USER FEEDBACK

૧-૨-’૧૭ના ‘નિરીક્ષક’ના અંકમાં [તેમ જ 20 જાન્યુઆરી 2017ના “ઓપિનિયન” વેબસાઇટ પરે, http://opinionmagazine.co.uk/subcategory/31/ami-ek-jajabar] મિત્ર વિપુલ કલ્યાણીના સુંદર લેખમાં ગુજરાત સાહિત્ય પરિષદની એક નોંધ લેખે ભોગીલાલ ગાંધીને ‘સત્યાગ્રહોમાં એક અદના સૈનિક’ તરીકે ઓળખાવ્યા છે. વાસ્તવમાં એ ભૂલ વિપુલભાઈની નહીં, ગુજરાતી સાહિત્ય પરિષદના કોઈ સંદર્ભ માંહે એ નોંધ કરનારની છે.

‘અદના’ એટલે મામૂલી અથવા રાંક. ભોગીલાલ ગાંધી તો શું પણ કોઈ પણ વ્યક્તિ માટે આપણાથી એ વિશેષણ ના વાપરી શકાય. નમ્રતા બતાવવા ખાતર આપણે આપણી જાતને માટે એ શબ્દપ્રયોગ કરી શકીએ એ એક વ્યાવહારિક ઔપચારિકતા છે, પણ બીજી વ્યક્તિ માટે તો હરગિજ નહીં. (સિવાય કે કોઈ ચોક્કસ હેતુપૂર્વકની આવશ્યકતા હોય.)

આપણે ત્યાં આ વિશેષણનો પ્રયોગ કેટલા ય જાણીતા લેખકો દ્વારા ‘દર્શક’થી માંડીને રઘુવીર ચૌધરી જેવા અનેક મહાનુભાવો માટે થતો મેં જોયો છે. સંભવ છે કે એ લોકોના મનમાં અદના એટલે અદકા (અધિક) જેવો ભાવ હોય, જે સાચું નથી.

ભવિષ્યમાં આપણે સૌ આના પરત્વે સભાન રહીએ એટલા વાસ્તે જ આટલી નુક્તેચીની !

E-mail : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2017; પૃ. 10

Category :- Opinion / User Feedback

શ્રી પ્રભુભાઈની ડાયરી  મોકલીને તમે તો ખૂબ આનંદ આપ્યો. આ પ્રવાસનું આમ ફર્સ્ટ હેન્ડ વર્ણન હશે તે કલ્પના જ નહોતી. મેં મારા પિતાશ્રી પાસેથી આ પ્રવાસની વાતો થોડા વિસ્તારથી સાંભળેલી. તે પછી તેન્ડુલકરની 'મહાત્મા'માં જેટલું છે તે વાંચ્યું. આ બંને અને દીનવારી પરથી મેં પણ એક લેખ 1995 ઓક્ટોબરમાં (યાત્રાના 70 વરસે) ભુજના જાણીતા દૈનિક "કચ્છમિત્ર"માં લખેલો.

પરંતુ આટલી બધી વિગતો અસ્તિત્વમાં છે તે ક્યાંથી ખ્યાલ હોય. સરોજબહેનનો આભાર માનીએ તેટલો ઓછો.

તમને ખ્યાલ જ હશે કે જે ચાર જણ ન્યાત બહાર મુકાયા તેમાંથી એક આપણા દીપકભાઈના દાદાજી શ્રી ગુલાબશંકર ધોળકિયા હતા. પાછળથી તેઓ  કોન્સ્ટિટ્યૂએન્ટ એસેમ્બલી(કે પછી સંસદ ?)માં પણ હતા.  દીપક પોતે કહેશે. (દીપક, મને ચોથા સજ્જનની ઓળખાણ પણ કરાવશો.)

Category :- Opinion / User Feedback