કાગડો કયાં સરરાર બોલે છે.
બાગમાં કળીનું મૌન બોલે છે.
પ્રભાતે પ્રસ્સરી જાય બાગમાં
ભમરો, ફૂલો, ટહુકો, ઘાસ બોલે છે.
તારા દીધેલ ફૂલ તુજને અર્પણ,
ફૂલમાં સુંગધ પાંદડીએ ઝાકળ બોલે છે
સૂરજને ચાંદમાંથી રોશની મળી છે
ચમનમાં ચાંદની ચમક બોલે છે.
નથી આ જગ્યા પ્રણય પ્રેમપ્રકરણની,
પંખીનો કલરવ બાંકડા બોલે છે.
બાગમાં લહેરાય ભીના પવનના ઝોકા,
સહજ માટીની મીઠી મહેક બોલે છે
અમે બેસી ગયા નવાં સપનાં રોપવાં,
જિંદગી સહેલી નથી કાંટા બોલે છે.
મહેકે છે રોમે રોમ, શ્વાસ સુગંધી,
ધબકતી ખુશ્બૂ ભીતર ઉજાસ બોલે છે
જિંદગી તે મીઠો છાયડો મને આપી,
માથે લકીર, વર્ષોનાં તડકા બોલે છે
પડી છે ગતિ મારા શ્વાસોની ધીમી,
થકાવટ નહિ મારી ઉંમર બોલે છે.
આ મૌન માત્ર એટલા માટે ઉપાડીએ,
મધદરિયે ઊભો આ “સાગર” બોલે છે
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com