિકરણ અને સમુદાયની કાળજી આ બધાં પરનો ગાંધીજીનો આગ્રહ સંપૂર્ણપણે પ્રસ્તુત જણાય છે.

નવી દાંડીકૂચ : તમે ગમે ત્યારે સૌથી વધુ અસહાય અને દુ:ખી માણસને જુઓ તો મદદ કરવી – આપણી આ ફરજ પ્રત્યે આપણને માર્ગદર્શન આપવા માટેનું તેઓનું તાવીજ અદ્દભુત છે. તે ઝડપી અને સાહજિક છે. તે તમને જ ચોક્કસ લાગુ પડે છે. તે એક માણસ, સમગ્ર માનવતાનું પ્રતીક, એ જ તમારી ફરજ છે. આજે ગાંધીજીનું તાવીજ કોણ છે?

વિસ્થાપિત શહેરી શ્રમજીવીઓ, ભૂખ્યા અને અપમાનિત કે જેઓ પોતાનાં ગામડાંઓ તરફ ચાલતા શહેરોથી નીકળતા અને રસ્તામાં જ મરતા. નિઃશંકપણે ગાંધીજીના તાવીજ બનશે. ભારતના ભાગલાના શિકાર બનેલા લાખો વિસ્થાપિતોની વચ્ચે ગાળેલા પોતાના આખરી દિવસો થકી ગાંધીજી આ શ્રમજીવીઓની પીડા સુપેરે જાણે છે. કેવી રીતે આપણે આવી જ સમાન કરુણાંતિકાઓનું નિર્માણ કરી શકીએ? દિલ્હીની પ્રસિદ્ધિથી દૂર રહીને ગાંધીજી તેઓની પાસે દોડ્યા હોત. તેમણે તેઓના માટે ખોરાક, આશ્રય અને દવાઓની વ્યવસ્થા કરી હોત, પરંતુ સૌથી અગત્યનું એ કે તેમને તેઓની ગરિમા અને આશાને જાળવવા મદદ કરી હોત. અંતે, તેઓની સાથે એકતાના પ્રતીક તરીકે તેમણે વિસ્થાપિત શ્રમજીવીઓની ચાલતી ટોળીઓમાં જોડાઈને સરકારની ઉદાસીનતા અને બેજવાબદારી બદલ વિરોધ કર્યો હોત. આ હોત તેમની નવી દાંડીકૂચ.

આંતરવિશ્વાસ અને સામાજિક એકતા : ગાંધીજીના જીવનનું આ સૌથી આખરી પણ અધૂરું કાર્ય હતું. જેવી રીતે હિંદુઓ અને મુસ્લિમો નફરત અને હિંસાથી એકબીજાની વિરુદ્ધ થઈ ગયેલા કે જેના થકી ભારતના ભાગલા થયા, તેનાથી તેઓ ખૂબ ગંભીરપણે ઘાયલ થયેલા. જ્યારે સિવિયર અક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોના વાઇરસ ૨ (સાર્સ – કોવ -) (શ્વસનતંત્રમાં તીવ્ર તકલીફ ઊભી કરતો વાઇરસ) ભારતદેશના દરવાજા ખખડાવી રહ્યો હતો, ત્યારે અમુક નેતાઓ કોમી નફરત ઉશ્કેરી રહ્યા હતા. પછી તેઓએ એક ધાર્મિક પંથને આ ચેપના ફેલાવા માટેનો આરોપ મૂક્યો. આ કોમી વિભાજનને રોકવું એ ગાંધીજી માટે મોખરાનું કાર્ય હતું. ગાંધીજીએ હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, અસ્પૃશ્યો અને આદિવાસીઓ સાથે તેઓની વસાહતોમાં રહીને, તેઓમાં જે બીમાર હોય, તેઓની સેવા કરીને, તેઓને એકબીજાના વિસ્તારોમાં સ્વયંસેવકો તરીકે મોકલીને આ બધાને એક કરવાનો પ્રયત્ન કર્યો હોત, પછી ભલે આવા એક કરવાના પ્રયત્નો થકી તેમની બીજી હત્યા થાય તો પણ.

મારો પાડોશ એ મારી જવાબદારી છે : સાર્સ-કોવ-ર ના ભય અને કડક લૉકડાઉન એ લોકોને પોતાના ઘરનાં બારણાંઓ બંધ કરવા અને પોતાના પડોશીઓ સાથેના સંપર્કો તોડવા દબાણ કર્યું છે. ગાંધીજીએ આ મંજૂર ન હોત. તે કહેત “હું મારા પડોશીઓ માટે જવાબદાર છું. તે મારો સ્વધર્મ છે, તેઓને પ્રેમ કરવો અને ખાસ કરીને આવી ઘડીએ તેઓની સેવા કરવી એ મારી ફરજ છે. સંપર્ક વિનાનો પડોશ અને પડોશ વિનાનો સમુદાય કેવી રીતે હોઈ શકે?”

મને તો શંકા છે કે ગાંધીજી એ હદ સુધી જતા કે તેઓ લૉકડાઉનના કારણે નિર્માણ પામેલા આ ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારોને પડકારવા માટે તેઓએ તો સત્યાગ્રહ કે નાગરિક-અસહકાર આરંભ કર્યો હોત. આવું નૈતિક પગલું ભરવા એક ગાંધીની જરૂર પડે.

હિમાલય જેવડી ભૂલ : તેઓ સાચાબોલા હોઇ પોતાની ભૂલો સ્વીકારવા તૈયાર જ હોય. તેમનામાં એ હિંમત હતી કે એ સ્વીકારવાની કે ભારત અહિંસા પાળવા માટે તૈયાર હતો, તેવું વિચારીને ૧૯૨૦માં અંગ્રેજો સામે રાષ્ટ્રીય ચળવળ આરંભ કરવી તે તેમની હિમાલય જેવડી ભૂલ હતી. ભારતદેશ તૈયાર નહોતો. તેમણે કહ્યું, તે સંપૂર્ણપણે તેમના નિર્ણયની ભૂલ હતી. તેમણે તેની જવાબદારી સ્વીકારી અને રાષ્ટ્રીય ચળવળને પાછી ખેંચી લીધી જો કે આવું કરવાનો મતલબ હતો કે આખી દુનિયા તેમનાથી મોં ફેરવી જ લેશે.

કોવિડ-૧૯ રોગચાળાના ભયના સમયે, વૈશ્વિક અને રાષ્ટ્રીય નેતૃત્વ એ અનેક ગંભીર ભૂલો કરી છે અને વારંવાર નહીંવત્‌ ચેપથી પ્રતિબંધ, પ્રતિબંધથી બેવડો થવાનો સમયમાં વધારો કરવો અને ત્યાંથી વર્તમાન સુધી સાર્સ-કોવ-૨ સાથે જીવવાનું શીખી લેવા સુધી ગોલપોસ્ટ બદલ્યા કર્યા છે. એક નવા રોગ વિશે જ્ઞાન ન હોવાથી, નિર્ણય લેવામાં ભૂલો થાય એ સહજ છે, પરંતુ પસંદ કરેલી રણનીતિમાં મળેલ નિષ્ફળતાની પ્રામાણિક કબૂલાત ક્યાં છે ? આજના સમયે, તે કબૂલાત દેખાતી નથી. ગાંધીજીએ આવી કબૂલાત કરી હોત અને આશ્ચર્યજનક રીતે, આવા કાર્યએ લોકોને તેમના પર વધુ વિશ્વાસ મૂકવા પ્રેર્યા હોત.

ગ્રામ સ્વરાજ, નાના પાયાનું અર્થતંત્ર : વીતેલાં ૧૨ વર્ષોમાં, ૨૦૦૮ના વર્ષની મંદીથી લઈને ૨૦૨૦ની આર્થિક કટોકટી સુધી, આપણે જોયું છે કે વૈશ્વિક અર્થતંત્ર ખૂબ જ નાજુક છે. અમેરિકામાં થયેલ જમીનનું કૌભાંડ અથવા વુહાનમાં થયેલ નવા વાઇરસના ઉદ્‌ભવની જેમ સ્થાનિક સ્તર પર અનુભવતા ધ્રુજારીના ઝટકાના સ્વરૂપમાં તેના ધીમે – ધીમે કકડા થઈ જાય છે. ગાંધીજીએ આપણને માનવતા, સ્થાનિક ઉત્પાદનની સ્થિરતા, સ્થાનિક વપરાશ અને સંબંધોના સ્થાનિક સમુદાય આ બધું યાદ કરાવ્યું હોત. તેઓ તેને ગ્રામસ્વરાજ કહેતા હતા. નિરપવાદ રૂપે, અર્થતંત્રમાં આવો બદલાવ રાજકીય સત્તાના વિકેન્દ્રીકરણની સાથે જ થયો હોત. વૈશ્વિકીકરણે સર્વત્ર સરમુખત્યાર રાજકીય નેતાઓ જ પેદા કર્યા છે. ગાંધીજી માટે તો સાચી લોકશાહી, જવાબદારી અને સંબંધનો સારો મહાવરો તો સ્થાનિક સ્તર પર જ થઈ શકે.

આ પૃથ્વી પર બધું પર્યાપ્ત છે : આપણી જરૂરિયાતોનું શું ? આવું વિશાળકાય વૈશ્વિક ઉત્પાદનતંત્રના કેટલાક આધુનિક ગ્રાહકો પૂછશે, ત્યારે ગાંધીજીએ સમજાવ્યું હોત કે ઉપભોગ કરવાની આ અમર્યાદિત ઇચ્છા, ૨૪ કલાકની ગલીપચી અને ઇન્દ્રિયગમ્ય સુખો માટેની લાલચુ માગણી આ બધું જરૂરિયાત નથી, પણ મનમાં રોપાયેલી એક કૃત્રિમ, અકુદરતી આદત છે. આ પૈકીની કેટલી ખરી જરૂરિયાતો છે? ગાંધીજી કહેત કે દરેકની જરૂરિયાત પૂરતું આ પૃથ્વી પર પર્યાપ્ત છે, પણ લોભ માટે પૂરતું નથી. જરૂરિયાત અને લોભ વચ્ચે ભેદ સમજવાની શક્તિ, દરેકની જરૂરિયાત પૂરી પાડવા માટેની શક્તિ, પરંતુ તેની સાથે સાથે સ્વ-નિયંત્રણ અને લોભલાલચ ઓછી કરવા માટેની સામાજિક – આર્થિક યોજના – આ બધા તરફ ગાંધીજીએ આપણને દોર્યા હોત. જો આપણે આપણા લોભ, અતિશય ઉત્પાદન, બિનજરૂરી વપરાશ, સુખોપભોગવાદી પ્રવાસ અને ઘેલા પરિવહનને મર્યાદિત રાખીએ, તો ધુમાડો અને ધૂળ ઓછા થવાં માંડશે. જીવન સ્વસ્થ અને શાંતિવાળું થઈ જશે. આકાશ અને નદીઓ ચોખ્ખાં અને વાદળી થઈ જશે. આપણને પ્રતીતિ થશે કે આધુનિક સમાજની અનેક વધારાની ચીજવસ્તુઓ વિના આપણે સુખેથી જીવી શકીએ છીએ. આપણે આની એક ઝલક ગત બે માસમાં જોઈ છે, જ્યારે વિશ્વ એક જગ્યાએ સ્થિર થઈ ગયેલું.

અને જુઓ તમે પછી … જળવાયુ પરિવર્તન પીછેહઠ કરવા લાગશે!

પ્રાર્થના : આખરી કામ કે જે તેઓ આપણને કરવા કહેતા તે છે પ્રાર્થના. દરેક દિવસના અંતે, આપણે કરેલ શ્રેષ્ઠ પ્રયાસો અને આપણા વિકલ્પો અને શક્તિ પૂર્ણ થઈ ગયા પછી, શાંતિથી બેસો, ચિંતન કરો અને તમારી જાતને શરણે થઈ જાઓ. પણ કોના શરણે કરવાની છે, જાતને? તે તમારી પસંદગી છે. ભગવાન, જીવન, પ્રકૃતિ, સત્ય, ઇતિહાસ, જે તમને યોગ્ય લાગે તેને શરણે થઈ જાઓ. શરણે થઈ જાઓ અને સમર્પિત થઈ જાઓ. તમે જે કરી શકતા હતા, તે બધું જ તમે કર્યું. હવે બધો ભાર તમારી પીઠ લઈને ચાલ્યા ન કરો. એવું કરવાથી તમે મૂરખ માનવી થઈ જશો. આ અનંત બ્રહ્માંડમાં તમારા પ્રયાસોના નાનકડા કદની પ્રતીતિ કરો. હવે તેના પર (પ્રભુ) છોડી દો. તમારું કામ થઈ જશે. ઇન્શાઅલ્લાહ. ‘હે રામ’ – જ્યારે બંદૂકની ગોળીઓ તેમના શરીરને સ્પર્શી, ત્યારના તેમના આ આખરી શબ્દો હતા.

આપણે ગાંધીજી માટે રાહ ન જોવી જોઈએ. આપણે એ કરવું જોઈએ, જે તેઓએ કર્યું હોત.

હું જાહેર કરું છું કે મારાં કોઈ આર્થિક કે વ્યક્તિગત હિતો નથી.

૧૮ જૂન, ૨૦૨૦ના રોજ ઑનલાઇન પ્રકાશિત લેખનો અનુવાદ

[અનુવાદક : અલ્પેશ બારોટ, લોક-સહયોગ ટ્રસ્ટ]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2020; પૃ. 08-09

Loading

30 June 2020 admin
← બાગ છે …..
વસંત-રજબ, ગાંધીજી અને મોરારજી →

Search by

Opinion

  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved