OPINION

આનો કોઈ ઈલાજ

પ્રવીણા કડકિયા
01-10-2013

સેમી, નો સ્કૂલ ટુ ડે? યુ આર સ્ટીલ ઈન બેડ?

મૉમ, આય એમ સ્કેર્ડ.

વાય.

મૉમ, યુ ફરગોટ ગઈ કાલે સેવન્થ ગ્રેડર ગન લઈને આવ્યો હતો. આમારા ક્લાસના બે જણા

સિરયસ્લી ઈન્જર્ડ થયા છે. લાસ્ટ નાઈટ મને ડ્રિમમાં પણ એ છોકરાનો ફેસ દેખાતો હતો. સેમીનું નામ તો સુંદર સૌમિલ છે. અમેરિકામાં ભલભલા નામોનું શોર્ટ ફોર્મ થઈ જાય. મમ્મીએ સેમીના માથા પર હાથ મૂકી જોયો.

સેમી, યુ હેવ ફીવર. તાવ માપી જોયો ૧૦૨ ડિગ્રી હતો. મમ્મીએ માથા પર બરફના પાણીનાં પોતાં મૂકવાનું ચાલુ કર્યું. ડૉક્ટર ઘરમાં હતાં એટલે વાંધો ન હતો. સેમીના ડેડી 'ઈનટ્ર્નિસ્ટ અને મમ્મી પિડિયાટૃિશ્યન' હતાં. મીલી ખૂબ સાલસ હતી. સેમી પોતે કહેતી, તેના પપ્પા તેને સૌમિલ કહેતા. શ્રીકાંત મીલીને પરણી સુંદર રીતે જીવનમાં ગુંથાયો હતો. મીલી મળતાવડી હતી. ઈંડિયન કલ્ચર તેને ખૂબ ગમતું. ભારત ત્રણેક વાર આવી હતી. મુંબઈ શહેર તેને ન્યૂયોર્કની યાદ અપાવતું. જેમ  સેમી ગુજરાતી ડેડી પાસે લર્ન કરતો્ સેઈમ વે મીલી વૉઝ લર્નિંગ ટુ. મીલી એન્ડ શ્રી બોથ વર કનફ્યુઝ્ડ સ્કૂલોમાં પાગલની જેમ નાના બાલકોના ખૂન થતા જોઈ તે હચમચી ગઈ હતી. શ્રી, હાઉ  કેન વી કનવીન્સ સેમી ટો ગો બેક ટુ સ્કૂલ?  હી ઈઝ સ્કેર્ડ.'

શ્રી, યસ ડાર્લીંગ ઈટ વીલ ટેક સમ ટાઈમ.

સેમી વૉઝ નોટ રેડી ટો ગો ટુ સ્કૂલ.

મીલી એન્ડ શ્રી વેન્ટ ઓન વેકેશન. સેમી વૉઝ બીહેવિંગ લાઈક વેરી નોર્મલ ચાઈલ્ડ.

ઈન થ મોર્નિંગ મીલી સેઈડ, સેમી આઈ ગો વીથ યુ.

શી ડ્રોવ સેમી ટુ સ્કૂલ. તેની સાથે આખું અઠવાડિયું શાળામાં રહી.  આતો સારું હતું કે મીલી માટે એ પોસિબલ હતું. બાકી બધા બાળકોના માબાપ આવી રીતે બેસી ન શકે. 

ગુડ પાર્ટ મીલી, સેમીની સાથે ભણતા બધા બાળકોનું ધ્યાન રાખી રહી હતી. સેમીના ક્લાસમાં બીજા ૨૦ બાળકો હતાં.

મીલી વૉઝ પેરન્ટીંગ એવરીબડી. પરિણામ ખૂબ સુંદર આવ્યું. બીજા પેરન્ટસને પણ થયું આવી રીતે બાળકોને સાથ આપીશું તો તેમના દિલમાંથી ડર જશે.

મીલીએ શાળાના બાળકોના પેરન્ટસને પોતાને ત્યાં 'ટી' પર ઈનવાઈટ કર્યા. બધા સાથે ખુલ્લા દિલે વાત કરી. બધા પેરન્ટસ એક વાત પર સહમત હતાં કે તેમના બાળકો ડરી ગયા હતાં. કુમળી વય અને નજર સમક્ષ બીજા બાળકો ઘવાયા અને મર્યા એ સામાન્ય વાત ન હતી. અંતે સહુએ ટર્ન નક્કી કર્યા. જો કોઈને અનુકૂળ ન હોય તો બીજા પેરન્ટ્સે સ્વીચ કરવાની તૈયારી બતાવી .શાળાની સિક્યોરિટી ટાઈટ કરવાની પ્રિન્સિપાલે તૈયારી બતાવી.

સમાજમાં જેમ ભાંગફોડિયા અને ક્રુક વસે છે તેમ સારા માણસોની પણ કમી નથી.  મીલીએ પોતાની ઓફિસમાં એક ડિપાર્ટમેન્ટ ચાલુ કર્યો. પોતે નાના બાળકોની ડૉક્ટર હતી.  જે પણ નાનું બાળક આવા સંગોને કારણે શૉક અનુભવતું હોય તેની મફત ટ્રીટમેન્ટ કરવાનું ચાલુ કર્યું. એક નૉન પ્રોફિટ ઓરગનાઈઝેશન ચાલુ કરી સમાજને ઉપયોગી કાર્યમાં પ્રવૃત્ત થઈ. સમાજના બે પહેલુ છતા થયા. આનો ઈલાજ કરવા મીલીએ કમર કસી. સેમી અને તેના ફ્રેન્ડસ બધા હવે ધીરે ધીરે નોર્મલ થઈ રહ્યા હતાં.

'ઓ.કે. મોમ, યુ ડુ નોટ કમ ટુ સ્કૂલ. આઈ એમ ફાઇન.' મીલી અને શ્રી ખુશ થયાં કે હવે દીકરો નોર્મલ થઈ ગયો.  વીક એન્ડ પસાર થયું અને સેમી મનડે પાછો સ્કૂલે રોજની જેમ ગયો. લંચ ટાઇમમાં કાફેટેરિયામાં બધા શાંતિથી ખાવામાં મશગુલ હતા ત્યાં એક શિક્ષક ગન સાથે આવ્યા

અને આડેધડ -------------------------------

http://pravinash.wordpress.com/

Category :- Opinion Online / Opinion

તાજેતરમાં જર્મનીમાં સળંગ ત્રીજી વખત પોતાના પક્ષને ફાંકડી જીત અપાવીને એન્જેલા મર્કેલે ચાન્સેલર બનવાની હેટ્રીક સર્જી છે. એન્જેલા મર્કેલે ભારતનો સાથે હંમેશાં નિભાવ્યો છે

જર્મનીમાં ઇ.સ. ૨૦૦૫થી શાસન સંભાળનારાં ૫૯ વર્ષનાં એન્જેલા મર્કેલે વધુ એક વાર દુનિયાને દેખાડી દીધું કે લોકો તેને 'આયર્ન લેડી' કે 'આયર્ન ચાન્સેલર' અથવા કહો કે લોખંડી નેતા શા માટે કહે છે! જર્મનીમાં તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં એન્જેલા મર્કેલે પોતાના પક્ષ ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયને સળંગ ત્રીજી વખત બહુમતી અપાવીને સત્તાનો જંગ જીતી લીધો છે. એન્જેલા મર્કેલ સતત ત્રીજી વાર જર્મનીના ચાન્સેલર પર બિરાજમાન થશે. એન્જેલા મર્કેલના નેતૃત્વમાં તેમના પક્ષે છેલ્લાં ૨૦ વર્ષમાં સૌથી વધારે મતો મેળવ્યા છે. આ વખતની ચૂંટણીના વિજયનો સંપૂર્ણ શ્રેય એન્જેલાને જ જાય છે, કારણ કે ચૂંટણી દરમિયાન તેમની લોકપ્રિયતા પર જ સૌથી મોટો મદાર હતો અને જનતાએ પોતાની લાડકી લીડર 'એન્જી' વધુ એક વાર સત્તા સોંપીને હાશકારો અનુભવ્યો છે.

એન્જેલા મર્કેલના પક્ષને ૪૨.૨ ટકા મતો મળ્યા છે અને ૧૯૯૦ પછીનું સૌથી સારું પરફોર્મન્સ છે, પણ તેમના સાથી પક્ષ ફ્રી ડેમોક્રેટ્સને માત્ર ૪.૮ ટકા જ મત મળતાં પૂર્ણ બહુમતીથી તેમને માત્ર પાંચ બેઠકોનું છેટું રહી ગયું છે. હવે આ પાંચ બેઠકનો ખાડો પૂરવા તેમણે અન્ય પક્ષનો સાથ મેળવવો પડશે, જે આસાનીથી મળી પણ જશે. જર્મનીમાં ૧૯૫૭ પછી એકેય પક્ષને પૂર્ણ બહુમતી મળી નથી અને ત્યારથી આજ સુધી આપણી જેમ જ ત્યાં પણ ગઠબંધન સરકારનો જ દોર ચાલુ છે. અલબત્ત, આ વખતે આશા હતી કે એન્જેલા પૂર્ણ બહુમતી હાંસલ કરવામાં સફળ રહેશે, પણ માત્ર પાંચ બેઠકનું છેટું રહી ગયું!

જર્મનીના 'ધ ડિક્ટેટર' હિટલરથી આખી દુનિયા તોબા પોકારી ચૂકી હતી, પણ એન્જેલા મર્કેલ નામના 'ધ ડિસાઇડર'થી આખી દુનિયા પ્રભાવિત છે. ફોર્બ્સ મેગેઝિને પ્રસિદ્ધ કરેલી વિશ્વની સૌથી પ્રભાવશાળી વ્યક્તિની યાદીમાં એન્જેલા મર્કેલનું નામ બીજા ક્રમે છે. દુનિયાની કોઈ પણ મહિલાએ હાંસલ કરેલો આ સર્વોચ્ચ રેન્ક છે. ભાગ્યે જ પોતાના મનોભાવો ચહેરા પર પ્રગટ કરનાર આ મહિલા નેતાએ 'ટ્રીટી ઓફ લિસ્બન' અને 'બર્લિન ડિક્લેરેશન'માં મોટું યોગદાન આપેલું છે. એન્જેલા જી-૮નું ચેરમેન પદ પણ ભોગવી ચૂક્યાં છે અને આ પદે પહોંચાનારાં તેઓ માર્ગારેટ થેચર પછીની બીજી મહિલા નેતા છે. સમગ્ર યુરોપમાં આજે એન્જેલા જેટલું મોટું રાજકીય વ્યક્તિત્વ કોઈ ધરાવતું નથી ત્યારે તમામ યુરોપીયન પ્રોજેક્ટ કે નિર્ણયોમાં તેમની અવગણના થઈ શકે એમ નથી.

સૌથી લાંબા સયમ સુધી શાસન કરવાના માર્ગારેટ થેચરના રેકોર્ડને તોડવા તરફ ગતિ કરી રહેલાં એન્જેલા મર્કેલની જર્મનીમાં અકબંધ લોકપ્રિયતા પાછળનું મૂખ્ય કારણ એ છે કે ૨૦૧૦માં સર્જાયેલી યુરોઝોન ક્રાઇસીસમાં તેમણે પોતાના દેશના અર્થતંત્રની સ્થિરતા જાળવી રાખી હતી અને દેશની પ્રગતિને ઉની આંચ આવવા નહોતી દીધી. યુરોઝોન ક્રાઇસીસ બાદ તેઓ યુરોપના એક માત્ર લીડર છે, જેમણે પોતાની ગાદી સાચવી રાખી છે. બાકી, યુરોપના ૧૭ દેશોમાંથી ૧૨ દેશની તત્કાલિન સરકારોએ સત્તાથી હાથ ધોવા પડયા છે. એકમાત્ર મહાસત્તા અમેરિકા પણ બેરોજગારી સામે લાચાર છે ત્યારે છેલ્લા બે દાયકામાં જર્મનીમાં બેરોજગારીનો દર સૌથી નીચે ગયેલો છે, જેનો શ્રેય પણ એન્જેલા અને તેની સરકારને જાય છે.

એન્જેલા અને ભારત

એન્જેલા મર્કેલે ભારત સાથે હંમેશાં સકારાત્મક અભિગમ ધરાવ્યો છે. ૨૦૦૫માં સત્તા પર આવ્યા પછી તેમણે ૨૦૦૬માં ઇન્ડો-જર્મન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સ્થાપી હતી. ડો. મનમોહનસિંહ સાથે તેમણે સંયુક્ત ઘોષણાપત્ર પણ જાહેર કરેલું અને બન્ને દેશ વચ્ચેના સંબંધો મજબૂત બનાવ્યા હતા. વર્ષ ૨૦૦૭માં એન્જેલા મર્કેલ ભારતની મુલાકાતે આવ્યા હતાં. તેમની મુલાકાતને કારણે સંબંધો ગાઢ બન્યા હતા. તેઓ ફરી ૨૦૧૧માં ભારત આવેલાં અને આપણે ત્યાં ઇન્ડો-જર્મન સંયુક્ત કેબિનેટનું આયોજન કરવામાં આવેલું. ભારત એશિયાનો એવો પહેલો દેશ બનેલો, જેણે જર્મની સાથે સંયુક્ત કેબિનેટ યોજી હતી.

આંતરરાષ્ટ્રીય સ્તરે એન્જેલા મર્કેલના યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને વર્ષ ૨૦૦૯માં ભારત સરકાર તરફથી જવાહરલાલ નેહરુ એવોર્ડ ફોર ઇન્ટરનેશનલ અંડરસ્ટેન્ડિંગ એનાયત કરાયો હતો.

એન્જેલાએ ભારત સાથે સંબંધો નિભાવ્યા છે તો સામે છેડે ચીનને તેની ઓકાત પણ બતાવેલી છે. ૨૦૦૭માં તેમણે દલાઈ લામા સાથે મુલાકાત યોજી ત્યારે ચીને બહુ વિરોધ કર્યો હતો, પણ તેમણે ગણકાર્યો નહોતો અને દલાઈ લામાને પ્રેમપૂર્વક મળ્યા હતાં. અલબત્ત, આ મુલાકાત અનઔપચારિક હતી છતાં પણ તેમણે ચીનની સાડીબારી રાખ્યા વિના દલાઈ લામાને મળ્યા હતાં.

લોખંડી નેતાને સો સો સલામ !

[email protected]

(સૌજન્યઃ ‘સમય-સંકેત’, સંસ્કાર પૂર્તિ, “સંદેશ”, 29 સપ્ટેમ્બર 2013)

Category :- Opinion Online / Opinion