દુનિયાની ચિંતા કવિઃ કુંવર નારાયણ [હિન્દી પરથી અનુવાદ : રૂપાલી બર્ક]|Poetry|3 February 2025 નાની અમથી દુનિયા મોટા મોટા પ્રદેશો દરેક પ્રદેશમાં મોટા મોટા લડવૈયા દરેક લડવૈયાની મોટી મોટી બંદૂકો દરેક બંદૂકના મોટા મોટા ધડાકા બધાંને દુનિયાની ચિંતા દુનિયાને બધાંથી ચિંતા e.mail : rupaleeburke@yahoo.co.in