‘આવજો’,
આમંત્રણ
કે
અલવિદા ?
ના, કશું જ નહીં,
પણ હા, કંઈક તો ખરું;
આવ અને જો.
ખાલી ખાલી જોવું,
એમાં તો શું ?
જોવા જેવું છે,
માટે, તો ‘શું‘ ‘શું‘ કદી નહીં.
અરે ! હું તો છું આશિક,
અને, તે પણ તમારા ‘શું‘નો,
પરિવેશ ફર્યો તો શું ?
એ જ વિચાર, ને એ જ વૈભવ,
ખુમારી એ જ, ને વળી પાછી પરિતૃપ્તિ;
‘હું‘ એ જ, ‘તમે’ પણ એ જ, અને ‘તે’ બધા પણ એ જ,
ચાલો, સહુ સાથે મળી રમીએ રમત,
તે જ, તે જ, ને બસ તે જ,
ચાલો સહુ પ્રકાશવંતા બની જઈએ.
તમારું ઉજાસ પાથરવાનું અભિયાન,
એક અઠંગ યોગ સાધના જેવું કામ છે
મા સરસ્વતીની કૃપા તમારા પર સદા વરસતી રહે,
અને નવા નવા આયામો તમે સિદ્ધ કરતા રહો,
તેવી મારી દિલી શુભેચ્છાઓ પાઠવું છું.
20/3/13 : (ઇ.મૈલ સંદેશ)