દુકાળના દિવસો નથી
એવામાં ય
અગાઉ
લીધી ન હોત
રૂપિયા પાંચની એક કિલો
તેવી કચરામાં પધરાવવા જેવી
ડુંગળી પણ
રૂપિયા પચ્ચીસની એક કિલો
સૌથી પહેલાં લઈ લેવા લોકો
એકબીજાંને મારી રહ્યા છે
ધક્કા
તે પણ એવાં કે
ઉમ્મરલાયક બે સ્ત્રીઓ
નીકળી ગઈ છે બહાર
તાળાબંધીના આ સંજોગોમાં
મહેનતકશની મજૂરીની બાબતમાં
બન્યું છે
ડુંગળીથી સાવ જ ઊલટું
કોણ જાણે ક્યારે
મજૂરીની પણ માગ નીકળશે
અને ત્યાં સુધી
આ દેશનો ગરીબ મજદૂર
શું ખાશે?
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 20 મે 2020