આજે [29 ઑક્ટોબર 2019] ભાઈબીજ : બહેનો અને ભાઈઓની પ્રેમગાંઠનો અનેરો તહેવાર.
રાજેશ્વર વશિષ્ઠની બહેનો પ્રત્યેની લાગણી વ્યક્ત કરતી રચનાનો ભાવાનુવાદ.
બેનો : ભગિનીઓ:
જેવી રીતે આપણું અસ્તિત્વ આ જગતમાં છે તે
કાંઈ હરક્ષણ યાદ આવતું નથી તેમ
બેનો કાંઈ મને રોજેરોજ યાદ આવતી નથી.
જીવનમૃત્યુની વચ્ચે
એક સેતુ બનાવી રાખવા માટે
સતત શ્વાસ લેવાનું જરૂરી બને છે તેમ.
બેનો મને વારપરબે યાદ આવે છે જેમ
વહેલી સવારે દેવદેવીઓનું અનુષ્ઠાન કરીએ છીએ
તેમ એમના હાલચાલ જાણવા હું
એકના એક ઘસીટાપસીટા સવાલ પૂછી લઉં છું.
એમનાં સગાંવહાલાંને પ્રણામ,નમસ્કાર કરી લઉં છું,
આટલું કરતાં તો બેનો ફૂલીને ફાળકો થઈ જાઈ છે.
દરેક સવાલના જવાબમાં એમનું
ખડખડાટ હાસ્ય સંભળાય છે.
પોતાની ઘરગૃહસ્થી માટે
તેઓ કોઈ દાદફરિયાદ કરતી નથી
તેઓ જાણે છે કે સૂર્યથી વિખૂટા પડ્યાં
પછી સૌરમંડળના ગ્રહો પરસ્પરથી
કેવા દૂર ફંગોળાઈ જાઈ છે.
દરેકે પોતપોતાની ધરી પર અને
સૂર્યની ફરતે પરિક્રમા કરતી રહેવાની છે.
એ લોકોની ભાઈ પાસે કાંઈ
મોટી આશાઅપેક્ષા હોતી નથી.
વળી કંઈ આપવા જાઓ
તો વારંવાર ના પાડતી હોય છે.
તેઓ જાણે છે કે ભાઈની ઝોળીમાં
મીઠા બે બોલ સિવાય આપવા જેવું કાંઈ નથી.
એમને ભાઈની આંખોમાં
વિવશતાનાં આંસુ જોવાં નથી.
મા જેમ દીકરા પર આશીર્વાદ ન્યોછાવર કરે છે
તેમ એ ક્ષણે એમનામાં માતૃભાવ છલકાઈ ઊઠે છે.
એ તો પોતાની ભૂમિકા બદલીને પરિસ્થિતિ
બરાબર સંભાળી લે છે અને
ઘરડાં માવતરને સાચીજૂઠી વાર્તા કહી દે છે કે
ભૈઈ તો કેટલો કામમાં છે!
એ તો ઘરના કોઈ ખૂણે
પોતાનો અતીત શોધતી રહે છે
જેને એ સોનામહોરની જેમ સંતાડીને ભૂલી આવી છે.
એ ક્ષણે ભાગીરથી થઈ જાઈ છે બહેનો.
બહેનો,
આજે સ્નેહસન્માનથી યાદ કરું છું તમને
એવા વિશ્વાસથી જે તમે ચુપચાપ
મારા ખાલીખમ ખિસ્સામાં
કિમતી સિક્કાની જેમ ભરી દીધો હતો.
સૂર્ય, આકાશ અને ગંગા જેવા સંબંધોમાં
તમારું હોવું જ મોટું આશ્વાસન છે.
*****
॥ बहनें ॥ — राजेश्वर वशिष्ठ
बहनें मुझे रोज़ याद नहीं आतीं
जैसे याद नहीं आता दुनिया में अपना होना
जीवन और मृत्यु के बीच
एक पुल बनाए रखने के लिए
लगातार साँस लेना
बहनें मुझे याद आती हैं त्यौहारों पर
देवियों और देवताओं की तरह
सुबह सुबह एक अनुष्ठान की तरह
उनसे पूछता हूँ उनके हाल चाल
दोहराता हूँ कुछ बहुत घिसे-पिटे वाक्य
प्रणाम, नमस्कार होता है उनके परिवारजनों से
और बहनें फूल कर कुप्पा हो जाती हैं
हर प्रश्न के उत्तर में
सुनाई देती है उनकी खिलखिलाहट
वे कोई शिकायत नहीं करतीं
अपने घर परिवार और ज़िंदगी के बारे में
वे जानती हैं सूर्य से अलग होने के बाद
कितनी विशद दूरी होती है सौर मंडल के ग्रहों में
सबको घूमना ही होता है अपनी परिक्रमा में
अपनी अपनी धुरी पर घूमते हुए
वे बड़े-बड़े आग्रह नहीं करती भाई से
बार बार मना करती हैं कुछ भी लेने से
वे नहीं चाहतीं
कोई भी जान पाए यह राज़
कि भाई की झोली में
देने को कुछ भी नहीं है
मीठे बोलों के सिवाय
वे नहीं चाहतीं भाई की आँखों में दिखें
विवशता के आँसू
उन क्षणों में उनमें प्रवेश कर जाती है
माँ की आत्मा
भाई और उसके परिवार पर
लुटाते हुए असंख्य आशीर्वाद
वे बदल कर भूमिका
चुपचाप सँभाल आती हैं
बूढ़े माता पिता को
झूठमूठ सुना देती हैं
उन्हें भाई की व्यस्तता की कहानियाँ
वे घर के किसी कोने में
ढूंढती हैं अपना अतीत
जिसे वे रख कर भूल गयी थीं
स्वर्ण-मुद्राओं की तरह
उन क्षणों में
भगीरथी हो जाती हैं बहनें
बहनों,
आज स्नेह और सम्मान से
याद कर रहा हूँ तुम्हें
साथ में लिए हुए उस विश्वास को
जो तुमने चुपके से डाल दिया था
मेरी खाली जेब में
कीमती सिक्के की तरह
तुम्हारा होना ही आश्वस्ति है
सूर्य और आकाश गंगा के सम्बंधों की!