Old Father Thames (by John Agard)
Old Father Thames
of the flowing patriarchal locks
See how the Ganges still breathes
in your West India docks.
See how the Nile's distant kisss
till finds the cheeks of your metropolis
Old Father Thames
Empire's wrinkles etch your tide.
About time you reclaimed your feminine side.
Try laying down your trident, old chap.
Take the weight of anchors and maps
from off your monumental head.
Have a good squat, old Father Thames.
Squat on your dark silted bed
till birth screams of changing winds
turn you midwife to a newbeginning.
http://www.guardian.co.uk/books/2013/may/18/travel-light-travel-dark-agard
From Travel Light Travel Dark published by Bloodaxe Books.
•
વૃધ્ધ પિતા થેમ્સ (અનુવાદક ઃ ભદ્રા વડગામા)
વૃધ્ધ પિતા થેમ્સ
છો રહ્યા વહી પરંપરાગત 'લોક્સ'ની વચ્ચે રહી
જુઓ ગંગા હજુ પણ
તમારી વેસ્ટ ઇન્ડિયા ડોક્સ્માં છે શ્વાસ લેતી રહી
અને જુઓ નાઈલ દૂર રહી ગાલો નગરીના તમારી ચૂમી રહી.
વૃધ્ધ પિતા થેમ્સ
સામ્રાજ્યની કરચલીઓ તમારી ભરતી-ઓટ પર
ગઈ છે ઊતરી ઊંડી
નથી લાગતું સ્વરૂપ નારીનું કરવું ધારણ તમારે ફરી?
તમારા ત્રિશૂળને હેઠું મૂકો હવે બાપલા
પ્રચંડ શીર પરથી ઉતારો ભાર લંગર નકશાના.
જરા પોરો ખાવ હવે
તમારી કાળી માટીના પટ પર ઊકડું બેસો
સંભળાય જ્યાં સુધી બદલાતી હવાના જન્મની ચીસો
તમારી દાયણને નવી શરૂઆત માટે કરો તૈયાર હવે.
(૨૧ મે ૨૦૧૩)
•
હે, ધૂર્જટિ ‘ટેમ્સ’ (ભાવાનુવાદ : પંચમ શુક્લ)
હે, ધૂર્જટિ ‘ટેમ્સ’
જુઓ, પિતૃસત્તાક લટો મહીંથી વહેતી
‘ગંગા’ તમારા ‘વેસ્ટ ઇન્ડિયા’ ઘાટ કને હજી કેવી શ્વસે છે!
હે, પ્રિયંકર
જુઓ, દૂર વહેતી ‘નાઈલ’ના હવાઈ-બોસા
તમારા મહાનગરના ગાલ હજી કેવા ખોળી લે છે!
હે, પરંતપ ‘ટેમ્સ’
સામ્રાજ્યની કરચલીઓ તમારા ભરતી-ઓટને કંડારતી રહે
એ જ વેળા તમે તમારી અર્ધનારીશ પ્રજ્ઞા પુન: પામો …
બાજુએ મૂકો ત્રિશૂળ, ક્ષીણકાય!
શિર ઉપરથી હટાવો
લંગર અને નકશાઓના બોજ, ચંદ્રમૌલિ!
હવે વિરાજો વિરાસને, તાંડવપ્રિય!
વિરાજો તમારા નીલ-પંક-પટ ઉપર;
જ્યાં લગી પલટાતા વાયરાના પ્રાગટ્ય રુદનો
તમ વિધાતાને નવઆરંભ ભણી ન વળાવે ત્યાં લગી, હે મૃત્યુંજય !
(18/5/2013)