૧
કેમ છો સર… ઓળખાણ પડી કે નહીં?
હું બોલનાર સામે જોઈ રહ્યો
ચહેરા પર થોડી મૂંઝવણ તરી આવી ..
પછી મેં કહ્યું
માફ કરજો
પણ એમ ચહેરો જોઈને ઓળખાણ ન પડે ..
એક કામ કરો,
માસ્ક પહેરો, કદાચ ઓળખી શકું
૨
જો બેટા, આપણાથી મૂછો ન રખાય
અને રાખી જ લીધી છે તો સાથે માસ્ક પણ રાખજે.
આ માસ્કે ભલભલાની મૂંછો ઢાંકી દીધી છે
૩
અરે ભૈયા
આ સલવારની મેંચિંગવાળો
કોઈ સસ્તો માસ્ક હોય તો બતાવો …
૪
નવી ઓળખાણ
આ જે માસ્ક વગરના છે તે શૂદ્ર,
વાંસની છાલના માસ્ક છે તે આદિવાસી,
સાદા માસ્ક વૈશ્ય,
N95 માસ્ક ક્ષત્રિય,
અને સોનેરી કોરવાળા
આધ્યાત્મિક માસ્કવાળા તે બ્રાહ્મણ
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 23 ઍપ્રિલ 2020