થાકેલો લૅંગસ્ટન હ્યુઝ [અનુવાદઃ રૂપાલી બર્ક]|Poetry|5 November 2024 ખૂબ થાકી ગયો છું વિશ્વ સારું અને સુંદર અને ભલું બને એની વાટ જોઈને, તમે? ચાલો, ચપ્પુ લઈને વિશ્વને બે ભાગમાં ચીરી નાખીને જોઈએ કયા જંતુઓ કોરી ખાઈ રહ્યાં છે એની છાલને. e.mail : rupaleeburke@yahoo.co.in