ભારતીય વડા પ્રધાનની તાજી અમેરિકાની મુલાકાત વિશે એટલું કહી શકાય કે દ્રૌપદીના સ્વયમ્વરમાં, કૃષ્ણે પોતાની ચાલથી, દુર્યોધનને મૂરખ બનાવેલો, તેનું પુનરાવર્તન છે; બાકી વિશેષ કંઈ નથી.
દંભી જણ ભાગતો ખુલાસાથી
જૂઠમાં જાગતો ખુલાસાથી
‘જૂઠ’ વિકાસ ‘ની કહાની છે
જાતથી ખાંસતો ખુલાસાથી
વાતમાં દમ નથી બધાં જાણે
ભક્ત કાં ચાહતો ખુલાસાથી
લોક એમજ ભૂખે મરી રહ્યા છે…
ખુદ સ્વયમ્ જાણતો ખુલાસાથી
વરદીનું મન દિશા કરે આહ્વાન
પંથ પણ ક્રોધતો ખુલાસાથી
બોલવું શું કિશોર અકળાતો
નિજને ડુબાડતો ખુલાસાથી
૬/૨૪/૨૦૨૩. અમેરિકાથી
સૌજન્ય : કિશોરભાઈ મોદીની ફેઇસબૂક દીવાલેથી સાદર