સમયગાળો : 1 જાન્યુઆરી 2024થી 31 ડિસેમ્બર 2024
365 દહાડાનો આ હવે પટ વિસ્તાર થયો. પહેલી જાન્યુઆરી 2024થી આરંભાયેલી આ काव्यानंद – શ્રેણી હવે આ સાથે અહીં પોરો લે છે. ખાસ મકસદ સાથે આરંભાયેલી આ જાતરા માટે અનેકોની સેવાઓનો લાભ મળ્યો છે. તેમાં પ્રધાનસ્થાને ‘વિકીપીડિયા’, ‘રેખ્તા ગુજરાતી’, ‘ગુજરાતી વિશ્વકોશ’, ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’, ‘એકત્ર ફાઉન્ડેશન’, ‘લયસ્તરો’, ‘ટહુકો.કોમ’, ‘રણકાર’, ‘વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા’, ‘બૃહત ગુજરાતી કાવ્યસમૃદ્ધિ’, વિચારપત્ર ‘ઓપિનિયન’, ‘નિરીક્ષક’ તેમ જ ‘વિશ્વમાનવ’ વગેરે વગેરેની ઑનલાઇન તેમ જ અન્ય સાધનસામગ્રીનો લાભ ભરપેટ લીધો છે. તે દરેક પ્રતિ સાદરભર્યો ઓશિંગણભાવ વ્યક્ત કરીએ છીએ. નતમસ્તક. આ જાતરામાં, કેટકેટલાં કવિજનોને ઈચ્છા છતાં સમાવી શકાયાં નથી, તેથી દરગૂજર કરવા અરજ કરું છું.



















































































































































































































































































































































































