પરનિયા અબ્બાસી (૨૦૦૨-૨૦૨૫)
હાલ ઈઝરાયેલી હુમલામાં તહેરાનના સત્તારખાન વિસ્તારમાં કુટુંબ સહિત પરિનયા અબ્બાસી અને અનેક નાગરિકોનું મૃત્યુ થયું છે. નીચેની એમની છેલ્લી કવિતામાં એમના અકાળે થયેલા મૃત્યુનો વરતારો છે.
− રૂપાલી બર્ક
મેં વિલાપ કર્યો
તારા માટે
અને મારા માટે પણ
તું ફૂંક મારે છે
સિતારાઓ પર, મારા આંસુઓ પર
તારી દુનિયામાં
પ્રકાશની મુક્તિ
મારી દુનિયામાં
પડછાયાઓની દોડપકડ
આવશે અંત તારો અને મારો
ક્યાંક
દુનિયાનું સૌથી સુંદર કાવ્ય
મૌન થઈ જશે
તું શરૂ કરે છે
ક્યાંક
સાદ આપવાનો
જીવનના ગુંજારવને
પણ હું અંત પામીશ
હું સળગીશ
તારા આકાશમાં
ઓલવાયેલો સિતારો બનીશ
ધુમાડાની માફક.
સ્રોતઃ https://www.pamenarpress.com/post/parnia-abbasi-2002-2025
e.mail : rupaleeburke@yahoo.co.in