હે કોરોના વાયરસ, કોવિડ – 19, સી19
અમે તને જે નામે બોાલાવીએ છીએ તે હવે ટૂંકું ટૂંકું થઈ ચાલ્યું છે. પરંતુ અમારી જિંદગી પર તારો તાપ ને સંતાપ લંબાતા ને લંબાતા ચાલ્યા છે.
અમે નવલા વરસનાં તેમ જ નવાનક્કોર દાયકાનાં વધામણાં કરવામાં ગુલતાન હતાં તે વેળાએ તેં અમારા જીવનમાં દોટ મેલીને પ્રવેશ કર્યો. અમને કંઈ તારી વાટ હતી જ નહીં. અમને વળી કોઈ જ સુગમતા પણ નહોતી. અરે ! અમે કોઈ રીતે તૈયાર પણ નહોતાં.
અને હવે, ચાર માસને ઓવારે, હજુ તેં જવાનું નામ સુધ્ધાં લીધું નથી.
તારે કારણે મને ગમતીલું કરવાનું મન થાય તે ય હું કરી શકતી નથી. તું વચ્ચે આડો પડ્યો છે ને તેથી. આને સારુ હું સદાય તારો ખાર કરવાની જ છું.
હજુ વખત થયો ન હોય તેવાં તેવાં અનેકોનાં જાન તેં લઈ લીધાં છે. મારાં કેટકેટલાં ભેરુમિત્રો તેમ જ સગાંસંબંધીઓનાં દિલને તે ભાંગીભુક્કો કરી કાઢ્યાં છે. તેથીસ્તો, આને સારુ તને હું ક્યારે ય માફ કરવાની જ નથી. જ્યારે પ્રેમવલ્લભ એકબીજાંને ઝંખતાં હોય, એકબીજાંને જોવાંમળવાને સારુ તડપતાં હોય ત્યારે જ તેમને તેં દૂરસુદૂર હડસેલી મેલ્યાં છે. આને ખાતર પણ તને હું લગીર માફ કરવાની નથી. ક્યારે ય નહીં.
મારી સમૂળી જિંદગીમાં મેં ક્યારે ય કલ્પના નહોતી કરી, તેવા ભયંકર જીવનમાં તેં મને હડસેલી મૂકી છે.
પરંતુ મને ખાતરી છે. આ ટૂંકા ગાળાની વેદનાને, પીડાને, હતાશાને હું સહી લઈશ અને તારો છૂટકારો થશે તે દહાડે અમને લાંબી પહોંચે લાભ થશે. અમને સૌને. … હા, સદાને સારુ.
સી19, માટે આ એક જ મારગ તારે સારુ નિર્મિત છે. … જા; હટ !
− કુન્તલ કલ્યાણી
13 ઍપ્રિલ 2020
[ફેઇસબુકને પાનેથી; મૂળ અંગ્રેજી લખાણનો અનુવાદ]
°°°°°
Dear Coronavirus, Covid-19, C19
The names by which we call you have got shorter and shorter, however your effect on our lives is getting longer and longer.
You sneaked into our lives while we were celebrating a new year and a new decade. We didn't expect you. We weren't ready. We weren't prepared.
And now , 4 months later, you're still here.
You've stopped me doing the things I love doing and I will always resent you for this.
But- you've taken away people before their time , you've broken the hearts of some of my friends and family, and for this I will never forgive you. You've kept loved ones apart at a time they needed each other the most. I will not forgive you for this. Ever.
You've forced upon me a way of life I could never have imagined would happen in my lifetime.
But know this. I will suffer this short term pain for the long term gain of you leaving us alone. All of us. For good.
C19 – you can Do One !
− Kuntal Kalyani
13 April 2020.