ટ્રમ્પની તો વાત
આખ્ખી દુનિયાથી ન્યારી છે
એથિક્સમાં સાવ ઝીરો
સ્વાર્થનો પૂજારી છે
બોલવાનો તોલ કદી
નડે નહીં ક્યાં ય એને
ઝેરથી ભરેલી એની
વાણીએ ગોઝારી છે
લડ કાં તો લડનારો આપ મને
સાવ બાણાસૂર જેવી
એની દુનિયાદારી છે
બ્લેક બ્રાઉનને બહાર કાઢી
દેશ ફરતે બાંધવા દીવાલ
એણે ધારી છે
યુ.એસ.એ.ને સાવ ધોળું
કરવાની લ્હાયમાં
રંગભેદની આગ આખ્ખા
દેશમાં સળગાવી છે
દેશના બે ભાગ કરી
બેઉને લડાવી પછી
ખિસ્સા ભરવાની વાત
એણે મનમાં ધારી છે
ઇંપિચમેંટની ઐસી તૈસી
આદમ શીફ અનાડી છે
બાઇડન છે ચોર અને
નેન્સી નઠારી છે
ટ્વીટ્સ મારા સાવ સાચ્ચા
ફોક્સ ન્યુઝને છોડીને
બાકી બધા મીડિયા સહુ
ચોર ને લબાડી છે
ડેમોક્રેટ સૌ દેશદ્રોહી
જી.ઓ.પી. અલોપ છે
ટ્રંપેટ્સની પાર્ટીમાં
મોસ્કો મિચની
સરદારી છે
પૂટીન મારો પરમેશ્વર
ને હું પૂટીનનો દાસ અને
પૂટીનની તો પાદની
સુવાસ મને પ્યારી છે
જિંદગી તો ખ્વાબ અને
સાચ જૂઠ બિમારી છે
મારા નોખા યુનિવર્સમાં
સ્ટેબલ જિનિયસ હું જ
અને સહુથી ચઢિયાતી
બસ મારી હોંશિયારી છે.
પ્રેષક : ભારતીબહેન મલ્લિક