આવા ફોટા જોઈને કાં’થી યાદ આવે એ પાણીડાંનાં ગીતો?
કે આજ અમે પાણીડે ગ્યા’તાં સઈઅર મોરી ને જોયો સાયબો!
લખાઈ જાય છે જનમથી જ છઠ્ઠીના લેખમાં
કે મેલ કરવત પાણીડાં ને પાણીડાં!
કાં’તો નાનકાં ભઈલાને હાચવો કે નાનકી બેનડીને,
કાં’તો ઈંધણાં વીણવા જાવ ને કાં’તા પાણીડે !
ને કાં’તો દાદા-દાદીને દવાખાને લેઈ જાવ.
આ પીંછાટિયાએ કોઈ ’દિ તેલ ભાળ્યું નથી.
ને નવાં કપડાં કોને કે’વાય તે જાણે મારી બલારાત!
તમે માનો કે એખલો બાપો જ છાંટોપાણી કરે ને
માઈ કોરી રે’ય?
અરે, મારો એ બાપ માઈ છાંટોપાણી કરે ને
તો જ છોડે ની’ તો એને હારી પેઠે ઢીબે
ને હું વાત કરું?
દાદા-દાદી નિરાંતે જુએ પણ અરફ ની’કાડે.
એક દા’ડો નિહારે ગેઈલી,
બાજુવારી લેઈ ગયેલી ને પછી થોડા દાડા વધારે ગેઈ
ને લખતાંવાચતાં હીખી,
નિહારમાં નિબંધ લખવા કે’યું કે
તમારી દિનચર્યા લખો -
ને મેં તો આ બધું લઈખું
એટલે મે’તી તો રડવા લાગી!
પૂછે કે તું હાચ્ચે ઘેરે આટલું કામ કરે કે?
મેં કેયું કે ની’ કરું ને તો માઈબાપને ઢીબેડી કાઢતા વાર ની’ લાગે.
પણ લઈખું તે હારું કયરું, મે’તીને ખબર પડી એટલે
માઈ નિહાર ની’ મોકલતી ઉતી તે મે’તીએ હમજાવી એટલે
મને નિહાર જવાનું મલતું છે
ને હા......સ
કે એટલે વાર તો છૂટી એ ઘરથી.
જો કે નિહારમાં બી’ બધું કાંઈ હારું ની’મલે!
અમારી પાહે જ નિહારમાં કચરા વરાવે
ને સંડાસ બી’ સાફ કરાવે!
એમ કે’ય રે સ્વાવલંબન ને આત્મનિર્ભરતા!
આટલા ભારીન શબ્દમાં હમજ તો ની’ પડે
પણ મે’તી કે’ય કે ૨૦૨૦નો
નારો છે કે આક્મનિરભર બનો એટલે.......
બનવાનું!
તિયારે તો થાય કે જો બધે હરખું જ ઓય તો
હારું કાં ઓહે?
૮/૭/૨૦૨૦.
[આ તસવીર સૌમ્યા દ્વારા લેવાયેલી છે, એવું તસવીરમાં દેખાય છે તે જાણ ખાતર.]
Category :- Opinion / Photo Stories
ધોમધખતા તાપમાં પગે ચાલીને જે ઘરે જાય, તેને 'કોરોના વૉરિયર' કહેવાય? (50 રૂપિયા એક્સ્ટ્રાવાળી) શ્રમિક ટ્રેનમાં બેસવા માટે પૈસા ન હોય અને છતાં ય પરિવાર પાસે પહોંચવાનું હોય, તેને 'કોરોના સામે યુદ્ધ' કહેવાય? રસ્તામાં પોલીસ માર મારે, છતાં જે 'સાહસ'થી યાત્રા ચાલુ રાખે, તે ફૂલવર્ષા માટે લાયક ગણાય? 45 વર્ષનો બાંધકામ કામદાર, વિશ્વનાથ શિંદે, તેની 70 વર્ષનાં અંધ અને અપંગ કાકીને, નવી મુંબઈથી ઊંચકીને 459 કિલોમીટર દૂર અકોલામાં આવેલા ગામડે જઈ રહ્યો છે. "કાકીના પરિવારમાં બધા જ મરી ગયાં છે. એ સાવ જ એકલાં છે," શિંદેએ કહ્યું હતું. શિંદેની સાથે તેની પત્ની, બે બાળકો અને એક અંધ બહેન પણ આ 'યાત્રા'માં સામેલ હતી.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 12 મે 2020
Category :- Opinion / Photo Stories