USER FEEDBACK

પત્રકારિતા એ સંપાદક, કટારલેખક અને વાચક એનો સમુચિત સમાહાર છે. એક પ્રસંગ કહું.

૨૦૧૦ની સાલમાં મારા અંગત જીવનની ઘણી ક્રાઈસિસ ભોગવતો હતો. ત્યારે મેં “ઓપિનિયન”નો ડિજિટલ અંક જોયો. ગુજરાતી લૅક્સિકન માટે મેં ઇ.મેલ દ્વારા પૂછાવેલું એ પરથી એમને મારો પત્તો લાગ્યો હશે.

મને એ અંક બહુ ગમ્યો. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં આ નામના પત્રનો ઐતિહાસિક ફાળો, વિપુલભાઈની એ જ ભૌગોલિક (સૌરાષ્ટ્ર, પૂર્વ આફ્રિકા, મુંબઈ, ઇન્ગલૅન્ડ) ચેઇન, એ જ આદર્શો, એ જ ઍમ્પથી, સર્વસમાવેશિતા અને સમસંવેદન, આ બધાથી હું તરત અભિભૂત થઈ ગયો. 
પછી તો બે ત્રણ અંકો જોયા. એકમાં ઉમાશંકર અને બીજામાં ‘હિન્દ સ્વરાજ’નો વિદ્વત્તાભર્યા લેખો દ્વારા અભ્યાસ થયો હતો.

મારા ઉમાશંકર સાથેના રોમાંચક, સ્વપ્નવત, લિરિકલ, કુમારાવસ્થ નાટકીય પ્રસંગોત્થ અનુભવ અને ‘હિન્દ સ્વરાજ’ સાથે મારી વૈચારિક ભાવનિક એકતા મને ઢંઢોળી ગયાં.

ગુજરાતી લિપિ કંપ્યૂટર પર આવડતી નહોતી, એટલે મારા પ્રવાહી (અને ફૉલ્ટી) અંગ્રેજીમાં મારા ઉદ્ગાર વિપુલભાઈને મોકલાવ્યા. માત્ર એક પ્રતિભાવ તરીકે. ઋણસ્વીકાર તરીકે, કારણ મારી એ વખતની પીડા ભરી સ્થિતિમાં મને એણે અકલ્પ્ય સંબલ આપ્યું હતું. મને એ લખ્યા પછી સારુ, હળવું લાગ્યું અને હું મારા કામે, ચિન્તાઓના વ્યવસાયની સ્તો, લાગ્યો.

પણ, વિપુલભાઇ જેનું નામ. હું તો એમને ઓળખતો પણ નહોતો. છતાં એમનો સરસ મેઇલ આવ્યો. ઔપચારિક આભાર ઉપરાંત એમને ઉમાશંકર વિષે લખેલો પ્રસંગ ગમ્યો હશે, તો એ “ઓપિનિયન”માં મૂકવા માટે મારા ઢંગધડા વગરના અંગ્રેજી ફકરાનું સરસ ગુજરાતી ભાષાન્તર કરીને મને બતાવ્યું. મેં તો છાપવાને ઈરાદે લખ્યુ જ નહોતું. એથી એમના અનુવાદમાં ફેરફારો સૂચવ્યા. એમણે એટલી મહેનત લીધી. મારો કોઈ જ લેખનનો અનુભવ નહિ, આથી મારા લખાણને printable કરવામાં બહુ મહેનત લાગી એ મને જણાયું.

આમ ત્રણ ચાર ઈ.મેઈલ ગયા આવ્યા અને ત્યાર બાદ આ મજકૂર એમણે “ઓપિનિયન”માં છાપ્યો. કૉલેજ મેગેઝિન બહાર મારો પહેલો છાપેલો લેખ!

પછી તો ‘હિન્દ સ્વરાજ’વાળો મારો લેખ છાપ્યો (અંગ્રેજીથી અનુવાદ કર્યો એમણે જ), અને જે વિદ્વાનનો પ્રતિભાવ મેં આપ્યો હતો (ડૉ ઉષાબહેન મહેતા, મણિભવનનાં ડિરેક્ટર) એમને પણ એ ફોર્વર્ડ કર્યો.

પછી તો મને ગુજરાતી ન આવડવાની શરમ આવી, અને એમની સલાહથી, ‘ગુજરાતી લેક્સિકોન’વાળા મૈત્રીબહેનની મદદથી થોડું ગુજરાતી ટાઈપ કરતાં શીખ્યો; એ એમને જ આભારી.

આટલી બધી કમિટમૅન્ટ અને ઍમ્પથી એક નવા નિશાળિયા માટે. પત્રકારત્વમાં અંગત રાગદ્વેષથી પ્રેરાઈ કેટલા ય લોકો કેવું કેવું કરતા હોય છે, ત્યારે આ ઉદાહરણ પણ જોવા મળે.

“ઑપિનિયન” એટલે મારો જ નહિ, બીજા કોઇનો પણ, એ એમનો credo છે.

ગાંધીના પત્રકારિત્વના વારસ નિ:સંદેહ વિપુલભાઈ જ છે.

સલામ.

https://www.facebook.com/satishchandra.joshi.54?epa=SEARCH_BOX  

Category :- Opinion / User Feedback

મરિઆના બાબરના લેખ [24 મે 2005*] વિશે થોડી વિગત અને સ્પષ્ટતા. ૧૯૪૭માં પાકિસ્તાનમાં હિંદુઓની વસતિ ૨૩ ટકા હતી. પરંતુ તેમાંથી મોટા ભાગના (૨૩ ટકામાંથી આશરે ૨૧ ટકા) હિંદુઓ પૂર્વ પાકિસ્તાનમાં  હતા. માટે પાકિસ્તાનમાં હિંદુઓની વસતિ ૨૩ ટકામાંથી ઘટીને ચાર ટકા થઈ તેમ કહેવું સાચું નથી. હાલના અંદાજ પ્રમાણે, ચાર ટકા એટલે સંખ્યાની રીતે ૮૦ લાખ લોકો થયા, એ આંકડા હિંદુઓની વસતિમાં ઘટાડો નહીં, વધારો સૂચવે છે. પૂર્વ પાકિસ્તાનમાંથી હિંદુઓએ ભારતમાં સ્થળાંતર શરૂ કર્યું, જે લગભગ ૧૯૫૫ સુધી ચાલુ રહ્યું ત્યાં તેમનું પ્રમાણ ૨૧ ટકામાંથી ઘટીને ૧૦ ટકા (૧ કરોડ ૭૫ લાખ) જેટલું થયું,

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 28 મે 2020

સંદર્ભ :

* https://opinionmagazine.co.uk/details/5796/corona-kaalmaam-pakistanmaam-laghumateeonee-sthiti  

Category :- Opinion / User Feedback