HISTORY

નડિયાદની 'દેહણ' - યુ.કે.ની ગાંધીવાદી વીરાંગના

બ્રિટનની ફેકટરીમાં ગોરાઓ દ્વારા પૂર્વ આફ્રિકાથી આવેલા લોકો અને ઇન્ડિયન પર આચરવામાં આવતી રંગભેદનીતિ વિરુદ્ધ જયાબહેન અને પુત્ર શિવકુમારે સત્યાગ્રહની માફક અસહકારના કાર્યક્રમ શરૂ કર્યા, આમ બ્રિટિશ સરકારને એશિયન સ્ત્રીઓની તાકાતનો પરિચય થયો

બ્રિટનમાં ગુજરાતી સ્ત્રીઓના ડાયસ્પોરનો ઇતિહાસ જયાબહેન દેસાઈની ઐતિહાસિક ગાથા વગર અધૂરો છે.

ચરોતરના પાટીદારનું ખમીર જયાબહેનમાં ઠંડી તાકાત રૂપે જન્મતાં જ પ્રાપ્ત થયેલું. મા-બાપે આ તાકાત દીકરીમાં પાળી અને પોષી. ૧૯૩૩માં ધર્મજ ગામે, પેટલાદ તાલુકામાં જન્મ થયો. પિતા ગોરધનભાઈ ગોવિંદભાઈ પટેલ ગાંધીવાદી વિચારસરણીથી પ્રભાવિત થયેલા. ગાંધીજીએ ૧૯૧૮થી ખેડા જિલ્લો ચરોતરને પોતાની કર્મભૂમિ બનાવી હતી.

અહીંના પટેલો, અનાવિલો ગાંધીજીના જમણાં હાથ સમા હતા. જ્યારે જયાબહેનનો શૈશવકાળ હતો ત્યારે દેશ આઝાદીના જંગમાં ઓતપ્રોત હતો. ૧૯૪૦-૪૨ 'હિંદ છોડો' આંદોલન એ ગાંધીજીના જીવનનું આખરી આંદોલન હતું. સભાઓ, સરઘસો, પ્રભાતફેરીઓ, ધરપકડ, લાઠીચાર્જ એ રોજબરોજના બનાવો ગુજરાતને ગામડે ગામડે ફેલાયેલા હતા.

પિતા ગોરધનભાઈ ગાંધી કાર્યકર જુગતરામ દવેના ગાઢ સંપર્કમાં હતા. જુગતરામ દવેએ દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓના ઉદ્ધાર માટે ધૂણી ધખાવી હતી અને ખાદી પ્રવૃત્તિ ગળાડૂબ હાથ ધરી હતી. ગોરધનભાઈ ખેડા જિલ્લાના ખાદીભંડારની પ્રવૃત્તિમાં મુખ્ય કાર્યકર બન્યા. ૧૯૨૧થી ગાંધી સત્યાગ્રહમાં ગોરધનભાઈ જોડાયા. ૧૯૨૧-૨૨ના અસહકાર આંદોલનના પાયાના કાર્યકર હતા. તેમની પત્ની કમળાબહેન બહેનોને સુંદર કંઠે આઝાદીનાં, સ્વાતંત્ર્યનાં ગીતો ગવડાવતાં. આ વાતાવરણમાં નાની જયા જન્મી.

ર્મજની ભાગેળે પિતાનું ઘર અને બધાં સરઘસો ત્યાંથી નીકળે. ૮, ૧૦ વર્ષની જયાની આંખ ઊઘડે ત્યારે ગીતો ગવાતાં હોય 'શિર જાયે તો જાયે, આઝાદી ઘર આવે' 'ઈન્કલાબ ઝિન્દાબાદ' 'ક્વિટ ઈંડિયા' 'ગાંસડાં પોટલાં બાંધો બ્રિટનિયા' 'કરેંગે યા મરેંગે'. જયા સફાળી ઊભી થાય અને વાવટો પકડવાનો એવો શોખ લાગેલો કે વાવટો પકડવા સીધી ભાગોળે દોડે. ગાંધીવાદી કાર્યકરોનું તે પ્રિય લાડકું પાત્ર હતું. બધા તેમને કહેતા ''ચકલી નાની ને ફફડાટ ઘણો.'' ખરેખર મોટી વયે પણ તેમની નાજુક પાતળી દેહલતા, ૪-૧૦''ની ઊંચાઈ, પણ ઘણી તાકાત ધરાવતું ખમીરવંતુ વ્યક્તિત્વ હતું. જયાબહેન વટથી કહેતાં કે ''૧૯૪૨માં સરઘસ નીકળ્યું ત્યારે મારી પાસે આગળ પડતા આગેવાનો અને કાર્યકરોને કુમકુમ અને તિલક કરાવ્યાં હતાં. તેમાં જશભાઈ બેરિસ્ટર હતા, રવિશંકર મહારાજ હતા.

મેં કરેલા તિલકવાળા એક પણ કાર્યકર ગોળીનો ભોગ બન્યા ના હતા. ૧૯૪૨માં નાની જયા જીદ કરી પિતા સાથે ધર્મજમાં સરઘસમાં જોડાઈ. જનરલ લાયરે બેસુમાર લાઠીચાર્જનો દોર ચલાવ્યો. જયા ઠંડી તાકાતથી ઊભી રહી, ''શું કરી લેશે?'' અંગ્રેજ આ બાળકીનો વાળ પણ વાંકો કરી શક્યો નહિ. પિતા જયાને ઐતિહાસિક વાતો કહેતા. તેઓ કહેતા, ''હિરા ગયા, હેમ ગયા, કથીર રહ્યાં પરદેશીઓ ભારતને પાયમાલ કરતા ગયા.''

જયાનો અભ્યાસ ૧૦ ધોરણ સુધી થયો. ૧૯૫૫માં સૂર્યકાન્ત દેસાઈ સાથે લગ્ન થયાં. તેઓ મૂળ નડિયાદના. પેશ્વાઓ ''દેસાઈગીરી''નો ભોગવટો બાપદાદાને વારસામાં આપતા ગયા હતા. કુટુંબ ખૂબ ઘનાઢ્ય હતું. સૂર્યકાન્તભાઈએ કેમ્બ્રિજની પરીક્ષા પસાર કરી કૌટુંબિક જવાબદારી નિભાવવા દારેસલામ (ટાંઝાનિયા) આવ્યા. પુત્ર શિવનો જન્મ ધર્મજમાં થયો હતો. જયાબહેને પણ ટાંઝાનિયાની વાટ પકડી. બીજા પુત્ર રાજીવનો જન્મ દારેસલામમાં થયો.

૧૯૬૧માં ટાંઝાનિયામાં સ્વતંત્રતા આંદોલન ચાલ્યું. રાજકીય સમીકરણો બદલાવવા માંડયા. બે બાળકો ઘણાં તેજસ્વી હતા. દેસાઈ દંપતીને બાળકોનાં શિક્ષણની સમસ્યા સતાવતી હતી. ૧૯૬૪માં ભારત આવ્યાં. મહત્ત્વાકાંક્ષી સૂર્યકાન્તભાઈ ૧૯૬૮માં લંડન આવ્યા, વેમ્બલીમાં રહ્યા, રેન્ક ઈન્ડસ્ટ્રીઝમાં નોકરી સ્વીકારી. પણ સખત મહેનત કરવી પડતી, શારીરિક શ્રમ કરવો પડતો. જયાબહેન સિલાઈકામમાં પહેલેથી નિષ્ણાંત હતાં. ''જ્યુડી'' નામની ફેક્ટરીમાં ડ્રેસ બનાવવાનું કામ મેળવ્યું. મશીન ચલાવતાં શીખ્યાં.

લંડનમાં બી.બી.સી.ના 'ફૉર વિમેન અવર શૉ'ની ૭૦મી એનિવર્સરીની ઉજવણીના ઉપક્રમે પાવર વિમેન્ટ લીસ્ટ જાહેર કર્યું. જેમાં માર્ગરેટ થેચર, બારબરા કાસલ, ઓસ્ટ્રેલિયન લેખિકા જરમેઇન ગ્રીરની સાથે નડિયાદની દેહણ નામથી જાણીતાં થયેલાં જયાબહેન દેસાઇને સ્થાન મળ્યું છે

બ્રેન્ટ કાઉન્સિલે જયાબહેનને 'સિટીઝનશિપ' એવોર્ડ એનાયત કર્યો.

જયાબહેને વળી પાછું સિલાઈકામ 'બ્રેન્ટ ઈંડિયન એસોસિયેશન'માં મેળવી લીધું. હેરો કોલેજમાં સીવણકામ શરૂ કરવા માટેનો અભ્યાસક્રમ ઘડયો. બ્રેન્ટ ઈંડિયન એસોસિયેશનની બહેનો કોમ્યુિનટી ડેવલપમેન્ટના પ્રોગ્રામ કરતી તેમાં જયાબહેન જોડાયાં. વૃદ્ધજનો માટે શરૂ કરાયેલી સંસ્થા પેન્શનર્સ ક્લબમાં તે ઘણાં સક્રિય બન્યાં. ડેનિસ જેક્સન સેન્ટરમાં ચાલતી મહિલા મંડળની પ્રવૃત્તિમાં પાયાના કાર્યકર તરીકે જોડાયાં. વિલાસબહેન ધનાણીના રિફ્લેક્સોલોજી અને યોગના વર્ગોમાં જયાબહેન ખૂબ મદદ કરતાં. આ ઉપરાંત નવી પેઢીના ગુજરાતી બાળકો ગુજરાતી ભૂલતા જતાં હતાં. તેમને ગુજરાતી શિખવાડવા તેમણે અથાગ પરિશ્રમ કર્યો. રસપ્રદ રીતે, આનંદ પ્રમોદ સાથે શીખવતાં.

બ્રેન્ટ કાઉન્સિલે તેમને 'સિટીઝનશિપ' એવોર્ડ એનાયત કર્યો. બેટરસી હાઈસ્ટ્રીટ ખાતે આવેલા બ્રિટિશ ઈન્ડસ્ટ્રિયલ મ્યુિઝયમમાં કાંસાની પ્રતિમા મૂકવામાં આવી છે. જયાબહેન કેવળ ગુજરાતી તરીકે જ નહીં પણ જગતની નારીચેતનાના ઇતિહાસમાં તેઓ ગૌરવવંતુ પાત્ર છે. જયાબહેનના શબ્દોમાં કહીએ તો ''પોતાના અધિકારો માટે લડત આપવી, પોતાનું સ્વમાન, આત્મગૌરવ જાળવવું, તેના માટે ફના થવું - એ મૂલ્યો મને સ્વાતંત્ર્યની ચળવળે અને માતાએ તેમ જ પિતાએ તેમનાં વર્તનથી મારામાં ઘૂંટયાં.'' બ્રિટિશ સરકારને એશિયન સ્ત્રીઓની તાકાતનો પરિચય કરાવ્યો.

જયાબહેનનો ૫ુત્ર શિવકુમાર અંગ્રેજ છોકરાઓના રેગિંગનો હિંમતપૂર્વક સામનો કરતો

બ્રિટનમાં રંગભેદની નીતિ પરાકાષ્ઠાએ પહોંચી હતી. ઈનોક પોવેલ અને નેશનલ ફન્ટનું જોર વધતું હતું. જયાબહેનનાં બાળકોને ગીબોન-સ્લે બ્રુક પ્રાયમરી સ્કૂલમાં દાખલ કર્યાં. અંગ્રેજ છોકરા ચીડવતા, મશ્કરી કરતા, થૂંકતા અને મૂતરતા પણ. શિવકુમાર અંગ્રેજ છોકરાઓના રેગિંગનો હિંમતથી સામનો કરતો. નેશનલ ફ્રન્ટના માણસો ગુજરાતીઓનાં ઘરોના કાચ ફોડતા. ગુજરાતીઓની દુકાનો લૂંટતા, સ્થળાંતર કરી આવેલાં બાળકોને 'સી' વર્ગમાં દાખલ કરતા. અંગ્રેજી બાળકો 'એ' 'બી' વર્ગમાં ભણતા. ગુજરાતી છોકરાઓ ખૂબ હોંશિયાર તેથી અંગ્રેજી છોકરાં ઉશ્કેરાતા, મારતાં, ઝૂડતાં અને કાંટામાં ફેંકી દેતા. અંગ્રેજ શિક્ષકો વિદેશી બાળકોને સતત સંદેશો આપતાં ''તમે અંગ્રેજ બાળકોની સમકક્ષ નહિ થઈ શકો.'' જયાબહેનનાં બાળકોમાં પણ સ્વતંત્રતાની ખુમારી ઊતરી હતી. જયાબહેન કહેતાં ''ગાંધીજીનું વાક્ય મને હંમેશાં યાદ રહેતું  :  ''અન્યાય સહન કરવો ગુનો છે. અન્યાય સામે ઝઝૂમવું જોઈએ.''

જયાબહેન કહે છે  કરેંગે યા મરેંગે - શિર જાય તો જાયે ...

૧૯૭૬-૭૮માં રંગભેદની નીતિ વિરુદ્ધ લંડનમાં ફેકટરી વર્કરમાં ચાલેલી હડતાલની નેતૃત્વ જયાબહેન દેસાઈએ કરેલું

જયાબહેન ખૂબ જવાબદાર પત્ની અને પ્રેમાળ માતા હતાં. સિલાઈ અને ઘરકામમાંથી ફાજલ સમય મળતાં નોકરી કરવાનું મન થયું. ૧૯૭૪માં વિલ્સડનમાં 'ગ્રીનવીક ફોટો પ્રોસેસિંગ લેબોરેટીઝ'માં હિસાબકિતાબ રાખવાનું કામ મળ્યું. ફિલ્મ ધોવાય તેના પૈસા પહેલાં આવે પછી આવે તે નોંધવા, લેવા. સ્ટેમ્પ લાવવા, પત્રવ્યવહાર, ડ્રાફ્ટ મોકલાવવા વગેરે સંભાળતાં. તેમને જુદાં બેસાડવામાં આવતાં. આ કંપની ૧૯૬૫માં ત્રણ અંગ્રેજોએ સ્થાપી હતી - એન્ટની ગ્રન્ડી, જ્યોર્જ વૉર્ડ અને જોન હિકી. પોતાના નામોના પહેલા - બીજા અક્ષરો જોડી નામ ગ્રીનવીક કંપની આપ્યું. કંપનીનો મેનેજર મેલ્કમ ઓલ્ડન હંમેશાં ઓવરટાઈમ કરાવવાનો આગ્રહ રાખે.

ખૂબ કડક, મિજાજી. બીજી બાજુ પૂર્વ આફ્રિકાથી સ્થળાંતર કરી આવેલાઓને નોકરીની ખૂબ જરૂર હતી, નિ : સહાયતા હતી, લાચારી હતી. અંગ્રેજો આ તકનો લાભ લઈ રંગભેદ અને શોષણ નીતિ તાકાતથી અપનાવતા. દરેક કર્મચારીને ભયભીત દશામાં રાખતા. ઓલ્ડન બોલતો રહેતો ''કાઢી મૂકીશ’'. વધારે સમય કામ કરે તેમનાં નામો પાટિયામાં ઉપર લખાતાં. નિર્ધારિત સમય કરતાં વધારે કામ ના કરનારનાં નામો નીચે રહેતાં. નીચે નામવાળાને હંમેશાં લટકતી તલવાર રહેતી.

જયાબહેન પોતાનાં કામમાં ખૂબ પાવરધાં, પૂરી ચકાસણીથી કરતાં, ઓવરટાઈમ તેમને ખટકતો. તેમના પતિ તેમને, 'ઓવરટાઈમ ના કરવો, કામ પરવારી નિર્ધારીત સમય પૂરો થતાં ઘેર જવાની તૈયારી કરતા હતાં ત્યાં સુપરવાઈઝર પીટર ડફીએ તેમને પડકાર્યાં ''તમને ઘેર જવાની પરવાનગી કોણે આપી?'' વધારાનું કામ તે લઈને આવ્યા. સાથે મેનેજર ઓલ્ડન આવ્યો. તેઓ ઘાંટા પાડતા હતા. ઘેર ના જવાનું ફરમાવાતા. જયાબહેને તેમને ઘાંટા પાડતા રોક્યા.

ડફીએ જયાબહેનને કાઢી મૂકવાની ધમકી આપી. બધા કર્મચારીઓ એકત્રિત થયા. જયાબહેને કહ્યું, ''મારું રોજગારી કાર્ડ આપો મારે તમારી સાથે કામ નથી કરવું.'' તેમનો મોટો દીકરો શિવકુમાર વેકેશનમાં ગ્રનવીક ફેક્ટરીમાં જોડાયો હતો. તેણે ઓલ્ડન અને ડફીને કહ્યું, ''તમે અહીં ફેક્ટરી નથી ચલાવતા. પણ આ ઝૂ છે. જ્યાં વાનર જેવાં પ્રાણીઓ તમારે ઈશારે નાચે છે. પણ અમે તમારાં મોઢાં ફાડી નાંખનારા સિંહો છે. સમજ્યા?''

વાત આગળ વધી. મોટાભાગના કર્મચારીઓમાં અસંતોષ હતો. પણ બોલવાની હિંમત ના હતી. જયાબહેન ફેક્ટરી બહાર નીકળ્યાં ત્યાં તરતનો રૂખસદ મળેલો યુવાન તેના બે મિત્રો સાથે મળ્યો. તેઓ માલિકની કારને નુકસાન પહોંચાડવાની વાત કરતા હતા. જયાબહેનનો અહિંસક, સત્યાગ્રહી આત્મા પોકારી ઊઠયો. આ યુવાનોને જણાવ્યું, ''જો જો આવું કશું કરતા, આથી તમને નુકસાન થશે. આપણે લડત શરૂ કરીએ. યુનિયન બનાવીએ. આપણો અવાજ જગવીએ.'' જયાબહેનમાં કરેંગે યા મરેંગે - શિર જાય તો જાયે ... એ નાદ રણકી ઉઠયા.

જયાબહેન અને તેમના પુત્ર શિવકુમારે હવે મોટા પાયા ઉપર પગલાં લેવાં શરૂ કર્યાં. તીર છૂટી ગયું હતું. યુનિયન રચવા પ્રયાસ શરૂ કર્યા. નાગરિક સલાહકાર મંડળે તેમ જ બ્રેન્ટ પરગણાંની કાઉન્સિલે તરત માર્ગદર્શન આપ્યું, તે પ્રમાણે 'એપેક્સ'(એસોસિએશન ઑફ પ્રોફેશનલ્સ, એક્ઝિક્યુટિવ, ક્લેરિકલ અને કોમ્પ્યુટર સ્ટાફ)ના સભ્ય થવાનું શરૂ કર્યું. ફેક્ટરીના મેનેજમેન્ટ સાથે વાટાઘાટો શરૂ કરી પણ પરિણામ ના આવ્યું. ગાંધીજીના સત્યાગ્રહની માફક અસહકારના કાર્યક્રમો શરૂ થયા.

પિકેટિંગ લાઈન બનાવાઈ તે ઓળંગી કોઈ નોકરીએ ના જાય. ૪૮૦ કર્મચારીમાંથી ૧૩૭ જોડાયા. ધીમે ધીમે બીજી ફેક્ટરીમાંથી ૫૦૦૦ મજૂરો હડતાલને ટેકો આપવા જોડાયા. મજૂર પક્ષના પાર્લામેન્ટના સભ્ય એમ.પી. ઓડ્રીવાયઝની ધરપકડ થઈ. તપાસ સમિતિની રચના થઈ. હાઉસ ઑફ કોમન્સ-સામાન્ય સભાના ૫૦૦ સભ્યોને હાજર રહેવાની ફરજ પડી. ટી.વી. છાપાઓએ આ બનાવને ખૂબ પ્રાધાન્ય આપ્યું. જયાબહેનનું નેતૃત્વ આખા બ્રિટનમાં પંકાયું. આ હડતાળ ૧૯૭૬-૭૮ બે વર્ષ ચાલી. લોકોની આંખ ઊઘડી. અન્યાય સામે ઝઝૂમવાની તાકાત લોકો કેળવતા ગયા પણ જયાબહેનની તબિયત લથડી.

સંદર્ભ : http://gujaratsamachar.com/index.php/articles/display_article/shatdal/shatdal-magazine-jayabahen-desai-london-s-non-violent-movement-against-apartheid-21-december

સૌજન્ય : ‘શતદલ’ પૂર્તિ, “ગુજરાત સમાચાર”, 21 ડિસેમ્બર 2016 

Category :- Diaspora / History

Nazmi was born in Kisumu, Kenya on March 31, 1942 and died in an accident in Nairobi on  July 1,  1990. He was the 3rd child of Gulamhussein and Shirin Durrani both of whom were born in Nairobi.  Nazmi’s grandfather, Alibhai Ramji, (on his father’s side) was born in Jam Timby, Naunagar State, India in 1890 and later married Avalbai.  He came to Kenya when he was about 10 years old. Alibhai’s father, Ramji Kanji, had sent Alibhai (and later his younger brother) to Kenya following drought and impoverishment due to British oppression of Indian peasants.

Nazmi studied at the Aga Khan Secondary School and Allidina Visram High School in Mombasa prior to graduating in 1965 at the University of Leicester in England.  Following a Post Graduate Diploma in Education at Makerere University in Kampala, Uganda in 1966, Nazmi taught at the Aga Khan High School in Mombasa before moving to Nairobi where he worked at the Library of Congress Office from 1969 until his death on July 1, 1990

In that brief working period of 24 years, Nazmi developed many interests.  The selection of his writing in this book provides a glimpse into the range of his interests and work.  However, it misses out the main motive that powered his writing and the vast range of his activities.  While Nazmi was a left-leaning progressive intellectual, he did not come to his own until he became a member of the underground political organisation, The December Twelve Movement, towards the end of 1970s.  Joining the anti-imperialist  organisation helped him to make the transition from a left-leaning intellectual to a political activist who directed his energy to working for a just and more equal Kenya.  This struggle motivated him until his untimely and tragic death.

As a librarian, Nazmi was aware of the central role that relevant information could play in the struggle to liberate the minds of working people from a mindset moulded by imperialism.  As a teacher, he was keen to ensure that the learning and experience he had were passed on to others, particularly the younger generation growing up under neo-colonialism.  As a member of the December Twelve Movement, he was active in strengthening the organisational structures which could provide a powerful force to dislodge the imperialist-imposed culture and politics in Kenya.  One of the causes in which Nazmi became active was the environmental movement which embraced causes that served the needs of working people, such as campaigns to develop bicycle lanes in Nairobi so that workers could have a safe and viable means of transport to/from work.

In addition, Nazmi also became involved in cultural activities as an arm of the liberation struggle in which Nazmi was active.  Along with other activists, he was against the imposition of English as the only viable language in Kenya.  He thus learned Kiswahili and wrote stories, poems and historical pieces in Kiswahili so as to reach workers who used this medium of communication.  Some of his poems in Kiswahili are reproduced in this book, but a more substantial collection of his resistance poetry in Kiswahili will be published under the title Tunakataa in 2017. At the same time, he supported the use of the languages of Kenyan nationalities.  In this context, he sharpened his skills in his own mother tongue, Gujarati, and wrote historical and cultural articles that would increase awareness among Gujarati-speaking people.  Some of his articles written and published in Gujarati are reproduced in this book. He also wrote a play in Gujarati, Katokati no Samai and translated it into English under the title An Encounter in Eastleigh.  To date, the English version remains to be published. He devised also some crosswords in Gujarati for Alakmalak magazine.  He wrote stories, puzzles and other learning material for children - some published in Alakmalak, others given to younger members of his own family. 

Many of his activities, particularly political ones, remain to be documented.  One such activity was the the use of his house in the Ngara area of Nairobi as a safe house for political work of the December Twelve Movement and the setting up of the liberation library there.  The “secrete basement in a house”, mentioned below was Nazmi’s, as recorded by Durrani, S. :

Another way in which the Library Cell met the needs of the people was writing, printing and distributing underground pamphlets.  Thus a number of underground pamphlets were cyclostyled by Cell members using a secret basement in a house in the [Ngara] area of Nairobi.  The house itself had been a “safe” underground facility for a number of political activities, including a venue for safe meetings.  It also housed the Movement’s library which served as a central reference centre for the movement.  The “Notes accompanying donation of books to Cuba” (Durrani, 2008) in 2000, provide further details on the library:

Thus the liberation forces of necessity had to set up their own underground liberation libraries.  Perhaps the largest one was the one run by Nazmi Durrani which provided a major reference point for December Twelve Movement which published its own newspaper  Pambana  (“Struggle”) in early 1980s.  The library contained material  which was banned in Kenya and which could lead to indefinite detention if found out.  This included works of Marx, Lenin, Stalin, Castro, as well as publications from USSR and the Foreign Language Press in Beijing.  This library also provided the source material for important document in the fight against the neo-colonial Moi regime such as Mwakenya’s Register of Resistance (1987), and Umoja(1989) .

In Progressive Librarianship,Durrani, S. provides some background to Nazmi’s articles in this book:

Library Cell members were active in other areas as well.  One method they used was the use of open publishing avenues to create a new awareness of the history of resistance.  An important contribution was that of Nazmi Durrani writing as Nazmi Ramji for security reasons.  He worked as a librarian at the Library of Congress in Nairobi, but developed December Twelve Movement’s (DTM) library in a secret location.  As a member of the Library Cell, he participated in all its information activities, as well as in all DTM political work.  He also acted as Kanoru in Ngugi wa Thiongo’s play Maitu Njugira (Translated as “Mother Sing for me”, 1981) which was banned by the Kenya Government who then detained the author…    He [Nazmi] was also responsible for compiling a number of publications circulating underground.  These included Article 5 – Human Rights Violations [in Kenya]  and Upande Mwingine - collections of resistance activities by workers, peasants, students and others.

He also wrote and published a series of articles in Gujarati under the heading “Biographies of patriotic Asian Kenyans” which sought to counter the Government propaganda which painted South Asian communities in a very negative light.   The series was written in Gujarati and published in the Gujarati magazine, Alakmalak.   

At a personal level, Nazmi remained down-to-earth and perfectly at home with all - children, youth, older people. Teresa Ongaro  captures Nazmi’s personality:

If Nazmi Durrani thought his grey hair would earn him some reverence on this trip, he must have been very disappointed—to us he was just one of the guys! His sense of humour, his modesty and his generosity (one cold night in Francistown, Nazmi let someone sleep in his sleeping bag who hadn't even asked!) made him a favourite among us all. To Nazmi, solitude is for sleeping—two minutes on his own and he’d be dreaming away to glory. This trancelike state soon came to be known as Nazmititis. His endless wit provided us a regular source of comedy. However, Nazmi’s leadership qualities are doubtful—his suggestion of a venue for a meal led to the near decimation of our group's male species.

In one of his poems, Nazmi asks: 

When shall we liberate
Ourselves from this mental slavery?

The struggle to liberate people’s minds from the imperialist mental slavery become Nazmi’s lifelong pursuit.

London, June 07, 2016

Category :- Diaspora / History