William Blake was a great poet and seer. I like his poems — here are two to which I gave ગુજરાતી કાવ્યસ્વરૂપ, along with a brief note on the poem.
સ્મિત
એક છે સ્મિત તે પ્રણયનું,
ને એક છે સ્મિત તે છલનનું;
ને એક છે સ્મિતોનું ય સ્મિત જે
બિંદુ એ બન્નેના મિલનનું.
(એક છે ભૃકુટિ અણગમાની,
ને એક છે ભૃકુટિ તે ઘૃણાની,
ને એક ભૃકુટિની ભૃકુટિ છે જેને
વ્યર્થ જ મથામણ વીસરવાની —
કેમ કે એ ખૂંપે છે હૃદયમાં ઊંડી,
ને એ દુ:ખે છે કરોડમાં ભૂંડી.)
ને નથી એવું સ્મિત કોઈ મલકતું
પણ એક જ જે એવું તો છલકતું
કે હાલરડા-મરસિયાની વચ્ચે
એક જ વાર છલકે છે આજીવન,
પણ છલકે છે એક વાર જ્યારે એ,
લાવે છે સઘળીયે પીડાનું શમન.
**
°°°
વિષાક્ત વૃક્ષ
હતો હું મારા મિત્ર ઉપર ક્રોધિતઃ
મેં નિજ ક્રોધ કહ્યો, ક્રોધ ગયો ભાગી.
હતો હું મારા શત્રુ ઉપર ક્રોધિતઃ
ના મેં ક્રોધ કહ્યો, ક્રોધ રહ્યો વળગી.
ને એને મેં પાણી પાયું ડરમાં,
અહર્નિશ બહુ અશ્રુના નિર્ઝરમાં;
ને એની પર વેર્યો સ્મિતનો તડકો,
છૂપાં છદ્મો પાછળ ભડકો.
એમ વધીને દિનદિન આઠે યામ
ઉપર ઊગ્યું ફળ પણ એક લલામ,
જે શત્રુએ દીઠું રંગરઢિયાળું,
ને એને ખબર હતી કે એ મારું.
રજની ઊતરી પ્હેરી ઘેરા જામા
ત્યારે પેઠો મારા એ બગીચામાં;
પરોઢિયે હું જોતો હરખે ઘેલો
શત્રુ અચેત ઝાડ નીચે જ પડેલો.
***
***
e.mail : vkapmail@yahoo.com