FEATURES

વલ્લભ નાંઢા - પંચોતેરમે

અનિલ વ્યાસ / ધવલ વ્યાસ / વલ્લભ નાંઢા / દીપક નાંઢા / જય કાન્ત
05-08-2014

મર્મસ્થાનને પંપાળી જતી વાર્તાઓનો માલિક

• અનિલ વ્યાસ •

મારા જન્મ પહેલાંથી એટલે ઘણું ખરું છ દાયકાથી સાહિત્ય સેવતા માતબર સર્જક વલ્લભ નાંઢાની વાર્તાકલા વિશે વાત કરવાનો મોકો મળ્યો એનો આનંદ છે. વલ્લભભાઈ વાર્તાકાર તરીકે બ્રિટનના વાર્તાકારોમાં મુઠ્ઠી ઊંચેરા છે. વીસેક વર્ષની વયે ‘ભણેલી વહુ’ નામની વાર્તાથી શરૂ થયેલી સર્જક યાત્રામાં સો ઉપરાંત વાર્તાઓ એમણે લખી હોવાનું જણાય છે.

જાણીતા વાર્તાકાર મધુ રાય એમને માટે લખે છે - ‘કોઈ પણ અતિશયોક્તિ વિના કહી શકાય કે વલ્લભ નાંઢાની વાર્તાઓ ગુજરાતીની પ્રથમ પંકતિની વાર્તાઓમાં સ્થાન પામે એવી છે.’ વલ્લભ નાંઢાની ડાયસ્પોરિક વાર્તાસૃષ્ટિ વિવિધ તરેહોમાં વહે છે. પ્રણયકથાઓ, પ્રણયત્રિકોણ, સામાજિક-સાંસ્કૃિતગત સવલતો, વિષમતાની વાર્તાઓ, ગુનાહિત માનસ, ગુનો અને દુરિતની વાર્તાઓ, તો સામે પક્ષે જીવનમૂલ્ય અને પ્રામણિકતાની વાર્તાઓ એમ વિવિધ વિષયોમાં એમની વાર્તાઓ વિહરે છે.

જો કે આજના સમયમાં વાર્તાકારોને જેમાં સહેજ ઓછો રસ પડે છે એવી ભૂતકથાઓ એમણે ખાસી લખી છે. ભૂતકથાથી વાત નીકળી જ છે તો કહું કે કથન, અને કથનની રીત એકમેકમાં ભળે એવી ગદ્ય લઢણ સાથે આસ્વાદકર ગદ્યમાં લખાયેલી ભૂતકથાઓ મને ‘ઓ હેનરી’ અને બીજા ચડિયાતા વાર્તાકારોની યાદ અપાવે છે. એમની ‘ખંડિયેર’, ‘સહવાસ એક રાતનો’, ‘શ્રદ્ધાનો વિષય’ અને રાતવાસો, ખૂબ જ સરસ રીતે લખાયેલી ભૂતકથાઓ છે. અને આ વાર્તાઓ 1990થી 1995માં કે જ્યારે આધુનિક વાર્તા લખવી એ સહુ વાર્તાકારોની પ્રથમ પસંદગી હતી. સુરેશ જોશીએ ઘટનાના તીરોધાનની વાત મૂકી અને એવું વાતાવરણ રચાયું કે ઘટનાના ભારથી વાર્તા દબાઈ ગઈ હોય પણ વલ્લભભાઈ તો પરંપરાગત વાર્તાકળાને જ વર્યા છે. એમણે બેએક વાર્તાઓ આધુનિક શૈલીની આપવાનો પ્રયત્ન કર્યો છે પણ એમાં ય ઘટનાનો તાણોવાણો ચૂકાયો નથી. ‘કાયર’, ‘કારણકે’ જેવી વાર્તાઓમાં આ તત્ત્વ નજરે પડે છે.

એમની પ્રણય કથાઓમાં ‘આઘાત - પ્રત્યાઘાત’, ‘અજાણ્યો ચહેરો’, ‘વિંધાણું ઈ મોતી’, ‘દિલકે તરાને’, પણ સરસ રીતે લખાયેલી છે. એમણે માત્ર પૈસો અને શારીરિક સુખના મોહમાં રાચતી યુવતીની વાત કરી છે ત્યારે ભાવક્ને એક ક્ષણ અલ્પા પર ધિક્કાર કે ઘૃણા જન્મે. પણ લેખકને તો મધુ રાય કહે છે તેમ કલમની શાહીમાં એક જૂદો જ મનહર રંગ ભરવો છે.

(વધામણીની પ્રસ્તાવના)

‘કોઈ પણ અતિશયોક્તિ વિના કહી શકાય કે વલ્લભ નાંઢાની વાર્તાઓ ગુજરાતીની પ્રથમ પંક્તિની વાર્તાઓમાં સ્થાન પામે એવી છે.

વલ્લભભાઈ લંડન રહે છે તે વાતે એક રીતે એમને અન્યાય થયો છે, કે હાલ ગુજરાતમાં ઊડતી ક્રિયેટિવિટીની છોળોની વાછટ તે ઝીલી શકતા નથી. પરંતુ સામા પક્ષે એમના લંડનવાસના કારણે, એમની આફ્રિકાની પૃષ્ટભૂના કારણે, એમની વાર્તાઓમાં એક અનન્ય નવીનતા પ્રવેશે છે જે એમની કલમની શાહીમાં એક જુદો મનહર રંગ ભરે છે.

‘અલ્પા, તું કોઈ શેઠિયાના દીકરા સાથે લગ્ન કરવા માગે છે પણ એવો છોકરો તને મળશે તોયે હૅન્ડસમ નહીં હોય. નકર તે અત્યાર સુધી કુંવારો રહે?’

‘તો હું શું કરું ...? ‘અલ્પાએ કહ્યું,  ‘... તો મને શ્રીમંત પતિ મળે?’

‘છોકરી, પૈસા પૈસાને ઠેકાણે છે, પૈસાની જરૂર નથી એમ નથી કહેતી. પણા પૈસા કમાઈ લેવાય, અને અચાનક ગુમાવી પણ દેવાય.’

‘મને ખબર છે, તને સેક્સની ઘેલછા છે!’ અલ્પા હસવા લાગી.

‘ગરીબ હોય કે પૈસાદાર, જો વરમાં પાણી ના હોય તો જન્મારો ફોગટ જાય, મૂરખી!’ હેમાએ ડાબી ભમ્મર સહેજ ફરકાવી. ‘એટલામાં સમજી જા!’

‘પણ અલ્પાનું શું’ નામની વાર્તામાં અલ્પા શ્રીમંત વર શોધે છે, અને એની બહેનપણી તેને સમજાવે છે કે પૈસા કરતાં સેક્સ વધુ અગત્યની છે. વાર્તાકાર એવી ચતુરાઈથી વાર્તાના પાત્રોને ચક્કર –ભમ્મર ફેરવી અલ્પાને શ્રીમંત પતિ પણ અપાવે છે, સેકસી પ્રેમી પણ અપાવે છે, અને હસીને વાચકને એક ઓચિંતો ઘૂમતો પણ મારે છે વાંસે, જા, મજા કર!’

મૂળે આ વાર્તાના પાત્રો અને વાતાવરણ ભારતીય હોવા છતાં ભૌતિકવાદ અને આધુનિક જીવન મૂલ્યોની પોકળતા સાથે કૃતક પ્રેમની અભિવ્યક્તિ રચી આપે છે. એમની ‘બિગડે દિલ શેહજાદે’ વાર્તાનાયકનાં બદલાયેલાં વલણ અને વૈર-વૃત્તિની એક પરત નીચે ચાલતી કરુણ પ્રેમગાથા છે. તો ‘ખેપાની ગોધો’માં બળવંત જાની નોંધે છે એમ વીસમી સદીના ઉત્તરાર્ધાથી વધતી રહેલી સ્વકેન્દ્રીતા, દંભાચાર, અનીતિ, અને ભોક્તાવદના નિમિત્તે સાંસ્કૃિતક વિપર્યાસોનું જે વિશ્વ આકાર લઈ રહ્યું છે તેના કારણ રૂપે ઉપસેલાં માનવસંબંધોની અવિશ્વનિયતા આ વાર્તાનું મુખ્ય ધ્વનિ બની રહે છે. તો ‘ત્રીજો આઘાત’માં આકસ્મિક મળતાં જીવન આનંદની વાત છે.

વલ્લભભાઈની કેટલીક મને અત્યંત પસંદ પડેલી વાર્તાઓમાંની એક છે ‘ઇલિંગ રોડ પર ચોરી’. આ વાર્તામાં માણસની સાહજિક દુરિત વૃત્તિને સહેજ રમૂજના લહેજામાં પણ ખૂબ જ કુશળતાથી વ્યકત કરવામાં આવી છે. વિધવિધ પ્રકારની નાનકડી ચોરીઓ કરી શરીફ હોવાનો દંભ કરતા ઝગડતા માણસોની વાત વલ્લભભાઈ તમને કહે છે પણ પેલી ખરી ચોરી તો ગિરધરલાલના મનમાં છે. એ ચોરી સર્જકે ક્યાંય ખુલ્લા બનીને કરી નથી પણ ઈંગિતો આપી જે રીતે વ્યંજનાપૂર્વક વાત મૂકી આપી છે ને ભાવકને પૂછ્યું છે ચોરી કરવાની એક મજા છે કાં? આ સર્જકને જે કહેવું છે એ સાવ અનોખી રીતે કહેવાયું છે. એમની રચનારીતિથી કલાકીય બનતી બીજી વાર્તા છે ‘મૃગતૃષ્ણા’. આ વાર્તામાં પૂનરાવર્તન થકી આવતો અંત ને એમાંથી પ્રગટતી વ્યંજના વાર્તાને એક નવું જ પરિમાણ આપે છે. વલ્લભભાઈ બહુ જા સાદી રીતે વાત કહે છે. પણ એમનું કથન અને કથનની રીત એકમેકમાં સુમેળ ભળે છે. સંવાદોમાં બોલચાલની ભાષા અને વિદ્વતા કે લલિત ગદ્યના મોહમાં પડ્યા વગર વલ્લભભાઈ કલાત્મક વાર્તા રચે છે.

વાર્તાકાર બધું ઝીણી નજરે તપાસી તમારી સામે એ રીતે રજૂ કરે છે કે બધું તાદૃશ્ય જેમ કે (પાગલ પૃષ્ઠ – 81)

‘દસકાઓ પહેલાં સરમુખ્ત્યાર ઈદી અમીને જ્યારે યુગાંડામાંથી એશિયનોની હકાલપટ્ટી કરી ત્યારે નંદનવન સરખા એ દેશ સાથેનાં માયા-મમતાના વાઘા એકાએક ઉતારી નાખી, એ દેશની ભૂમિ પરથી દેરા-તંબુ વીંટી લેતાં સૌનાં દિલમાં ગભરાટ હતો. એશિયન વસાહત ઊંડી ચિંતામાં પડી ગઈ હતી,પરિવારો તૂટવા લાગ્યા હતા. સમાજ આખો વેરવિખેર થઈ રહ્યો હતો. જેને જેમ સૂઝ્યું તેમ દરેક તેની આવડત મુજબ વહેલી તકે દેશ છોડી જવાની વેતરણમાં હતું. કેટલાંકે યુરોપનાં પ્લેન પકડ્યાં, તો કેટલાંકે અમેરિકાનાં! પરંતુ જેઓ એ દેશના નાગરિક બન્યા હતા તેમની સ્થિતિ કફોડી બની હતી. એમની પાસે દેશ છોડવાનો કોઈ વિકલ્પ નહોતો રહ્યો.’

વાત સહેજ ફંટાઈ ગઈ પણ એમની બીજી વાર્તા ‘ચામડીનો રંગ’ અહીં વાર્તાકાર અન્યાયની વાત કહેવાની સાથે ન્યાય ન કરવાની વૃત્તિ અને વલણને સહેજે ય મુખર થયા સિવાય સ્પષ્ટ કરી આપે છે. સાથે સાથે એક વિશેષ પ્રજાસમૂહની દોગલી નીતિ અને ઢાંક્પીછોડા ખુલ્લા કરી આપે છે. તો ‘પરી ક્યા ચીજ હૈ’માં સુમનભાઈ અને સુમિત્રાબહેનનાં દુ:ખ અને વ્યથાનો એ જ રીતે રમતરમતમાં ભાવકને અનુભવ કરાવે છે. વલ્લભ નાંઢાના જીવનમાં આવતાં ગયેલા પરિવર્તનનો રાજકીય સામાજિક વાતાવરણ અને ઈંગ્લેન્ડનાં આધુનિક સમાજનું નિરૂપણ તો જોવા મળે પણ ‘ઈશ્કની ગુલામી’, ‘કોનાવા’, ‘સ્મરણ-મંજૂષા’ જેવી વાર્તાઓમાં એમનાં આફ્રિકાના વસવાટ અને અનુભવોનો વારસો પણ અનુભવવા મળે છે.

વલ્લભ નાંઢા માને છે કે વાર્તાને છેડે ચોટ આવવી જોઇએ. આ સીધું સ્ટેટમેંન્ટ એટલા માટે કે એમની લગભગ બધી જ વાર્તાઓમાં વાર્તાકારનો આ આગ્રહ હોવાનું જણાઈ આવે છે. પરંતુ વાચકોને ઝાટકો આપવો જોઇએ પણ ચોંકાવીને કે વાર્તાને બિનૌપકારક થાય એવી રીતે નહીં.  જેમ કે ‘ત્રીજો આઘાત’ વાર્તામાં અંતે ખાધું પીધું ને રાજ કર્યુંનો અપાયેલો ત્રીજો આઘાત મુખ્યપાત્રના જીવનમાં આવેલા અગાઉના આઘાતથી સાવ નોખો છે. સમગ્ર વાર્તામાં વણાતું આવતું કારુણ્ય અંતે પલટો મારે છે. આ પલટો ચોંકાવનારો છે પણ એથી વાર્તાકલાને હાની પહોંચી છે, એવું નમ્રપણે નોંધું છું. એવી જા રીતે ‘આઘાત-પ્રત્યાઘાત’ વાર્તાને અંતે નાયિકાને કેન્સર થવાની વાત સહેજ વધુ પડતી આકરી રીતે કહેવાઈ છે. અંતે ચોટ આપવાના પ્રયાસમાં સમગ્ર વાર્તામાં પ્રેમની જે નાજુકાઈ અને પ્રતિબદ્ધતા નિરૂપાઈ છે એને તોડે છે. બિભત્સ આલેખન ભાવકને ચોંકાવવા સાથે વિહ્વળ બનાવી મૂકે છે. આ સંબંધે ‘ગોળધાણા’, ‘વિંધાણું ઈ મોતી’ અને ‘ખોવાયેલો ટહુકાર’ કેવી સરસ રીતે રજૂ  થઈ છે એ તપાસવું રસપ્રદ થઈ પડશે.

વલ્લભભાઈ પ્રજાજીવન અને માણસની આંતરિક વૃત્તિઓના પારખુ છે. એમણે વિવિધ પાસાંઓ ઉજાગર કરી વિશિષ્ટ વાર્તાઓ આપી છે. ઓફિસ જીવન અને સાથી મિત્રોની ચાલાકીની વાતો તો ગુનો અને ગુનાખોરોની વાર્તા, ના ગુનાખોરી નહિ. સદ્દ અને અસદ્દના સંઘર્ષમાં સર્જકને રસ પડે છે. સંસ્કૃિતગત કે સ્વભાવગત દૂષણો વિકસતાં મનુષ્યમાં આવતાં પરિવર્તનો અને સરળતાથી બધું પામી લેવાની લાલચને લીધે વિકસતી વિષમતા અને વર્તૂણકને બહુ ઝીણવટથી તપાસે છે. ‘જોડી તૂટે તો શું થાય?’, ‘ત્રણ પત્તનો જુગાર’, ‘ભણેલી વહુ’ અને ‘કાશીમાં મરણ’, ‘કાનોકાન’, ‘માદળિયું’ જેવી વાર્તાઓમાં માણસની લાલચ, લોભ અને દુરિત વૃત્તિનું સરસ આલેખન જોવા મળે છે.

તો સામે છેડે નીતિમત્તા અને પ્રામાણિક જીવન જીવવાના સંતોષ અને દુરિતને સમર્પણભાવથી લેતાં સજ્જનોની કથા પણ લેખક સુચારુ માંડે છે. એમની ‘શારદા મંદિર’ના નાયક્નો સીસ્ટમ અને ભ્રષ્ટાચાર સામેનો તીવ્ર આક્રોશ વાચકને સ્તબ્ધ કરી મૂકે છે. ‘કોનાવા’માં સાવ અજાણ્યા દ્વારા મળતી સહાય અને એ સફેદ ખમીસ અને વાદળી પાટલૂન પહેરેલો, કલમે અકાળે ધોળા થતા વાળ, ગાલ પાસે એક તલ અને જમણી ભમ્મર પર એક કાપાના નિશાનવાળો દકુભાઈ .... કોણ દકુભાઈ, નથી ગામ કે નથી માણસ – ને વર્ષો વીત્યે મળે છે ત્યારે એક વાત, સારાં કામની શરૂઆત કોકે તો કરવી જોયે. આ વાત અસદ્દ પર સદ્દનો વિજય. ભૂતકથા લાગતી વાર્તા ‘બારીના કાચમાં દેખાતો ચહેરો.’માં સુંદર રીતે નિરુપાઈ છે. ‘હરિના લાલ’ વાર્તામાં ગાંધીજીની સમગ્ર શીખ એક શબ્દ બોલાયા સિવાય મુકાયેલી દેખાય છે. શરૂથી અંત સુધી એક સરખું દોડતું રસ નિરૂપણ વલ્લભભાઈની સિદ્ધિ છે. કથાપ્રવાહ એવો કે ભાવક ખેંચાતો જાય. એમને કલા પીરસવી છે એમ જ સાદગીથી. અનુભવ કે અનુભૂતિકરણનું વાર્તામાં રૂપાંતર ખાસો કસબ માંગી લે છે. વાર્તાકાર કિરીટ દૂધાત કહે છે : ‘કથાકારે પોતાના સર્જન પાછળ ખુદને એવી રીતે છુપાવી દેવો જોઇએ કે જેવી રીતે ઈશ્વર આ સૃષ્ટિમાં છુપાયો છે.’

વાર્તામાં ઘટનાના ચોસલા પડે એવી હોવી ઘટ્ટ જોઇએ. કોઇ પણ મૂર્ત કે અમૂર્તની લાગણી સમજવા માટે ઘટના એકદમ મહત્ત્વની વસ્તુ છે, જેમાં માંડીને કથા કહેવાઈ હોય. વલ્લભ (ભગવાન શ્રીકૃષ્ણનું પણ એક નામ વલ્લભ ખરું કે નહિ?) ભાઈની વાર્તામાં ઘટના બરોબર આવી જ રીતે મુકાયેલી છે.

એમણે શૈલીના વિવિધ પ્રયોગો પણ કર્યા છે. પત્રશૈલી; પાત્રો દ્વારા નહિ, પણ પાત્રોની ગાથામાંથી વાર્તા કહેવાની પધ્ધતિ. એમણે ‘રિવર્સ ટેલીપથી’ લખી છે. તો લોકકથાની શૈલીમાં માંડી છે ‘ઘરડાં ગાડાં વાળે!). વલ્લભભાઈની આ વાર્તા વાંચ્યા પછી થાય છે - લેખકે આજ સુધી ‘બાળવાર્તા’ કેમ નથી લખી?

વલ્લભભાઈએ લંડનમાં વસી અહીંના સમાજજીવન અને ભારતીય કુટુંબો અહીં વસ્યા પછી કઈ સમસ્યાઓ અને વાતાવરણનો સામનો કરે છે એવી એકાધિક વાર્તાઓ આપી છે. (આ બધી વાર્તાઓને (‘ડાયસ્પોરા વાર્તા ‘એમ કહી વિપુલ કલ્યાણી નવાજી શકે). વધતા જતા ભૌતિકવાદ, સ્વાર્થી રહન-સહન શૈલી, અને ભોગવાદી જીવનની બેફિકરાઈથી નિપજતા પરિણામો. પાશ્ચાત્ય મોહમાં તણાતા યુવાનોની લથડતી - નિષ્ફળ બની જતી જિંદગીની વાર્તાઓ ‘રેતીનોમહેલ’, ‘રેખા રેખા’, ‘ભાગીદાર’, ‘ત્રીજી દુર્ઘટના’, ‘આશરો’, ‘વધામણી’. યાદી લાંબી છે. પરંતુ વલ્લભભાઈ તમારા અહીંના અનુભવોમાંથી નિપજેલું – નીવડેલું સર્જન ભાવક્ને પરિસ્થિતિબોધ ઉપરાંત નવા વલણનાં દુષ્પરિણામોથી ચેતવે છે. વાર્તાકાર વાર્તા તો સમાજમાંથી જ લખે છે. રસ્તા પર થતી નાનકડી બોલાચાલી આપણું કેવું ધ્યાન ખેંચી છે? તો આસપાસ બનતી ઘટનાઓ તો ન આકર્ષે તો જ નવાઈ.’ ‘ખમીર’ વાર્તામાં સંઘર્ષ અને સમાજને ઉપયોગી કાર્યમય જિવાતા જીવનની ગાથા છે. વિષમતામાંથી પણ વિશિષ્ટતા સર્જી શકાય છે એ કેવી સાવ સાદી રીતે કહેવાયું છે?

‘ત્રીજી દુર્ઘટના’, ‘રેતીનો મહેલ’, ‘ઝંખના’ સ્ત્રી પુરુષના સંબંધોની બેવફાઈની વાત કરે છે. તો ‘ભાગીદાર’,    ‘રેખા રેખા’ અને ‘વધામણી’ વાર્તાઓમાં સંયુક્ત કુટુંબમાં વડીલોના ંશોષણ કે અવહેલનાનું નિરૂપણ થયું છે.

વલ્લભ નાંઢાની વાર્તાગાથા તો લાંબી છે. સેંચ્યુરી અમથી થોડી થાય? પણ એટલું અચૂક કહેવાનું મન થાય કે ભલે વલ્લભભાઈ દેશમાં ઉડતી સર્જકતા છોળોથી ભીંજાયા નહિ હોય પણ વહી આવેલી ભીની માટીની સુગંધ એમણે માણી છે. એ ગરમ ગરમ ધરતી પર પડતાં ફોરાંની ભોંય એમના સર્જનમાં અનુભવાય છે.

હા, સહેજ વસવસો રહી જાય છે. સરસ બનવાની શક્યતા ધરાવતી કેટલીક વાર્તાઓ જાણે એમ જ મુકાઈ ગઈ. તીરંદાઝ્નું નિશાન ચૂકાયું. વલ્લભભાઈ પ્રણય નિરૂપણ સરસ રીતે કરે છે. સેક્સની વાત લખે છે ત્યારે પૂરા આદમીય જોશથી લખે છે. પણ શાંત સરળ વહેતા પ્રેમના વહેણને એ ઠેકી જાય છે.

એમની વાર્તા ‘ઋણનો બદલો’ અને ‘હિજરાતાં હૈયાં’(બે ઉદાહરણ બસ થશે.)માં આ ધીરે વહેતો કરુણ અને પ્રેમની મધ્ધિમ ફુઆર અનુભવાયા છે. પણ થાય છે ક્યાંક કચાશ રહી ગઈ છે. વળી કેટલીક વાર્તાઓ ઉતાવળે લખાયાનું અનુભવાય છે. ‘ઢીમણું’, ‘સુફોન કોની?’, ‘અધિકાર’, ‘ખૂની’, ‘દિલકે તરાને’ વાંચતાં સહેજ ખટકો જાગે છે. પણ એવા શા રંજ? અમને તો ગમે છે. એમણે ઝીલેલા સ્થળ અને સમયના દૃશ્યો, એમનું નિરૂપણ અને એ થકી અમને પમાતાં પ્રત્યક્ષીકરણ જિવંત દૃશ્યો. એમની ભાષાની લહેક, બળ્યું સહેજ મધુ રાયની છાંટ વરતાય તો ... પણ સરળ ભાષા, બોલચાલના સંવાદો, ખોટાં વર્ણનો કે ઉપમાઓનો ભાર નહિ ને પ્રગટ થતી આધુનિક સંવેદના. અમારા મર્મસ્થાનને પંપાળી જતી વાર્તાઓ આપવા બદલ આભાર. ને બળવંત નાયકે કહ્યું એમ :

‘What a story is about is a question of how it is told. You cannot separate the tale from telling’ and you did it, story teller Mr. Nandha. Many thanks again. 

e-mail: [email protected]

 

***

નિબંધોમાં સંશોધનવૃત્તિ સ્પષ્ટપણે ઝલકાય છે

• ધવલ સુધનવા વ્યાસ •

મુજ અબુધની એટલી શક્તિ નથી કે હું આટલા મોટા ગજાના લેખકની કોઈ મૂલવણી કરું કે નથી તો તમ શ્રોતાઓ સામે મારી એવી કોઈ હેસિયત કે હું તેમની કૃતિઓથી તમને અવગત કરાવું. પરંતુ આ એક વિનમ્ર પ્રયાસ છે કે હું કદાચ આજના આ અવસરનો ઉપયોગ કરી તેમની કૃતિઓનો થોડો રસાસ્વાદ કરાવી શકું અને બાકી આપ સહુને જ્ઞાત કરી શકું કે આપણી વચ્ચે બેઠેલા આ એક ઉમદા વ્યક્તિની કલમ કેટલી વૈવિધ્યસભર છે.

આમ તો આ પુસ્તકની  પ્રસ્તાવનામાં ગુજરાતી સાહિત્ય અકાદમીના તત્કાલિન પ્રમુખ પોપટલાલ જરીવાલાએ કહ્યું છે કે, "આ લેખો દ્વારા વલ્લભભાઈની રચનાશક્તિનો, જાહેરજીવનમાં એમને થયેલા પરિચયોનો, ઘટનાવૈવિધ્યનો, એમની નિરૂપણશક્તિનો તેમ જ એમાનાં સાહિત્યકસબનો પણ આ લેખો દ્વારા પરિચય થયા વિના નહીં રહે."

પુસ્તકની શરૂઆત જ પ્રસંગાલેખનરૂપ નિબંધથી થાય છે. આ લેખ આમ તો ગુજરાતી સાહિત્ય અકાદમીની ૨૪/૦૨/૯૫ના રોજ યોજાએલી સ્મૃિતસભાનું રિપોર્ટીંગ છે. પરંતુ વલ્લભભાઈની લેખનકુશળતાનું આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કે વાચકને એ કોઈ પણ દૃષ્ટિકોણથી રિપોર્ટસમું નથી લાગતું. વિષયની પ્રવાહિતા અને વક્તવ્યોની તથા અન્ય આલેખનોની ગૂંથણી એમણે એવી સુપેરે કરી છે કે મારા જેવા અજ્ઞાનીને પણ નિબંધ પૂર્ણ થયે શાંતશીલાબહેન ગજ્જરનાં સમગ્ર જીવનકવનની માહિતી મળી ચૂકી હોય. આ લેખમાં એમણે એટલી તો સુંદર રીતે અને સહજતાથી શાંતશીલાબહેનનાં બાળપણથી લઈને નિધન સુધીની વાત કરી છે. ફક્ત તેઓનાં અંગત જીવનની જ નહિ પણ તેમણે ખેડેલા સાહિત્યસોપાનોની પણ, ખાસ કરીને “સંગના” ત્રૈમાસિકની શરૂઆતથી અંત સુધીની વાત એમણે વિવિધ વક્તાઓનાં શબ્દોમાં અત્યંત તરલતાથી રજૂ કરી છે. અનેક વક્તાઓનાં મંતવ્યો ટાંક્યા હોવા છતાં તેમણે એ વાતનું ધ્યાન રાખ્યું છે કે વાચકને ક્યાં ય માહિતીનું રિપિટેશન ના લાગે. વચ્ચે વચ્ચે પુરવણીરૂપ શાંતશીલાબહેને આફ્રિકામાં કરેલા અન્ય સામાજિક કાર્યોની પણ વાતો ટાંકતા રહીને લેખકે આ પ્રથમ પરિચયાત્મક કે પ્રસંગાલેખનને અત્યંત રસપ્રદ રીતે રજૂ કર્યું છે.

પુસ્તકમાં આવતા બીજા નિબંધને હું પુસ્તક વિવેચન શ્રેણીમાં મૂકીશ. વલ્લભભાઈ લેખનશૈલીના આ પ્રકારના 'રાજા' છે તેમ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી. આ વાત તેમણે કરેલા દરેક વિવેચનમાં સ્પષ્ટ તરી આવે છે. ભલે એ ...

• શ્રી બળવંત નાયક રચિત વાર્તાસંગ્રહ 'સફરના સાથી' હોય,

• વિશ્વપ્રવાસીની અનુભવકથા : થેમ્સ નદીને કાંઠેથી હોય,

• વસંત-લતા : પ્રણય અને પરિણયનો દસ્તાવેજ હોય કે પછી

• 'ઝરમર-ઝરમર'નું રસવિવેચન હોય.

વલ્લભભાઈએ પોતાની આગવી શૈલીમાં આ બધાં જ પુસ્તકોનો રસાસ્વાદ કરાવ્યો છે. ફક્ત એટલું જ નહીં, દરેક વખતે તેઓ આપણને કૃતિ પરિચય કરાવતા પહેલાં કર્તા પરિચય કે લેખકનો પરિચય કરાવવાનું ચુકતા નથી. તેમના પોતાના જ શબ્દોમાં કહું તો આ બધા જ લેખો ‘માહિતી અને માર્ગદર્શન - ઉભય દૃષ્ટિએ સમૃદ્ધ છે’.

'ધૃતરાષ્ટ્રની આંખોમાંથી આકાશ' એ વલ્લભભાઈનું પ્રવાસવર્ણન છે. નિબંધની શરૂઆતથી જ લેખકના સાહિત્યિક જીવનનો પરિચય થાય છે. જે સુંદર રીતે તેઓ મધરલેન્ડ, માતૃભૂમિ કે જન્મભૂમિ સાથેના લગાવની અને તેના પ્રત્યેનાં આકર્ષણની વાત કરે છે તેના કરતાં પણ વધુ પોતાની એ વર્ષોથી ઈચ્છેલી મુલાકાત દરમ્યાન પણ તેઓ અન્ય યાદો - સંભારણાઓ સાથે એકાત્મતા કેળવવાને બદલે વિદ્યા અને સાહિત્યના સ્થાનોની મુલાકત લે છે અને દારેસલામની શ્રી ટી.બી. શેઠ લાઈબ્રેરીની તથા મ્વાંઝાની 'ધ ઇન્ડિયન પબ્લિક સ્કૂલ' કે જ્યાં તેમણે પોતે અભ્યાસ કર્યો હતો, તેના વિષેનો સવિસ્તૃત અહેવાલ તેઓ આપે છે.

ટાન્ઝાનિયાના તેમના પ્રવાસ દરમ્યાન ત્યાંનાં ગામડાઓમાં વર્ષોથી નહિ થયેલા વિકાસ, અપૂરતી સુવિધાઓની સાથે સાથે તેઓ ગુજરાતી પરિવારોની દુર્દશા ટાંક્યા વગર નથી રહેતા. એટલું જ નહિ, ગુજરાતી પરિવારોની દુર્દશા કેમ છે તેના મૂળમાં પણ તેઓ ગુજરાતી ભાષા અને સાહિત્ય તથા સાંસ્કૃિતક વારસાની કરેલી અવહેલનાને જ જુએ છે. આ લેખક ખરેખર સાહિત્યનો જીવ છે. નિબંધના સમાપન સમયે તેઓ એક હૃદયદ્રાવક કથા કહે છે અને આપણી ભાષા અને સંસ્કૃિતની અવગણના થતી હોય તેવા સંજોગોમાં તાદૃશ એવી અનિલ જોષીની ગઝલપંક્તિઓ જણાવે છે, -

ક્યાં છે આવતી કાલ? 
અમારી સામે તો છે
ધૃતરાષ્ટ્રની આંખોમાંનું આકાશ
અને નર્યો રાખનો સૂરજ !

'પોપટલાલ જરીવાલા : એક નિરાળી પ્રતિભા'માં તેઓએ આપણી અકાદમીના પૂર્વપ્રમુખ ઉપર અત્યંત માહિતીસભર નિબંધ લખ્યો છે. અહીં બેઠેલા મોટા ભાગના તો અકાદમીના ઓફિસ બેરર્સથી સુપેરે પરિચિત હોય જ પણ મારા જેવા નવાગંતુકને આવી પ્રતિભાઓથી જ્ઞાત કરાવવાનું ઉત્કૃષ્ટ કાર્ય તેઓએ કર્યું છે. જરીવાલા સાહેબ અકાદમીની પ્રવૃત્તિઓ સાથે કેવી રીતે સંકળાયા તેની રસપ્રદ વાત પણ તેઓએ અત્રે જણાવી છે. સ્થૂળ રીતે એમ કહી શકાય કે Biographical sketch કે વ્યક્તિ પરિચયાત્મક કથાનક શૈલીમાં વલ્લભભાઈએ કરેલું આ એક ઉમદા યોગદાન છે.

ત્યાર બાદ આવે છે તેમના નિબંધનો અન્ય અને એક ઉત્કૃષ્ટ પ્રકાર : સંશોધન નિબંધ.

અખો : એક સમર્થ પ્રતિભા

નવલરામ : એક પુનર્મૂલ્યાંકન

જયશંકર 'સુંદરી' : અભિનયકળાના આજીવન સાધક

ધૂમકેતુનો વ્યાપક સાહિત્યવેપાર

લોકવિદ્યાના પરમ ઉપાસક જયમલ્લ પરમાર

જેવા નિબંધોમાં તેમની સંશોધનવૃત્તિ સ્પષ્ટપણે ઝલકાય છે. તેમણે તૈયાર કરેલા આ પાંચેય અને તે ઉપરાંતના પણ નિબંધોમાં અત્યંત રસિકતાથી તેમણે જે-તે મહાનુભાવ વિષેની રોચક વાતોની રજૂઆત કરી છે. સસંદર્ભ વાત કરવાની તેમની રીત ધૂમકેતુ પરના લેખમાં સ્પષ્ટ તરી આવે છે, જ્યાં તેઓ નિબંધને અંતે એક ઉચ્ચ કોટીના સંશોધનકર્તાની રૂએ સંદર્ભસૂચિ રજૂ કરે છે. મારો વિકિપીડિયા જીવ એ જોઈને અત્યંત હર્ષિત થઈ જાય છે. આ શ્રેણીના લેખોમાં જયશંકર 'સુંદરી' પરનો તેમનો નિબંધ એક આગવું સ્થાન ધરાવે છે કારણ કે એ શોધનિબંધ તે તેમના જીવનમાં એક સીમાચિહ્નરૂપ છે. પુસ્તકના નિવેદનમાં તેઓ જણાવે છે કે, ‘લંડનના એક પરિસંવાદમાં 'જયશંકર સુંદરી' વિશે બોલવા મને આમંત્રણ આવ્યું હતું, ત્યારે આ પ્રસિદ્ધ નટશિરોમણી કે જેમના નામના એક સમયે ગુજરાતના નાટ્યરસિકોમાં સિક્કા પડતા હતા તેનું મારાથી યથાર્થ મૂલ્યાંકન થશે ખરું? એ વિચારે મનમાં દ્વિધા જન્માવેલી. જાહેરમાં બોલવાનો આ મારો પ્રથમ પ્રસંગ હતો અને વળી એક ઊંચા ગજાના નાટ્યવીરને મૂલવવાના હતા એટલે પ્રતિ ક્ષણ મારી મૂંઝવણમાં વધારો થઈ રહ્યો હતો. એ વખતે ગુજરાતી સાહિત્ય અકાદમીના મહામંત્રી મારી મદદે ન આવ્યા હોત તો મારા માટે આ કામ કદાચ વધુ વિકટ બન્યું હોત. વિપુલભાઈ કલ્યાણીએ 'જયશંકર સુંદરી' વિષયક કેટલુંક સાહિત્ય હાથવગું કરી આપ્યું. તેના આધારે મેં એક ટૂંકું વક્તવ્ય તૈયાર કરેલું. અકાદમીના મંચ પરથી પહેલી વાર બોલ્યો હતો ત્યારે તો મનમાં કલ્પના પણ ક્યાંથી હોય કે એ નાનકડા વક્તવ્યને જગદીશ દવે, બળવંત નાયક અને ડાહ્યાભાઈ કવિ જેવા વિદ્વાન સાહિત્યકારો સ્ફુરણીય આવકાર સાથે તેને વધાવી લેશે અને એ વક્તવ્ય એક કૃતિનિષ્ઠ વક્તવ્ય બની રહેશે. વિપુલભાઈએ તો એ વક્તવ્યના આધારે “અસ્મિતા” માટે એક સ્વતંત્ર લેખ તૈયાર કરવાનું આમંત્રણ મને ત્યારે જ આપી દીધેલું. આમ આ નાનકડું સંભાષણ એક આસ્વાદ્ય કૃતિરૂપે ગુજરાતી સાહિત્ય અકાદમીના વાર્ષિકપત્ર “અસ્મિતા”માં પ્રગટ થઈ કલમ ચલાવવાનું નિમિત્ત બનશે એવી કલ્પના પણ ક્યાં હતી!’

આ ઉપરાંત પણ તેઓએ અનેકવિધ પ્રકારના નિબંધો રચ્યા છે. મારું ગજું નથી કે હું તે બધાને વર્ણવી શકું. ઉંમર અને લાયકાતની દૃષ્ટિએ પણ હું ખૂબ નાનો છું એટલે આ વાત કરવી મને શોભા નથી આપતી, પરંતુ પ્રસંગની ગરિમા સાચવતા છોટે મુંહ બડી બાત કે, ‘ભગવાન તમને દીર્ઘાયુષ્ય બક્ષે અને તમારી કલમને એટલી શક્તિ આપે કે આવનારાં વર્ષોમાં આપ વધુને વધુ લેખનકાર્ય કરીને આપણી માતૃભાષાની સેવા કરી શકો’.

અસ્તુ!

e.mail : [email protected]

••••••

સન્માન સ્વીકારતી વખતે પ્રતિભાવ

• વલ્લભ નાંઢા •

‘વિલાયતી વાર્તા સંચય’ના લોકાર્પણ વિશેના મારા પ્રતિભાવથી શરૂઆત કરું છું. ગુજરાતી સાહિત્ય અકાદમીના રજતજયંતી વર્ષ અંતર્ગત, ગુજરાતી સાહિત્ય અકાદમીએ કેટલાંક મહત્ત્વનાં આયોજનો હાથ પર ધરવાનું વિચાર્યું હતું. તેમાંનું એક આયોજન એ હતું કે બ્રિટનમાં રહીને વાર્તાક્ષેત્રે સર્જન કરતા વાર્તાકારોનો એક સંગ્રહ અકાદમીની ત્રિ-દશક ટાંકણે પ્રકાશિત કરવો. આ આયોજનને કરોબારી સમિતિ તરફથી લીલી ઝંડી મળતાં મને અને ગુજરાતી સાહિત્ય અકાદમીના તત્કાલીન મહામંત્રી વિપુલ કલ્યાણીને એ સંચય સંપાદિત કરવાની જવાબદારી સોંપાઈ હતી. 2008ની સાલમાં વાર્તાઓનું સંપાદન થયું ત્યાં સુધીની વાર્તાઓમાંથી ગુણ અને ઇયતાની કક્ષાએ ‘વિલાયતી વાર્તાસંચય’ માટે વાર્તાઓની પસંદગી થઈ છે. આ પસંદગી કરતી વખતે અમને “ઓપિનિયન”, “ગુજરાત સમાચાર-લંડન”, “ગરવી ગુજરાત”, “નવ બ્રિટન”, “સંગના”, “અસ્મિતા” તેમ જ અડધી સદી પૂર્વે આફ્રિકાથી પ્રગટ થતાં “આફ્રિકા સમાચાર” શા સામયિકોનાં વાંચનમાંથી પસાર થવાનું બન્યું. આટલાં સમસામયિકોમાંથી થોકબંધ વાર્તાઓનું પઠન કર્યા પછી ચાળીસ વાર્તાઓનું પસંદગીકર્મ પણ અત્યંત કઠીન ને પુરુષાર્થ માગનારું રહ્યું. તેમ છતાં સામે પૂર તરીને અમે આ કામ પૂરી તટસ્થા દાખવી પાર પાડ્યું ત્યારે મોટા ભાગની વાર્તાઓથી સંતોષ પામ્યાની સહેજે અનુભૂતિ થઈ. એ સાથે પાંચ-છ દાયકા પહેલાં પૂર્વ આફ્રિકામાંથી પ્રગટ થતાં “શોભા”, “જાગૃતિ”, “મધપૂડો”, “દંપતી” આદિ સામયિકો અપ્રાપ્ય હોવાથી એમાંથી વાર્તાઓ લઈ શક્યા નથી એ બાબતનો અમને રંજ છે. આ સંચયમાં જે કર્તાઓની કૃતિઓની પસંદગી કરવામાં આવી છે તે તમામ વાર્તાકારોનો અત્રે અમે જાહેર ઋણભાવ વ્યક્ત કરીએ છીએ.

આટલી બીજ-ભૂમિકા બાંધી, હવે મુખ્ય વિષય તરફ સરકતાં પહેલાં ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ અને ‘માંધાતા યુથ એન્ડ કમ્યુિનટી એસોસિયેશન’ના સહિયારા આયોજનમાં, ‘વલ્લભ નાંઢા - પંચોતેરમે’ કાર્યક્રમ નિયોજી મારા સમગ્ર સાહિત્યને મૂલવવાનો ઉપક્રમ હાથ લેવાયો છે, એ માટે ઉભય સંસ્થાના કર્ણધારો તેમ જ બંન્ને સંસ્થાઓનાં કર્મીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ પ્રકારનો અભિગમ સાહિત્યક્ષેત્ર તરફ પથગમન કરનારાંઓ માટે  દિશાસૂચક બની રહેશે એવું મને સહેજે લાગ્યા વિના નથી રહેતું.

હું તો કહીશ કે, સર્જકોની સિસૃક્ષાને પોષવા આવા ઉત્સવો પ્રસંગોપાત યોજાતા રહે એ અનિવાર્ય છે. કારણ કે, એક એવી ફરિયાદ છે કે, આપણી ભાષાનો સર્જક એની આસપાસના જગતમાં બનતી કેટલીક ઘટનાઓ કે પરિસ્થિતિને પોતાની ચેતના પર અથડાવા દેતો નથી. આપણને વ્યક્તિગત રીતે સ્પર્શતી ના હોય, છતાં વ્યાપક રીતે માનવજીવનને ભીંસતી હોય તેવી કેટલીક પરિસ્થિતિને શબ્દબદ્ધ કરવામાં આવતી નથી. આને લીધે એક તરફ સર્જકનું અનુભવવિશ્વ સાંકડું લાગે છે, તો બીજી તરફ ઘણા બધા વિષયો સ્પર્શ પામ્યા વિના રહી જાય છે. એવું આપણા લબ્ધપ્રતિષ્ઠિત વાર્તાકાર, નવલકથાકાર સાહિત્યસર્જક વીનેશ અંતાણીનું મંતવ્ય છે.

એક તરફ સર્જકતા વિષે આપણા મુખ્ય સાહિત્યવર્તુળોમાં આવી માન્યતા પ્રવર્તે છે ત્યારે અહીં વિદેશમાં નવો જ અવાજ દેખાય છે. અને એ પણ એમને અહીં નથી મળતો વર્ક-શોપનો લાભ, નથી મળતાં પ્રકાશન-મંદિરો જ્યાં પોતાની અનુભૂતિઓને વહેતી મૂકી શકે, નથી એવાં સમૃદ્ધ વાંચનાલયો અને છતાં તેમની કૃતિઓમાં અહીંની સામાજિક સમસ્યાઓ અને એમની સૂક્ષ્મ દૃષ્ટિનાં નિરીક્ષણો જોવા મળે છે. આથી બળવંત નાયક, અનિલ વ્યાસ, ડાહ્યાભાઈ પટેલ, જગદીશ દવે, દીપક બારડોલીકર, પોપટલાલ પંચાલ, નિરંજના દેસાઈ અને નયના પટેલ આદિ સર્જકોની ગુજરાતે પણ કદર કરી છે. વલ્લભ નાંઢા અને યોગેશ પટેલની વાર્તઓ રઘુવીર ચૌધરી સંપાદિક ‘સ્વાતંત્ર્યોત્તર નવલિકાઓ  ભાગ 1 – 2’માં સ્થાન પામી છે. વલ્લભ નાંઢાના પ્રથમ વાર્તા સંગ્રહ ‘પાગલ’’ની  રઘુવીરભાઈએ સમીક્ષા કરી, સંગ્રહની મૂલવણી પણ કરી છે. આ દેશમાં વાર્તાકારોના તૈયાર થયેલા નવા ફાલની યાદિમાં રમણલાલ પટેલ, કુસુમ પોપટ, ઉપેન્દ્ર ગોર, ફારુક ઘાંચી, ગુણવંત વૈદ્ય વગેરેનાં નામો નિ:સંકોચ મૂકી શકાય. આ નવોદિતોએ એમની વાર્તાઓમાં ગુજરાત-આફ્રિકા-બ્રિટનવાસના પ્રતિબિંબો ઝીલી જે તે દેશની પરિસ્થિતિને તેમની અનુભૂતિમાં નિરદર્શન કરાવ્યું છે. એ દેશોની પ્રવર્તમાન પરિસ્થિતિની સાથોસાથ સામાજિક સમસ્યાઓનો ચિતાર આપી એક નવો અવાજ રજૂ કરવાની દિશામાં પણ ગનીમત ફાળો આપ્યો છે, જે ભાવિ સર્જક પેઢી માટે ઉપયોગી બનશે એવું મને લાગે છે.

અડધી સદીથી ય વધુ સમય પહેલાં આફ્રિકામાં મારી પ્રથમ વાર્તા ‘ભણેલી વહુ’ જેમણે પ્રકાશિત કરી હતી એ “શોભા’’ વાર્તામાસિકના તંત્રી જેકિશનભાઈ વી. પરમાર અનિવાર્ય કારણવશાત્ અત્રે ઉપસ્થિત રહી શક્યા નથી, પણ એમને યાદ કરી લેતાં એટલું જરૂર કહી શકું કે, જેકિશનભાઈ તરફથી એ વખતે જો મને પ્રોત્સાહન ના મળ્યું હોત તો કદાચ મારી સર્જંપ્રક્રિયાને ત્યારે જ ફૂલસ્ટોપ આવી ગયો હોત !

વળી સાહિત્યસર્જનની દિશામાં પ્રથમ પગલું માંડ્યા પછી, મેં મારા સ્વને ક્યારે ય સાહિત્યકાર તરીકે ઓળખાવવાની ચેષ્ટા નથી કરી. આજે પણ હું કોઈ નામી સર્જક છું એવો દાવો નથી કરતો. હા, હું લખું છું અવશ્ય; પણ એ તો મારો લેખનશોખ પોષવા સારુ. એક ડઝન જેટલાં પુસ્તકોનું સર્જન કર્યા પછી વધુ ઊંચે ઊડવાને પાંખો નથી ફફડાવી. જે લખાયું છે અને લખાય છે તેનાથી સંતોષ માની લીધો છે અને અંદરથી પ્રેરણાનો ધક્કો આવે છે ત્યારે કમ્પ્યુટર પર શબ્દસાધનામાં બેસી જાઉં છું, અને ગાંડુઘેલું સર્જન થઈ જાય છે.

આ શબ્દસાધનાની શરૂઆત સોળ-સત્તર વર્ષની ઉંમરે થઈ હતી. ટંગાનિકા દેશમાં આવેલું ‘મ્વાંઝા’ નામનું એક નાનકડું શહેર. એ શહેરની ‘ઇન્ડિયન પબ્લિક સ્કૂલ’માં હું ભણતો હતો ત્યારે એક દા’ડો હું વાર્તા લખવાના રવાડે ચડી જઈશ એવું મેં સ્વપનેય કદી ધાર્યું નહોતું. શાળાના દિવસોમાં મારો નિજી શોખ તો હતો ગાવાનો અને ફિલ્મો જોવાનો! દસ ધોરણ સુધી પહોંચ્યો ત્યાં સુધી એ શોખ અનવરત પોષાતો રહ્યો. પણ અગિયારમાં ધોરણમાં તનિલસાહેબના વર્ગમાં આવતાં મારા શોખના વિષયોએ દિશા બદલી. તનિલ સાહેબ તાજા જ અમારી શાળામાં જોડાયા હતા. મૂળે નાટકનો જીવ, પરંતુ સાહિત્ય પ્રત્યે પણ ખૂબ લગાવ! આ ગુરુજને પ્રત્યક્ષ માર્ગદર્શન આપી અમારા વર્ગના વિદ્યાર્થીઓને ઉત્તમ સાહિત્યકૃતિઓનું જે વાંચન કરાવ્યું તેની સરવાણીઓમાં હું પણ થોડોઘણો ભીંજાયો હતો. 

બારમાં ધોરણના મારા બીજા શિક્ષક ગજેન્દ્ર જ. પંડ્યા, ખુદ અચ્છા સાહિત્યકાર હતા. વાર્તાઓ લખતા અને કાવ્યસર્જન પણ કરતા. એમની રચનાઓ પૂર્વ આફ્રિકાના સામયિકોમાં અવારનવાર જોવા મળતી. વળી તેઓ ગાવાનો પણ શોખ ધરાવતા હતા. તેમણે રચેલાં રાષ્ટ્ર્ભાવ વ્યક્ત કરતાં ગીતોની H.M.V.એ રેકર્ડ પણ બહાર પાડેલી. અમારી શાળામાં એમણે સ્કૂલ-મેગેઝિન પણ શરૂ કરાવેલું. આ બંને વિદ્યાગુરુઓનાં માર્ગદર્શન અને પ્રભાવ મારી સાહિત્યરુચિ ઘડવામાં નિમિત્ત બન્યાં.

એક વાર પંડ્યાસાહેબે વર્ગમાં વાર્તાલેખનની સ્પર્ધા યોજેલી. સ્પર્ધામાં ભાગ લેવાની મારી ઇચ્છા નહોતી, પણ પંડ્યા સાહેબ તરફથી દબાણ આવ્યું, ‘લ્યા, તું આટલા સરસ નિબંધો લખે છે પછી તારે આ સ્પર્ધામાં કેમ ભાગ નથી લેવો? તારે આ સ્પર્ધામાં ભાગ લેવો જ પડશે.’ છેવટે  પંડ્યા સાહેબના દબાણને વશવર્તી મેં એક સામાજિક વાર્તા તૈયાર કરી. અને મેં લખેલી ‘ભણેલી વહુ’’ વાર્તાએ વાર્તા-સ્પર્ધામાં ત્રીજું ઈનામ મેળવ્યું. પંડ્યા સાહેબ ખૂબ પ્રસન્ન થયા અને એમણે એ વાર્તા કોઈ સામયિકમાં પ્રસિદ્ધ કરવાની મને સલાહ આપી. પણ મારી મૂંઝવણ એ હતી કે આ વાર્તા ક્યા સામયિકમાં મોક્લવી. પચાસના દાયકામાં નાઇરોબીથી ભટ્ટ બંધુઓ “આફ્રિકા સમાચર’’ સાપ્તાહિક સમાચારપત્ર, કંપાલાથી ડાહ્યાભાઈ પટેલ “જાગૃતિ”, અને ધનજી કાનજી ગાંધી “મધપૂડો”નામક વાર્તામાસિકો બહાર પાડતા હતા. આ સામયિકો આફ્રિકાના ગુજરાતી સમાજમાં ઠીક ઠીક જાણીતાં હતાં. આ માસિકો મારા જેવા એકડો ઘૂંટી રહેલા છોકરા-ભાયડા નવોદિતની વાર્તા નહીં સ્વીકારે એવી દહેશતે ત્યાં મોકલવાની હિંમત ન થઈ.

એ ગાળામાં જેકિશનભાઇ વી. પરમાર અને નેમચંદભાઈ વી. શાહના તંત્રીપદ હેઠળ, નાઇરોબીથી “શોભા’’ નામનું એક નવું જ વાર્તામાસિક શરૂ થયું હતું. નવું નવું શરૂ થયું છે એટલે કદાચ આપણો નંબર લાગી જશે એવી ધારણા સાથે મેં એ વાર્તા “શોભા’’ને મોકલી આપી. અઠવાડિયા પછી નાઈરોબીથી જેકિશનભાઈનો પત્ર આવ્યો : ‘તમારી વાર્તા ‘ભણેલી વહુ’ અમે “શોભા”ના દીપોત્સવી અંક માટે સ્વીકારી છે. તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સત્વરે મોકલી આપો.’ આમ 1958માં ‘ભણેલી વહુ’ “શોભા”ના દીપોત્સવી અંકમાં પ્રગટ થતાં મારા વાર્તાલેખનનાં મંગળાચરણ થયાં.

આમ તો ઘરમાં બા-બાપુજીને વાચનશોખ ખરો. બાને મોટે ભાગે ધાર્મિક પુસ્તકો વાચવાની રુચિ અને બાપુજીને ઐતિહાસિક નવલકથાઓ વાચવાનો શોખ. ધૂમકેતુ, મુનશી, મોહનલાલ ધામી, ગુણવંતરાય આચાર્ય, ગોકુળદાસ રાયચુરા આદિ એમના પ્રિય લેખકો. ઘરમાં આ સાહિત્યકારોનાં પુસ્તકો પણ વસાવેલાં અને જે પુસ્તક બજારમાંથી ના મળી શકે તો ગામના ‘લધા મેઘજી પુસ્તકાલય’માંથી લાવીને વાચતા. આમ બા-બાપુજીનો વાચન શોખ પણ મને સાહિત્ય સર્જનની કેડી તરફ દોરી જવામાં નિમિત્ત બન્યો.

1949 થી 1969 સુધીનાં બે દાયકાઓનો ગાળો આફ્રિકામાં ગાળ્યો, એ દરમિયાન શિક્ષકના વ્યવસાયની સમાંતરે વાર્તાઓ રચાતી ગઈ અને આફ્રિકાના વિધવિધ સામયિકો ઉપરાંત ગુજરાતમાંથી પ્રકાશિત થતાં એ સમયનાં વાર્તામાસિકો “સવિતા’’ અને “કંકાવટી”માં સમાંતરે પ્રકાશિત થતી રહેલી. આફ્રિકામાં બળવંત નાયક, ડાહ્યાભાઈ પટેલ, જેકિશનભાઇ પરમાર સાથે પત્રો દ્વારા સાહિત્યિક સંપર્ક ચાલુ રહેલો, આ સર્જકોને મળવાની ઝંખનાએ દિલમાં માળો પણા બનાવ્યો હતો, પરંતુ ભૌતિક દૂરીને લીધે કદી પ્રત્યક્ષ મળવાનું બન્યું નહોતું.

1969માં લંડનનિવાસી થયો. થોડા ગાળા માટે વાર્તાલેખન નહિવત્ થઈ ગયું. પાંચ-સાત વર્ષો તો નવા મુલકમાં ઠરીઠામ થવામાં વહી ગયાં. રોજીરોટી કમાવા માટેની દોડધામ, સાહિત્યિક વાતાવરણની ઓછપ, અને લેખનપ્રવૃત્તિને તોષે એવી સાહિત્યિક સંસ્થઓની ઉણપ, ગુજરાતી સામયિકોને નામે તો મીંડુ! લખવું તો ક્યાં છપાવવું? એવી સમસ્યાઓ મારી જેમ આ દેશમાં આવીને સ્થિર થયેલા અન્ય સાહિત્યસર્જકોને પણ મૂંઝવી રહી હતી. વળી કેન્યા, યુગાન્ડા અને ટાંઝાનિયાથી આવેલા આ સર્જકો એકબીજાથી દૂર દૂર ફેંકાઈ ગયા હતા. કોઈ સ્કોટલેંડ તો કોઇ વેલ્શ, કોઇ લેસ્ટર તો કોઈ બર્મિંગહામ! 

એ જ અરસામાં બળવંત નાયકને મળવાનો યોગ સધાયો અને આ સંપર્ક દ્વારા ગુજરાતી સાહિત્ય અકાદમીના સભ્ય બનવાનું બન્યું. બળવંતભાઈએ મને ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્થાપના થઈ હોવાની જાણકારી આપી અને તેના આગામી કાર્યક્રમમાં આવવાની ભલામણ કરી. વળતા શનિવારે અકાદમીની સભામાં હાજરી આપવા વેમ્બલીના માંધાતા સમાજના હૉલમાં પહોંચી ગયો. તે દિવસ ગુજરાતી સાહિત્ય અકાદમીના અનિયતકાલ પત્ર “અસ્મિતા’’નું લોકાર્પણ કુમારપાળ દેસાઈને હસ્તે થવાનું હતું. ગુજરાતી સાહિત્ય અકાદમીના તત્કાલીન મહામંત્રી વિપુલ કલ્યાણી સાથે પ્રથમ મુલાકાત પણ આ કાર્યક્રમમાં જ થયેલી. એ વખતે વિપુલભાઈએ મને અકાદમીની વિકસી રહેલી વિવિધ સાહિત્યલક્ષી પ્રવૃત્તિઓથી અવગત કરેલો અને એ દિવસે ગુજરાતી સાહિત્ય અકાદમીનો હું સામાન્ય સભ્ય બની ગયો.

અકાદમીની પ્રવૃત્તિઓમાં રસ લેવા લાગ્યો અને વરિષ્ઠ સારસ્વત બળવંત નાયક, મસ્ત કવિ ડાહ્યાભાઇ પટેલ,  જગદીશ દવે, નિરંજના દેસાઈ, ટી.પી. સૂચક, શાંતશીલા ગજ્જર, યોગેશ પટેલ, વિનોદ કપાસી આદિ સાહિત્યકારોના પરિચયમાં મુકાવાનું બન્યું. આગળ જતાં અકાદમીની કાર્યવાહક સમિતિમાં જોડાયો અને વિવિધ હોદ્દાઓ સંભાળતાં રહી યથાશક્તિ સેવારત રહ્યો. સાહિત્યોત્કર્ષક હરીફાઈઓ અને રીડર્સગ્રુપનું સંયોજક્પદ સંભાળ્યું અને શાંતશીલા ગજ્જર સ્મૃિત પારિતોષિકના નિયમો ઘડવામાં વિપુલભાઈની ટેકણલાકડી બન્યો, અકાદમીની પરિષદોમાં સક્રિય રહી વૈચારિક યોગદાન આપ્યું .. પરંતુ પાછલાં કેટલાંક વર્ષોથી શારીરિક નાદુરસ્તીને કારણે 2007ની સાલમાં અકદમીના પ્રમુખસ્થાનેથી સેવાનિવૃત્ત થયો.

આટલાં વર્ષોમાં અકાદમી પાસેથી ઘણું પામ્યો છું. વિપુલ કલ્યાણી, જગદીશ દવે, ડાહ્યાભાઈ પટેલ, પોપટલાલ પંચાલ, અનિલ વ્યાસ, પંચમ શુક્લ, રમણભાઈ પટેલ આદિ સાહિત્યના મર્મી મિત્રોની હૂંફ મળી, અને મારે કહેવું જોઇએ કે આ મિત્રોના સંગલાભે મારી લેખનકળામાં નવા પ્રાણ ફુંકાયા. વાસ્તવમાં મારા લેખન સ્વાધ્યાયનો આરંભ અકાદમીમાં જોડાયા પછી જ થયો ગણાય. આફ્રિકાવાસ દરમ્યાન વાર્તાઓ લખવાની શરૂઆત કરી હતી. પરંતુ હકીકતે વાર્તાસંરચનાની કલા અને માહિરતની દીક્ષા તો હું અકાદમીની નિશ્રામાં રહી જ પામ્યો છું એમ જણાવતાં મને સહેજે સંકોચ નથી થતો. અકાદમીને મેં એક સ્વાધ્યાયપીઠ માની છે. એ સંસ્થા સાથે જોડાયેલો રહી કશુંક પામવાનો વિદ્યાર્થીભાવ સદૈવ દિલમાં પોષતો રહ્યો છું. વિપુલભાઈ, જગદીશભાઈ અને મધુ રાય જેવા સાહિત્યના તપસ્વીઓનાં માર્ગદર્શન મળતાં રહ્યાં જેની ફલશ્રુતિ એટલે બે નવલકથાઓ, છ વાર્તાસંગ્રહો, બે સંપાદનો અને એક  લેખોનો સંગ્રહ !

ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃિતના વિકાસ અને જાળવણી અર્થે વિપુલ કલ્યાણીના મહામંત્રી તરીકેના હોદ્દા તળે દરેક ગુજરાતીએ પોરસવાનું મન થાય તેવાં અનેક ટકોરાબંધ કાર્યો અકાદમીએ કર્યાં છે. વિદેશનિવાસી સાહિત્યકારો જે કંઈ લખે તે પ્રકાશિત થાય અને એમના સર્જનનો અવાજ મુખ્યપ્રવાહ સુધી પહોંચે એવા ઉદ્દેશે એમણે “ઓપિનિયન” શરૂ કર્યું હતું, જે આજે પણ ડિજિટલ સ્વરૂપે અકાદમીની વેબસાઈટ પર હજારો સાહિત્ય- પિપાસુઓની પિપાસા પોષી રહ્યું છે. પૂર્વે સાહિત્યોત્કર્ષક હરીફાઈઓ અને ફિરહાલ અકાદમીના નેજા હેઠળ ચાલતા ‘રીડર્સ ગ્રુપ’’ અંતર્ગત વાર્તાવર્તુળ, ઓટલો અને વાદ-સંવાદની બેઠકો, અહીંના સર્જકોને જોડવાનાં નિયોજનમાં વિપુલભાઈ મોખરે રહી કર્મશીલતા દાખવી રહ્યા છે.

આફ્રિકે રહી જે વાર્તાઓ લખી હતી તે વાર્તાઓ એક દિવસ ડરતાં ડરતાં મેં વિપુલભાઈને તપાસવા આપી .. એ વાર્તાઓ વાંચી પોતાનો મતા આપતાં એમણે મને જણાવ્યું : ‘સંગ્રહ છપાવો.’

‘મારા જેવા અપ્રસિદ્ધ વાર્તાકારની વાર્તાઓ છાપવાની કયો પ્રકાશક હિંમત કરશે?’ મેં મારી દ્વિધા એમની સમક્ષ રજૂ કરી તો એમણે જ ઉકેલ સૂચવ્યો, ‘નવભારતમાં પ્રયત્ન કરી જુઓ.’ વિપુલભાઈની સલાહ ગાંઠે બાંધી મેં નવભારત સાથે પત્રવ્યવહાર કર્યો અને એ પ્રયત્ન સફળ રહ્યો. મારો પ્રથમ વાર્તાસંગ્રહ 1994ની સાલમાં નવભારતે પ્રકાશિત કર્યો તેનું શ્રેય મારે મિત્ર વિપુલ કલ્યાણીને જ દેવું જોઇએ. હું મારું કોઇ પણ પુસ્તક પ્રકાશન માટે મોકલાવું છું તે પૂર્વે જગદીશભાઈ અને વિપુલભાઈ તે પુસ્તક્નાં જોડણીદોષો તપાસી આપે છે. અહીં હું એ પણ સ્પષ્ટ કરવા માગું છું મારી મોટા ભાગની વાર્તાઓ “ઓપિનિયન” અને “અસ્મિતા”માં પ્રગટ થઈ છે, અને આ વાર્તાઓ “ઓપિનિયન”ના સંપાદક મહોદયે હોંશેહોંશે છાપી છે. આશરે સો કરતાં ય વધારે વાર્તાઓ ગુજરાત, આફ્રિકા, અમેરિકા અને યુનાઇટેડ કિંગ્ડમના વિવિધ સામયિકોમાં છપાઈ અને ગુજરાતમાં પણ તેની નોંધ લેવાઈ એનાથી બીજો મોટો સંતોષ એક વાર્તાકારને બીજો ક્યો હોઈ શકે?

ટૂંકી વાર્તાઓનું આટલું ખેડાણ થયા પછી મને લાગ્યું કે હવે મારે નવલકથાના સર્જન તરફ વળવું જોઇએ. આ ઉપક્રમનો આરંભ કરતાં પહેલાં આ દેશમાં નવલકથા ક્ષેત્રે જેમણે પ્રદાન કર્યું હતું એમની નવલકથાઓ આત્મસાત કરી. બળવંત નાયક, શાંતશીલા ગજ્જર, વિનોદ કપાસી, પોપટલાલ પંચાલ, દીપક બારડોલીકર, જયંતીલાલ થાનકી, ગજેન્દ્ર પંડ્યા આદિ સર્જકોની નવલકથાઓના તુલનાત્મક સ્વાધ્યાય બાદ, 1999માં ‘કાળજે કોતરાયેલી પીડા’ નવલકથા લખવાનું શરૂ કર્યું. નવલકથાસર્જન ટૂંકી વાર્તાના સર્જનની સરખામણીએ કઠિન જણાયું. પહેલી નવલકથા લખતાં લખતાં એક દાયકો પસાર થઈ ગયો. અને છેવટે પાર્શ્વ પ્રકાશને મારી પ્રથમ નવલકથા ‘કાળજે કોતરાયેલી પીડા’ 2009ની સાલમાં પ્રગટ કરી. ‘મૂળ વતન ગુજરાત અને ત્યાર બાદ આફ્રિકા, તેમ જ યુનાઇટેડ કિંગ્ડમમાં  સ્થળાંતર સાથે સંકળાયેલી નવલકથા છે. અતીત અને યુવકની અનુભૂતિને અસરકારક અભિવ્યક્તિ અર્પતી આ નવલકથા એક એવા ભારતીય કુળના ગુજરાતી પરિવારની વાત કરે છે જેમાં પાગલ બનેલા યુવકની મનોદશાનો ચિતાર કથાબીજનો આધાર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રાધ્યાપક બળવંત જાની સાહેબે આ નવલકથામાં ઊંડો રસ લઈ ઉપોદ્દઘાતરૂપે તેની આસ્વાદ્યમૂલક સમીક્ષા પણ કરી છે, જે સદ્દભાવ માટે હું જાનીસાહેબનો ઋણ્સ્વીકર કરું છું.

મારી બીજી નવલકથા ‘પ્રીતમ આન મીલો’ નવભારત સાહિત્ય મંદિરે 2011માં પ્રસિદ્ધ કરેલ છે. એ આફ્રિકા, યુનાઇટેડ કિંગ્ડમ અને ગુજરાત - ત્રણ પ્રદેશો વચ્ચે વહેતી એક પ્રણયકથા છે. આ નવલકથાનું લોકાર્પણ 9 માર્ચ 2012ના  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (એકેડેમિક હૉલમાં), ‘ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ફોર ડાયસપોરા સ્ટડીઝ’ ‘ગ્રીડ્ઝ’ના ઉપક્રમે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ મહેન્દ્ર પાડલિયાની ઉપસ્થિતિમાં થયું હતું. આ કાર્યક્રમની યોજનામાં બળવંત જાની કેન્દ્રગામી રહ્યા. જ્યારે નવલકથા વિશે કૃતિલક્ષી આસ્વાદ અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિષયના અધ્યક્ષા ઊષાબહેન ઉપાધ્યાયે કરાવ્યો હતો.

આમ સાહિત્ય સર્જન થતું રહ્યું છે પણ મેં સાહિત્યસર્જન દ્વારા વાહ વાહ મેળવવાની અપેક્ષા કદી રાખી નથી. એ પાછળ દોડ્યો પણ નથી. પરંતુ આજે ગુજરાતી સાહિત્ય અકાદમી અને માંધાતા યુથ એન્ડ કમ્યુિનટી એસોસિએશન દ્વારા મને સન્માનિત કરી, મારી શબ્દસાધનાને પોંખી, એ મારા માટે એક રસાનુભવનો પ્રસંગ બન્યો છે. એથી  ગદ્દગદ્દિત થઈ જવાય છે. આ સન્માન એ મારા જીવનનો સર્વશ્રેષ્ઠ ઉપહાર બની રહેશે.

ઉપર જણાવી બેઉ સંસ્થાના સંયુક્ત આયોજનમાં મારું સન્માન અને મારા સાહિત્યની મૂલવણી કરવા ઉપરાંત અમારા સહિયારા સંપાદન - ‘વિલાયતી વાર્તા સંચય’ના લોકાર્પણ માટે પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ વિપુલ કલ્યાણી તથા મહામંત્રી ભદ્રા વડગામાનો તેમ જ ‘માંધાતા યુથ એન્ડ કમ્યુિનટી એસોશિએશન’ના પ્રમુખ જવાહરભાઈ પટેલ અને મંત્રી અશોકભાઈ ઉકાભાઈ પટેલનો, તેમ જ ઉભય સંસ્થાઓની કારોબારી સમિતિના સભ્યો સમેત સંસ્થાના એકનિષ્ઠ કાર્યકર્તા ચંદ્રકળાબહેન પટેલ અને માંધાતના પૂર્વપ્રમુખ ગોવિંદભાઈ પટેલના અમે બેઉ સંપાદકો ઋણભાવ વ્યકત કરીએ છીએ.

વિશેષ ઋણભાવ ગુજરાતી સાહિત્ય અકાદમીના મહામંત્રી ભદ્રાબહેન વડગામાનો માનવો રહ્યો. મહામંત્રીપદની ખુરશી પર બેસી સંસ્થાનો વહીવટ સંભાળવો એટલે મસ્તક પર કાંટાળો મુગટ પહેરવા જેવી બાબત જ ગણાય!  કંધા પર ઢગલાબંધ જવાબદારીઓનો અનવરત બોજ લદાયેલો હોય અને એમાંથી અન્ય પ્રવૃત્તિઓ માટે સમય ફાળવવો એ કંઈ રમતવાત નથી. પરંતુ ભદ્રાબહેને ચૂસ્ત વ્યસ્તતા વચ્ચે પણ થોડી ફુરસદ અમને ફાળવી અમારું આમંત્રણ સ્વીકાર્યું અને પુસ્તકને વિમોચિત કર્યું એ બદલ ગુજરાતી સાહિત્ય અકાદમીના મહામંત્રી ભદ્રાબહેન વડગામાનો અમે બંને સંપાદકો આભાર માનીએ છીએ.

જયભાઈ(જય કાન્ત)ને સોંપવામાં આવેલા વિષય ‘વિલાયતી વાર્તા સંચય’નું વિશ્લેષણાત્મક વિવરણકર્મ દિગ્ગજ વિવેચકને પણ અકળાવી મૂકે એવું કષ્ટસાધ્ય તો હતું જ. સંચયમાં સંગ્રહિત ચાળીસ વાર્તાઓની સામગ્રીને તંતોતત જાળવી રાખીને તેની કલાત્મક અને રસાત્મક ઢબે ભાવકો સન્મુખ રજૂઆત કરવાનું વિવેકકર્મ કોઈ પણ વિવેચક માટે આકરા પડકારરૂપ બને એ સહજ છે. અમુક શારીરિક મર્યાદાઓ હોવા છતાં જયભાઈએ એ પડકાર ઝિલ્યો અને અમારા પુસ્તકને નીરક્ષીર ન્યાય આપીને નવનીત તારવી આપ્યું. ચાલીસ વાર્તાઓનાં પઠનકર્મમાંથી પસાર થયા બાદ આ વાર્તાઓને ગુણવત્તાની દૃષ્ટિએ તેના ઉચિત સંદર્ભમાં તપાસવાની સાથોસાથ તેનાં શીર્ષક, શૈલી, ભાષાકર્મ, સંવાદલેખન, પાત્રાલેખન, ઉઘાડ, સંઘર્ષ, અંત વગેરે વાર્તાકૃતિના ઘટકો ગણતાં તત્ત્વોને પણ ધ્યાનમાં રાખી દરેક કૃતિનું હૃંદ્ય પૃથ્થકરણ કરી, જય કાન્તે આ વાર્તાઓને તેના યોગ્ય સંદર્ભમાં મૂલવી આપી છે. પૂરા સમર્પણભાવ વિના આવું પરિણામ ન સંભવે. એ બદલ જય કાન્તભાઈ, અમે તમારા પણ આભારી છીએ.

મારા વાર્તાસંગ્રહોની કૃતિનિષ્ઠ અને વિસ્તારપૂર્વક વિશ્લેષણ કરવા બદલ અનિલ વ્યાસે લીધેલા પરિશ્રમની કદર કરું છું. અનિલભાઇ મેઇનસ્ટ્રીમમાં આગલી હરોળના ટૂંકી વાર્તાના સર્જક તરીકે ગણનાપાત્ર સ્થાન પામ્યા છે. સાત સંગ્રહમાંથી પસાર થયા બાદ વાર્તાઓની ટિપ્પણી કરવાનો ઉપક્રમ કંટાળાજનક અને ચુસ્ત વિવેકકર્મીને પણ હંફાવનારો પૂરવાર થતો હોય ત્યારે અનિલભાઈએ આ વાર્તાઓ તટસ્થ અભિગમ અને આવશ્યક સૂચન, માર્ગદર્શન અને પૂરી નિષ્ઠા સાથે રસપૂર્વક નાણી –તપાસી - ચકાસી છે, એ માટે અનિલ વ્યાસનો હું સહૃદય આભાર માનું છું.

મારી નવલકથાઓ વિષે ગુલાબ મિસ્ત્રી અને વિપુલ કલ્યાણીએ સંયુક્ત વ્યાખ્યાન પેશ કરી તેના ગુણદોષ દર્શાવી આપ્યા હતા. એ માટે આ વિવેચક બેલડીનો આભાર માનું છું.

હું ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખસ્થાને હતો ત્યારે અકાદમીને યુવાકાર્યકરોની ઊણપ વરતાતી હતી. પરંતુ આજે અકાદમીએ ધવલ વ્યાસ, પંચમ શુક્લ, નીરજ વ્યાસ સરખા યુવાપેઢીના પ્રતિનિધિઅો, તરવરિયા યુવાનોને, અકાદમીની કારોબારીમાં સમાવી એ ખોટ દૂર થતી જોઈ રહ્યો છું. એ જોઈને સંતોષ થાય છે. ધવલભાઈ સાથે ટૂંકો પરિચય છતાં ખૂબ જહેમત ઉઠાવી મારા લેખોનો સંગ્રહ ‘બે કિનારા’નું રસપ્રદ રસપાન કરાવ્યું  એ માટે ધવલભાઈનો ઓશિંગણ છું.

પિતા શબ્દ અને પિતા - પૂત્રના સંબંધને ચોક્કસ શબ્દ કે ચોક્કસ જગ્યામાં પ્રસ્તુત કરવો અશક્ય છે. બાપની ચિંતા, વ્યગ્રતા, અધિરાઈ, અભિવ્યક્તિ નથી થઈ શકતી, કારણ કે, એ બાપ છે! પુરુષ છે. દરેક પિતા વાસુદેવ બનીને સંતાનોને કાળી અંધારી રાતમાં દુ:ખ, દર્દ, તકલીફો, ને મૂંઝવણોની યમુનાઓ પાર કરાવે છે. પોતાનાં અધૂરાં સ્વપનો, અધૂરી મહેચ્છઓ સંતાનો થકી પૂર્ણ કરવાની ઇચ્છા ધરાવનાર પિતાને લાગણીશૂન્ય સમજવાની ભૂલ ન કરીએ. પિતાની મહત્તા બાપ બન્યા પછી નહીં, સંતાન હોઇએ ત્યારથી સમજાઈ હોય તો આપણું અહોભાગ્ય ગણાય. દીપકે જીવનના જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થતાં એક પિતાનું અર્થાત્ મારું પ્રેરક વ્યક્તિત્વ ઉપસાવી આપ્યું, એ માટે પુત્રને મારે આશીર્વાદથી વધુ તો શું કહેવાનું હોય? અત્યારે તો હું એટલું જ કહીશ, ‘સન, આયમ પ્રાઉડ ઑફ યુ. આયમ પ્રાઉડ ટુ બી યોર ફાધર. થેંક યુ માય સન.’

વિપુલભાઈને અનેક સંચાલનોમાં સંચાલનદોર સંભાળતા નિહાળ્યા છે. એમને સભા-સંચાલનનું નૈપુણ્ય હાથવગુ છે. આજના અવસરના સુભગ સફળ સંચાલથી આજના અવસરમાં સોનામાં સુગંધ ભળી અને કાર્યક્રમ સાદ્યંત જિવંત રહ્યો, તેના મૂળમાં વિપુલભાઈનું કાર્યદક્ષ સંચાલનની જ અા કરામત! કાર્યક્રમની ગોઠવણી અને નિર્વહનમાં પણ એમની કાર્યશીલતાએ મહદ્દ ફાળો આપ્યો જ છે. આજના સંપૂર્ણ અવસરનું આટલું સચોટ અને સરસ સંચાલન હાથ ધરવા માટે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ વિપુલ કલ્યાણીનો પણ જાહેર આભાર વ્યકત કરું છું.

અંતમાં મારા પરિવારના દરેક સભ્યોનો પણ આભાર માનું છું. રસોડામાં મદદ કરનારા સર્વે ભાઈ બહેનોનો તેમ જ તમે બધા આટલી મોટી સંખ્યામાં મારી કૃતકતાને વધાવવા અત્રે પધાર્યાં એ માટે તમારા સૌનું પણ નતમસ્તકે અભિવાદન કરું છું. ધન્યવાદ ... 

e.mail : [email protected]

****

Vallabh Nandha's speech-video is uploaded on You Tube.

http://www.youtube.com/watch?v=UW8YDyB3cAQ

******

Respected guests - Learned Friends - Ladies and Gentlemen

I would like to begin by saying how delighted I am to see you all here today.  It is indeed a proud moment for me and our family and here I must extend my heartfelt thanks to you for being with us to celebrate the literary achievements of my father on reaching 75 years of age!  And....what better way to do this, than in the company of his literary peers!!

As you know, I have been requested to talk about ‘growing up with a writer father’ – and share with you some of my experiences over the years.  BUT, how can a candle flame bring itself to speak about the Sun? I am sure any attempt I might make is likely to be futile - yet that is precisely the dilemma I faced when asked to speak today.

But, first please allow me to begin by paying a small tribute to my father!

Bapuji - Everything I know and do is because of the time you took to teach me all the things I needed to know in life! I often think about the sacrifices you have made for me throughout my life.  Like getting up early in the mornings at 5am, so as I could be at Waterloo station for my 6.50 train to Portsmouth. Or how freely you would drop everything, no matter how busy you were, to discuss something that was on my mind.  When I had that nasty gash from playing cricket, which I hid from you, I realized how much you cared about me as you drove me to Willesden General.  A father’s reassuring hand can mean so much. I remember the time in Mwanza, when you took me to have a passport picture in a booth by the bus station. I had a fear of enclosed spaces which I didn’t tell you about, and it unnerved me to enter the booth. But you held my hand and it steadied me and made me realize what it meant to have you as my father. 

But I also reminisce about how you used to make us laugh when we were young. Do you remember all the games of Karrom, Monopoly and cards we played?  I recall how we had to keep our eyes fully wide open for some –shall we say - underhand tactics   –for in the blink of an eye – we often found to our disadvantage, that your Mayfair property would suddenly have 3 Hotels!! Those days, when I recall them, still make me laugh and taught me how important it was to humor one’s children.  

So what is it like to have a writer father in the family?

The best bit of having a writer father was that our childhood was always surrounded by books. We always had a luxuriously stocked library at our disposal. We were always encouraged to read.  It meant that my brother and I learnt to read and write Gujarati from a very young age. It’s because of having a writer like you in the family that our minds were introduced to a world beyond the one we knew! Wondrous characters like Birbal,  Babbar, Humayoon, Gandhi, Dalo Tarvadi, Kamrudin, Professor Charudutt did much to entice our impressionable minds. It’s because of you that as a teenager I found myself courting novels like Parivartan by Pitambar Patel, Rein Basera by Sarang Barot. 

My love for Literature is the legacy I owe to you Bapuji!

But that’s not all! I have seen you wake at 5 am, to be at the grind stone, when most of us are asleep. You are a prolific reader too. That is something I realized as early as 1972, when I was only 12.  We had been in the UK for just 2 or 3 years and in those days it was nigh impossible to find a bookstore that sold Gujarati novels. From the grapevine, you heard that a person in Boston Manor had started to sell books from his home.  You were so impassioned to acquire a selection of Gujarati novels, that we spent a whole day in the pursuit of the precise location, which involved a 6 mile round walk in the rain from Ealing Broadway to Boston Manor and back. It’s a journey we all remember very fondly and the books you bought lit up your face for days and weeks! Of course, the bookseller went on to prosper from his little dwellings that soon he had a famous record and bookstore in Southall. You will all have heard of ABC Stores!

No words can ever describe the joy I feel right now, for being blessed with the privilege of growing up as a writer’s son!!  There are countless memories which if I was to enumerate, would take us all day and all night to recount! But here, I will share a few of them with you. A few elements about your character that epitomise your persona, through the eyes of your son!

  • Belief in your own ability! 

Being a writer can be mean you allow yourself to be exposed to fierce criticism.

I recall the late seventies. This is where I find my first memory of you as a writer.  I remember you hunched over sheets of paper, studiously writing a rather enthralling story entitled ‘One Night’s Companionship’ -  Ek Raat no Sehvaas’. My brother and I by this time had learnt to read and write Gujarati, so it was natural for us to have taken more than just a passing interest in the story. I can recall how you had immersed yourself in writing this story.  It remains for me a most gripping tale, because it isn’t until the end that you find out why the companionship is cut short to the length of a single fateful night! It takes me back to my childhood and how I revelled in the substance of the story until the end when I was categorically left feeling quite aghast with the un-hoped for ending!

But sadly, I remember more your disappointment and heartache – because when you sent this story for publication, it was met with a heart-ripping rejection!  The publisher dismissed the short story by stating that ‘Society has little to gain from stories of this kind!” 

But whilst rejection can seriously impair one’s confidence to write again, Bapuji it only made your resolve stronger. That’s because you never gave up believing in yourself. ‘Never leave anything unfinished!’ is something you always tell me.

Of course, most writers have their share of rejections. You only have to check out the book Catch-22, by Joseph Heller. Why 22? Because it took 22nd publishers to read it before it was accepted. 

  • Passion

Bapuji you are the writer you are because of your unrelenting passion!  It’s a craft you love beyond anything else in this world.  It’s your Raison-Etre!  You are an avid reader as much as you are a writer too!  So when your passion is this sturdy it does not surprise me that you are able to craft stories of the calibre of ‘Konava’ which to my mind is your best story. They say that for a writer a book launch is akin to a mother giving birth to a child. In that case, Konava’ has to be your favourite child – but arguably only after – your beloved sons Kaushik and myself!!

It is no surprise that books like Pagal, Konava, Zankhna, Pari Kya Cheez Hai, Vadhamni are all part of your repertoire of successful short story books. 

  • Knack of finding that Perfect Ending!

You have a natural aptitude for finding the right ending and are a master of unexpected plot twist! Do you recall the story ‘The Rose and Crown?’ And do you remember how you were struggling with the ending? Of course, you and I have had endless discourses about this story (and others) in the crafting of it. 

Why did I revel in the story so much? Well, I shall tell you.

This story unfolds on a cold winters evening with its protagonist - a Gujarati fellow - Vikas Bulsara waiting outside a newsagents shop for a colleague, who he is hoping to meet for a project brief.  The neighbourhood is unfamiliar to Vikas.  He waits for a long time but his colleague does not show up, and all the while the weather gets worse. Just then he meets a passer-by - Vilayat Singh – better known as “Willy”.  He asks Willy, if he knew any pubs nearby, so he could take refuge from the unforgiving cold weather and wait for his friend there. Willy tells him that the Rose and Crown was nearby and he happened to be on his way there.  Vikas leaves word with the proprietor of the newsagents and they both head to the pub. In the pub, the two get familiar with each other. They have drinks. We learn about Willy’s views about migrants and how this had enriched the social fabric. Vikas has opposite thoughts on this.  He says that the insurgence of migrants had in fact increased lawlessness and terror. Willy tells Vikas about his family and his work as a security officer at Heathrow. As the two continue, a group of youngsters come hurtling into the pub. They all know Willy and they exchange a few pleasantries. Afterwards, the group settle themselves down at another table in the corner. 

The gang consists of an English boy, a West-Indian, a Chinese girl and an Asian. They stand out - because they have body piercings, tattoos and brightly coloured spiky hair. Their voices are hushed but you know they are up to something. Momik, the gang leader is giving some instructions.  There is a bit of an argument.  Then, Momic calls over Willy to their table. Willy excuses himself and goes over and they talk for a short while, before Momik hands a small package to Willy, which he slips into his pocket. Willy returns to the table to rejoin Vikas. At this time, Willy looks out of the window and notices something that leaves him disturbed. He tells Vikas that he needs to go to the washroom. He leaves to go, but returns and says that his wife has called and he needs to leave right away. The two men hug each other and Willy takes his leave.  Just then two police officers enter and go up to the bar man. They ask the barman questions. Vikas wonders why his friend Vimal hasn’t shown up!! As he wonders a hand rests on his shoulders. One of the policemen says he has reason to believe that he is in possession of illicit drugs. All the pub-goers are asked to vacate the pub.  Vikas is left shocked but says they could search him as he has nothing to hide. A package of powder is found in Vikas’s overcoat. He is incredulous. He protests that he knows nothing about it but the handcuffs are already on. He recalls the hug with Willy and how the package might have been secreted into his pocket. He regrets bumping into Willy!!

So this is the story of somebody in the wrong place at the wrong time.  But I remember Bapuji the struggle was to find a fitting ending. It was frustrating because the story was 99% complete. But there was something that was lacking. Bapuji – do you recall how we kept discussing possible alternatives? And then it came...

As the police take Vikas out into the yard – all the assembled pub-goers stare at Vikas as he is led away into the police car. Vikas is shell-shocked to see these people looking at him as though he were a criminal. As he is driven away he looks one more time at the sea of faces that loom at him and stare back ... and as he does so he sees a familiar face... a face that leaves him reeling. A face that lurches at him absurdly. The face of his colleague – Vimal, the person with whom he was supposed to have had the project brief. But what was he doing there? And why did he have the hint of a grin on his face?

Such a perfect ending don’t you think? It has the effect of leaving one pondering long after one’s finished reading the story...

For every writer, however, there is always a defining moment!! And if it wasn’t for that chance meeting with Vipoolbhai at a Gujarati Literary Academy gathering back in 1984, my father might not have become a celebrated writer. So, Vipoolbhai, I know the burden of debt my father feels towards you and the GLA. Yourself and Doctor Jagdishbhai Dave have contributed much to my father’s success and our family feels a great deal of gratitude to both of you.

In summation, Bapuji, it’s been quite a journey for me – as I am sure it has been for you - to see your meteoric rise as a Gujarati writer! I have learned a lot from you. But also,  thank you for your guidance and for being such a great influence throughout my life. I am very lucky to have you as my father and friend. On behalf of our dear mother, your son Kaushik, your daughter’s in law Jayshree and Pratima, your grand-children Preenal, Anjani, Amar and Shayan and grandson-in-law Dipen, I wish you every success in keeping us entertained with your writing – and pray that there is as much to come in the future as there has been in the past!

Lastly, I also want to take this opportunity to pay my respects to my dear mother. She too has been an immense figure in my life! Happy Mother’s Day Baa!

Thank You.

DIPAK NANDHA

30th March 2014

e.mail : [email protected]

******

વિલાયતી વાર્તા સંચય

• જય કાન્ત •

વલ્લભદાસ નાંઢા અને વિપુલ કલ્યાણી સંપાદિત ‘વિલાયતી વાર્તા સંચય’ બેશક આવકારદાયક પુસ્તક છે. આ સંપાદનકર્મ ભારતમાં તેમ જ વિદેશમાં વસતા ગુજરાતી સમાજે હરખભેર વધાવવા યોગ્ય છે. કારણ કે આ સંચય વિદેશમાં વસતા ગુજરાતી લેખકોને, તેમની ચાળીસ વાર્તાને સ્વીકૃતિ આપી, તેમને જરૂર સધિયારો આપે છે, પ્રોત્સાહન આપે છે, પોરસાવે છે.

સંપાદકોના નિવેદન અનુસાર, તેમનો આશય, જેમને વાર્તા લખવી છે તેવા લેખકોને પોતાનાં લેખનને પ્રકાશિત કરવા માધ્યમ નથી, તેથી એવા લેખકોની એકાદ વાર્તા આ સંચયમાં લઈ, તેમની સર્જન કરવાની ઈચ્છાને ઢંઢોળવાનો છે. તેમનો બીજો આશય, કાળના પ્રવાહમાં તણાઈ જતી કેટલીક કૃતિઓને અંકે કરવાનો પણ છે.

આ સંચયમાં સમાવિષ્ટ તમામ વાર્તાઓ વિત્તવાળી હોવાનો સંપાદકોનો દાવો નથી કારણ કે અમુક વાર્તાકારો સાહિત્યિક વર્ગ માટે વાર્તા ના લખતાં સામાન્ય વર્ગ માટે વાર્તા લખે છે કે જેથી બહોળા વાચક સમાજને પોતાના પરિધમાં સમાવી શકે. ક્યારેક આવા વાર્તાકારોની વાર્તાનું નવલિકા તરીકેનું સાહિત્યસ્વરૂપ જોવા મળે કે ન પણ મળે. તેથી તેમની વાર્તાને નવલિકા કે ટૂંકી વાર્તા તરીકે, મતલબ કે સાહિત્યના સ્વરૂપ તરીકે, મૂલવી ના શકાય અને વાચક એવી ભૂલ કરે તો અવશ્ય નિરાશ થાય. વળી, આ પુસ્તકનું શીર્ષક છે ‘વિલાયતી વાર્તા સંચય’, નહીં કે ‘શ્રેષ્ઠ વિલાયતી વાર્તા સંચય’ જે સ્પષ્ટ કરે છે કે આ પુસ્તકમાં સમાવેશ પામેલી બધી જ વાર્તાઓ શ્રેષ્ઠ નથી. તે સાથે એ પણ ભુલાવું ના જોઈએ કે આ સંચયના કેટલાક વાર્તાકારોએ વાર્તાલેખનક્ષેત્રે બેશક સારું કાઠું કાઢ્યું છે. વાચકે આ બંને બાબતો ખાસ યાદ રાખવી જરૂરી છે.

આ પુસ્તકનું અમુક અંશે સાહિત્યિક મૂલ્ય તો છે જ, તે સાથે એનું ઐતિહાસિક મૂલ્ય પણ છે. આ વાર્તાઓ વીસમી અને એકવીસમી સદીના અમૂક સમયગાળામાં લખાયેલી વાર્તાઓ છે. અત્રે ફક્ત એક નહીં પણ એકથી વધારે દેશમાં વસેલા વાર્તાકારોનું સર્જન છે, તેથી આ પુસ્તક આ તમામ ગુજરાતી સર્જકોને એક તાંતણે બાંધે છે.

આ સંપાદનનું બીજું પણ એક મહત્ત્વ છે અને તે એ કે વિદેશમાં વસતા ગુજરાતીઓ ફક્ત ગુજરાતી વાંચે છે એટલું જ નહીં, પણ તેઓ ગુજરાતી સાહિત્યની યથાશક્તિ સેવા કરવાનો પણ ઇરાદો રાખે છે, તેનો આ દસ્તાવેજી પુરાવો છે. વળી, જ્યારે ગુજરાતમાં વસતા મોટા ભાગના ગુજરાતી લોકોએ ગુજરાતી ભાષાની ચિંતાજનક દશા કરી નાખી છે ત્યારે વિદેશમાં વસતા ગુજરાતીઓ, તેઓ દ્વિભાષી કે બહુભાષી હોવા છતાં, ગુજરાતી ભાષા જ નહીં, પણ ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલી તેમની નાળ તેમણે ખરવા દીધી નથી. એટલું જ નહીં એ નાળ જાળવી પણ રાખી છે.

આ પુસ્તક વાંચતાં એક ખાસ બાબત પણ ધ્યાન ખેંચે છે અને તે એ કે આ તમામ ચાળીસ વાર્તાકારોને સાહિત્ય સાથે સીધો વ્યવસાયિક સંબંધ નથી, તેઓ કાનૂન, માધ્યમ, સંદેશવ્યવહાર, વહીવટીતંત્ર, આરોગ્ય, લલિતકળા, શિક્ષણ જેવા વિભિન્ન વ્યવસાયમાં જોડાયેલા હોવા છતાં, ગુજરાતી ભાષા સાહિત્યની યથાશક્તિ સેવા કરે છે. વાર્તાલેખનનો તાર તેમના વ્યવસાય સાથે નહીં, પણ સીધો એમના દિલ સાથે જોડાયેલો છે. આ સંપાદનકર્મ આવા ગરવા ગુજરાતી સર્જકોની પીઠ થાબડે છે. આમે ય, દરેક લેખક્ને માટે એક યા બીજા પ્રકારનું પ્રોત્સાહન જરૂરી હોય છે.

આ સંપાદનની વાર્તાઓ બ્રિટન કે આફ્રિકાના દૈનિક્પત્રમાં, સાપ્તાહિક કે માસિક સામયિકમાં યા પુસ્તકમાં પ્રગટ થઈ ચૂકી છે. આ વાર્તાગુચ્છ વિવિધ સર્જકોનાં સર્જનને એક જગ્યાએ હાથવગું કરી આપી, માત્ર પ્રસ્તુત લેખકોને જ નહીં, ગુજરાતી વાચકોને તેમ જ વિદેશી ગુજરાતી વાર્તાસાહિત્યના અભ્યાસુઓને પણ મહત્ત્વની સેવા પૂરી પાડે છે.

વાર્તા લખવા પાછળ દરેક વાર્તાકારનો આશય અલગ અલગ હોય છે. દરેક વાર્તાકારનો આશય કદાચ સભાનપણે એક સાહિત્ય સ્વરૂપ તરીકે નવલિકા સર્જવાનો ન પણ હોય. વાર્તાને માત્ર એક સાધન તરીકે વાપરી પોતાના અનુભવ, આદર્શ, કે સંવેદનાને આમ જનતા સુધી પહોંચાડવાનો પણ હોય. દરેક અખબારોમાં કે સામયિકોમાં આવતી દરેક વાર્તા નવલિકા સ્વરૂપે જ હોય એવો આદર્શ હોવો ઘટે, પણ વાસ્તવમાં એમ જોવા ન પણ મળે કારણ કે કોઈ વાર્તાકાર ગુજરાતી સહિત્ય સ્વરૂપ તરીકે નવલિકા સર્જનનો પડકાર ઝીલવા લખે છે, કોઈ સામાજિક પ્રતિષ્ઠા માટે લખે છે, તો કોઈ કમાણી માટે લખે છે, કોઈને માટે લખવું એ થેરાપ્યૂિટક એટલે કે રોગનિવારક હોય છે એટલે લખે છે.

સામાન્ય રીતે આમ આદમી કોઈ ઘટના બનતી જુએ છે કે સાંભળે છે ત્યારે અમુક અંશે સંવેદન અનુભવી, જે તે ઘટનાને વિસારે પાડે છે, પણ વાર્તાકાર પોતાની યથા શબ્દશક્તિ, સંવેદના અને સર્જનશક્તિનો વિનિયોગ કરી, પોતાના અંગત અનુભવને સર્વાનુભાવ બનાવવા વાર્તાનું સર્જન કરે છે. પોતાની સંવેદનાનું ભાવક સાથે સંક્રમણ સાધવાની કોશિશ, માનો કે મથામણ કરે છે. આ મથામણને અંતે જે સર્જન થાય છે તેની ગુણવત્તાનો આધાર, સર્જકે અનુભવેલી સંવેદનની તીવ્રતાનું પ્રમાણ, તેનું ભાષા પરનું પ્રભુત્વ, કલ્પનાશક્તિ, સર્જનશક્તિ, વગેરે પર અવલંબે છે.

સામાન્ય રીતે આપણે એવી અપેક્ષા રાખીએ કે સર્જકનો આદર્શ સભાનપણે, ભલે ઓછું પણ, ઉત્તમ સાહિત્યસર્જન કરવાનો હોય. એને ઉત્તમથી અલગ કશું જ ના ખપે. એટલું જ નહીં, પણ આ આદર્શનું પરિણામ પણ કલાકૃતિરૂપે નજરે પડવું જોઈએ. તો જ સાહિત્યિક સાહિત્યનું સર્જન થાય. સાહિત્યસર્જનની જીવાદોરી તેની ગુણવત્તા પર અવલંબે છે, તેની ઈયત્તા એટલે કે જથ્થા કે સંખ્યા પર નહીં .. કોઇ પણ સર્જકની કૃતિ હાથમાં લેતાં ભાવકની નજર સૌથી પહેલાં તેની ગુણવત્તા પર જાય છે. સર્જકે ઉત્તમ સાહિત્ય આપવા માટે પોતે જ પોતાના કડક વિવેચક બનવાનું હોય છે, તે સાથે તેણે પોતે જ પોતાના હરીફ પણ બનવાનું હોય છે કે જેથી તે એક પછી એક બહેતર સાહિત્ય અને અંતે ઉત્તમ સાહિત્ય સર્જી શકે.

પ્રસ્તુત વાર્તાસંગ્રહમાં વાર્તાકારોએ વિવિધ પ્રકારના વિષયવસ્તુ પર હાથ અજમાવ્યો છે, જેવા કે પતિ પત્નીના વિલક્ષણ સંબંધો, જીવનસંધ્યા ટાણે માનવીના દૈનિકજીવનમાં વ્યસનનું ટેકણલાકડી જેવું સ્થાન, માનવીના જીવનમાં આઝાદીનું મહત્ત્વ, રંગદ્વેષને કારણે નિપજતી વિચ્છિન્નતા, પુરુષપ્રધાન સમાજમાં થતી દીકરીની અવહેલના, તરૂણાવસ્થામાં અંકુરિત થયેલ પ્રેમની ચિરંજીવિત, નગણ્ય ગણાતા માનવીમાં વહેતું માનવતાનું મીઠું ઝરણું, જ્યોતિષશાસ્ત્રની પ્રમાણભૂતતા, બાળક્ની સમજદારીભરી વાતોની વડીલો દ્વારા થતી ક્રૂર અવગણના, જાનવરનો વૈરાગ્નિ, ઘડપણમાં સધિયારાનું મહત્ત્વ, ઉત્સવ ટાણે વ્યક્તિની સ્વકેંદ્રિયતાને લીધે વિવશપણે લોપાતો જતો સર્વલક્ષી સમભાવ, અમીરાતનો દરિદ્રતા પર થતો અત્યાચાર, અહંકાર સામે થતો પ્રેમનો કરૂણ પરાજય, કાનૂન તેમ જ સમાજની કઠોરતાને લીધે લેવાતો નિર્દોષ માણસોનો ભોગ, અસીમ અપ્રત્યપ્રેમ, માણસે દાખવેલી કરૂણા અને માનવતાનું ફળ, વગેરે વગેરે.

આ સંચયમાં ‘હિજરાતાં હૈયાં’, ‘અંત કે આરંભ’, ‘ટીપુ ટીબ’, ‘સાતમો કોઠો’, ‘જયશ્રીની જનેતા’, ‘ખ્વાબ’, ‘કુંવારી વિધવા’, ‘ડંખ’, ‘ખરેખરનાં આંસુ’, ‘સાધના અને સિદ્ધિ’, ‘પરાજય’, ‘બાળક બાળક નથી’, વગેરે વાર્તાઓ ખાસ ધ્યાન ખેંચે છે. એકાદ બે વાર્તાઓ વિશે ટૂંકમાં જોઈએ.

‘હિજરાતાં હૈયાં’ વલ્લભ નાંઢા લેખિત વાર્તા છે. આ વાર્તાના આરંભમાં લેખક ગામના વાતાવરણનું તાદૃશ વર્ણન કરીને વાચકને વીસ વરસે પોતાના વતન પાછા ફરેલા વાર્તા નાયક દિલીપ સાથે સરળતાથી ગામમાં હરતો ફરતો કરી દે છે. વાર્તાપ્રવાહ વર્તમાનકાળમાં આગળ વધે છે તે સાથે સાથે વાર્તાકાર પીઠ ઝબકારથી નાયકના અતીતને સહજતાથી, અનાયાસે વર્તમાન સાથે એવી રીતે સાંકળી દે છે કે ભાવનમાં જરા પણ રસભંગ થતો નથી. વાર્તાપ્રવાહની ગતિ પણ રૂંધાતી નથી.

વાતાવરણના વર્ણન સાથે, પાત્રવર્ણનમાં પણ લેખક પાત્રોના સંવાદો તેમ જ ચેષ્ટાઓથી પાત્રને હૂબહૂ જીવંત કરે છે. દા.ત. દિલીપના દોસ્ત રવજીનું વર્ણન, લેખક એક બે લસરકાથી હાસ્યના ફુવાર છોડવા માટે રવજીના સંવાદને કામે લગાડે છે. રવજીના બાપાના ખબર પૂછતાં તે કહે છે કે ‘ઈ તો પૂગી ગ્યા’ એમ રવજી ઉપર હાથ કરી જણાવે છે એ હાસ્યની અસર લેખકને પણ થાય છે. એટલે તો તેઓ જણાવે છે કે રવજીનો ‘આગળનો એક દાંત પણ ‘પૂગી ગ્યો’ હતો અને બાકીના બધાં તાંબા જેવા લાલ થઈ ગયેલા’ કમાલ છે ને ! પાત્રવર્ણનમાં ચિત્રાત્મકતા અને એની સાથે સાથે હાસ્યની ફુવાર !

ભાવક હાસ્યલહેરી માણે કે થોડી ક્ષણોમાં લેખક જરા ય રસભંગ ન થાય તેવી હળવી રીતે ચંદુનું ભાદર નદીમાં ભરખાઈ જવું, અને પુત્રવિયોગ સહન ના થતાં પછડાય પછડાયને જીવતાં મેનાબે’નના આપઘાતના સમાચાર રવજી દ્વારા જાણવા મળે છે, અને ક્ષણ બે ક્ષણ પહેલાં રમૂજ અનુભવતો ભાવક કરૂણરરસમાં સરકી પડે છે.

વાર્તાનાયક દિલીપ અને નાયિકા મૃદુલા વચ્ચેના પ્રણયઅંકુરની વાત લેખક સ્પષ્ટ શબ્દોમાં જણાવતા નથી પણ સાંકેતિક રીતે ધ્વનિત કરી આપે છે જેની લિજ્જત ભાવકે માણવા જેવી છે. અહીં યુવાન અને યુવતી વચ્ચે અંકુરિત થઈ રહેલ કુંવારા પ્રણયના સ્પંદનોની ક્ષણોથી લેખક પોતે સભાન છે. તેથી જ આ ક્ષણોને તો બોલકા શબ્દોની નજર ના લાગે તે માટે તેઓ ખૂબ કાળજી લે છે, લેખક પોતાની આગવી શબ્દસૂઝ વાપરી, શબ્દસંયમ જાળવીને પ્રણયની ગોપનીયતા જાળવે છે. અને વાચકની સાથે જાણે કે હળવો પકડદાવ રમે છે! અજબની છે આ રમત!

મૃદુલા અને દિલીપ સાથેની વાતચીતમાં મૃદુલાએ દિલીપ માટે વાપરેલા ‘ચાંપલા’, ‘વેદિયો’ જેવા શબ્દો મૃદુલાના દિલીપ માટેના આંતરિક ભાવને ધ્વનિત કરે છે. પ્રણયનો આવિષ્કાર વિલક્ષણ હોય છે અને પ્રણયનો એકરાર પણ કેવો વિશિષ્ટ હોય છે, તે જુઓ :

દિલીપ એક અચ્છો કલમકસબી છે તો મૃદુલાએ ગુજરાતીમાં ડિસ્ટીન્કશન મેળવ્યાં હોય છે તેથી દિલીપ તેને પૂછે છે :

‘તું કંઈ લખે છે?’

‘તું સામે ગામ કોલેજમાં ભણવા જઈશ ત્યારે તને કાગળ લખીશ.’

‘હું તને અહીંયા પણ લખું છું.’

‘મનમાં ને મનમાં?’

‘હા, પણ ચાંપલા ચાંપલા.’

કમાલ છે ને? લેખકની સર્જનકલા પર આફરિન થઈ જવાય એવી એમની કલમમં ભૂરકી છે! કઈ રીતે? અહીં નાયક અને નાયિકા વચ્ચે પ્રણયની નાજુક કૂંપળો ફૂટી રહી છે, આ કોઈ છીછરો બોલકો પ્રેમાલાપ નથી, બંને વચ્ચે પ્રેમપત્રની કે પ્રેમચબરખીની પણ આપ-લે થતી નથી, એની કોઈ જરૂર પણ જણાતી નથી. દિલીપ સામેના ગામની કોલેજમાં ભણવા જશે તો વિયોગવશ મૃદુલા એને કાગળ લખશે, અને પોતાના મનના માણિગર દિલીપને એના જવાબરૂપે પામી શકશે !

જોયો લેખકનો શબ્દસંયમ ! લેખક ઇરાદાપૂર્વક ‘પ્રેમપત્ર’ શબ્દ વાપરતા નથી કારણ એમ કરવા જતાં વાર્તાને અંતે જે રહસ્ય વ્યંજિત કરવું છે ... હિજરાતાં હૈયાં ... તે વ્યંજિત ન થઈ શકે. વળી આ તો બે હૈયાંના મૂક પ્રણયનું સ્પર્શસંવનન છે, સ્પર્શની ભાષા, લેખનમાં વાંચવી શક્ય નથી, તે તો રૂપેરી પડદા પર જ દર્શાવી શકાય. તેથી સર્જક શબ્દોના ઉચિત ઉપયોગથી માત્ર ધ્વનિત કરે છે, એમાં શબ્દોને સ્થાન ના હોય મતલબ એ કે અત્રે બોલકા શબ્દો વાપર્યા વિના સર્જક્ને જે ઇષ્ટ છે તે વ્યંજિત કરી દે છે. અહીં બે પેમલા પેમલીની વાત નથી પણ બે હિજરાતાં હૈયાંની વાત છે, બોલકા શબ્દો વાપરવાથી મૂક પ્રણયની મધુરતા મારી જાય એ આપણા લેખકને કેવી રીતે પરવડે?

દિલીપ મૃદુલાને કહે છે, ‘હું તને અહીંયા પણ પત્ર લખું છું.’ ચતુર મૃદુલા પામી જાય છે અને પોતાના અંતરને મધુરિત કરવા પૂછે છે  ‘મનમાં ને મનમાં?’

દિલીપ કહે છે ‘હા, પણ ચાંપલા ચાંપલા’ મતલબ એ કે ‘સ્વીટ નથિંગ્ઝ’,’ ‘લવી ડવી ટોક’. આ છે આપણા વિલાયતી સર્જક, વલ્લભ નાંઢા !

વાર્તાના અંતે લેખક ભાવકની ભાવનાશક્તિ પર છોડે છે કે બે ‘હિજરાતાં હૈયાં’ કોનાં કોનાં? મૃદુલા કહે છે તેમ ચંદુ અને મૃદુલાનાં કે પછી મૃદુલા અને તેના મૂક પ્રણયીનાં? બંને પક્ષે વાચકો પાસે દલીલ કરવા માટે પૂરતાં કારણો પણ છે.

એક વાચક પક્ષ એવી દલીલ કરી શકે કે વાર્તાના અંતે મૃદુલા જે ખુલાસો કરે છે એમાં તથ્ય જણાતું નથી. ચંદુ અને મૃદુલાના વ્યક્તિત્વ ખૂબ જા ભિન્ન છે તે વાચકે ભૂલવા જેવું નથી. મૃદુલા એક ઠરેલ યુવતી છે અને સામે પડખે ચંદુ? ચંદુ કેવો યુવાન છે? જુઓ, ચંદુ જે શેઠને ત્યાં બીડી વાળવાનું કામ કરે છે તેની સાથે તકરાર થતાં તે શેઠનું ધોતિયું ખેંચી લે છે! વળી આખા જિલ્લામાં ચંદુ એસ.એસ.સી.ની પરીક્ષામાં પહેલે નંબરે પાસ થાય છે ત્યારે ગિધુલાલ હેડમાસ્તર એમની પત્ની સાથે ચંદુના ઘરે વધામણી આપવા બુંદીના લાડુ લઈને જાય છે. એ લોકો ચંદુની માતા સાથે વાતો કરતા હોય છે ત્યારે ચંદુ તેમની ગાડી લઈને ભાગી જાય છે અને કલાક ફેરવીને પાછી લઈ આવે છે ! આથી જ મૃદુલા આવા બિનજવાબદાર અને અવિવેકી ચંદુના પ્રેમમાં હતી એવો મૃદુલાનો ખુલાસો સપાટી પરનો અને વજુદ વગરનો ખુલાસો જણય છે. વળી ચંદુ અને મૃદુલા વચ્ચેનાં આકર્ષણ અંગે લેખકે વાર્તામાં ક્યારે ય અછડતો પણ સંકેત કર્યો નથી. વળી લેખકે શીર્ષક આપ્યું છે ‘હિજરાતાં હૈયાં’, એક હૈયું નહીં પણ બે હૈયાં. મૃદુલાનો ચંદુ સાથેના પ્રેમનો ખુલાસો માની લઈએ તો ચંદુ હયાત નથી, તેથી અંતે હિજરાય છે એક માત્ર મૃદુલાનું હૈયું, અહીં તો બે ‘હિજરાતાં હૈયાં’ની વાત છે ! મૂળ કારણ તો એ છે કે વ્યવહારડાહી, પ્રણયીમૃદુલા નથી ઇચ્છતી કે તેની સાથે સાથે પોતાની પત્ની અને સંતાનો સાથે સુખી કુટુંબજીવન પસાર કરનાર તેના જેવું જ એક બીજું દિલીપનું હૈયું પણ આજીવન હિજરાય. આમ, મૃદુલાનો ખુલાસો પ્રણયની એક જોગણનો ખુલાસો છે. એક હિજરાતાં હૈયાનો ખુલાસો છે.

બીજો પક્ષ એવી દલીલ કરી શકે કે વાર્તાના અંતે મૃદુલા જે ખુલાસો કરે તે સાચો ખુલાસો છે મૃદુલા કહે છે તેમ એસ. એસ. સી.ના વરસ દરમિયાન એને ટાઇફોઇડ થયો હતો એ વાત ખોટી હતી, ખરેખર તો તે અને ચંદુ સામે ગામ જઈને ‘આર્યસમાજમાં લગ્ન કરી આવેલાં. ચંદુ કોલેજ પૂરી કરે ત્યાં સુધી વાત ખાનગી રાખેલી પણ એને મહિના રહી ગયા .... રાજકોટ જઈને ....’ એટલે જ દિલીપે એમ માની લેવાની જરૂર નથી કે મૃદુલા દિલીપના પ્રેમમાં હતી. અને તે દૂર જતો રહ્યો હોવાથી મૃદુલાએ લગ્ન કર્યા. ના હતા. મૃદુલાનો આ ખુલાસો સાચો છે. આપણને ખબર છે કે ચંદુ અને મૃદુલા બંને ભણવામાં હોશિયાર છે, ચંદુ ભલેને સ્વભાવે મસ્તીખોર હોય, તેથી શું? તે સ્વભાવે દિલીપ જેવો બીકણ, વેદિયો કે ચાંપલો નથી. ચંદુનો મસ્તીખોર સ્વભાવ તેમ જ તેનું બિનધાસ્તપણું કોઈ પણ યુવતીને આકર્ષક અને રમૂજપ્રેરક લાગે અને મૃદુલા તો હજી ટિનેજર છે, એને તો આવી મસ્તી વિશેષ ગમે. મૃદુલા જેવી યુવતીઓ ચંદુની હરકતોને હસવામાં લઈ લે. મૃદુલા ચંદુના પ્રેમમાં પડે તો એમાં કશું અજુગતું માનવાની જરૂર નથી. અને ધારો કે ચંદુ શેઠનું ધોતિયું ખેંચવાની હરકત કરે કે વિના પરવાનગીએ મુખ્ય શિક્ષકની ગાડી લઈ જતો હોય તો ય શું? અને બધાં ચંદુની બેવકૂફીને મૂર્ખતા ન પણ માને, તેને બદલે તેની સાહસિકતા તરીકે પણ લે. ચંદુની એ હરકત માટે ગિધુલાલ માસ્તર કશો ઠપકો પણ આપતા નથી કારણ કે એ તો સામે ગામ કોમર્સ કોલેજ જોવા ગયો હતો ! વળી, માનો કે ચંદુ બેવકૂફી કરે કે મૂર્ખતા, પ્રેમમાં પડેલ મૃદુલાની રુચિ તો સામાન્ય માણસથી અલગ જ હોય ને? ‘દિલ લગા ગધેસે તો પ્રિન્સ ક્યા ચીજ હૈ?’ વળી, વાર્તાના શીર્ષકને અને મૃદુલાના ખુલાસા સાથે શું લાગે વળગે? એ તો એક નાટિકાનું શીર્ષક હતું!

લેખકની કલમ આ બંને પ્રકારના તણખાનો વાચકમાનસમાં અવકાશ પૂરો પાડે છે. લેખકનો આવો ઉદ્દેશ હોય પણ ખરો અને ના પણ હોય. એમનો આ બંને પ્રકારના ધ્વનિનો આશય ના હોય તો સર્જનશક્તિની પરાકાષ્ઠા ગણાય. એક પ્રતિભાશાળી સર્જકનું સર્જન અલગ અલગ વાચક માટે ભિન્ન ભિન્ન ધ્વનિઓ છેડે છે, જેનાથી સર્જકની કલમ પણ અનભિજ્ઞ હોય છે. આ વાર્તા વાંચતા મોહમ્મદ માંકડ લેખિત ‘અજાણ્યા જણ’ લઘુનવલના અંતની યાદ તાજી થાય છે. કથાને અંતે અમિતાએ આપઘાત કર્યો કે તેના પતિ દેવેન મહેતાએ તેનું ખૂન કર્યું? દેવેન મહેતા ખરેખર અંધ હતો કે જોઈ શકતો હતો? વાચકને માટે બંને પક્ષે દલીલ કરવા માટે પૂરતાં કારણો છે, તેમ આ વાર્તામાં પણ લેખકે એવી તક પૂરી પાડી છે અને તેની પણ એક મજા છે.

વલ્લભભાઈની અન્ય વાર્તા સંગ્રહની એક પછી એક વાર્તા વાંચતા ચમત્કૃિતની છોળ ઊડતી માણવા મળે છે. એમની વાર્તાઓમાં લાઘવ નોંધપાત્ર જણાય છે. બિનજરૂરી વિગતો, વાક્યો તો શું પણ શબ્દને પણ ટાળવા સભાન રહે છે. વાર્તામાં અપ્રસ્તુત તો કશું જ ના ખપે, તેની તેઓ ખાસ કાળજી રાખે છે. એમની વાર્તા વાંચતા એવું લાગે છે કે જાણે વાચક સામે એક મઝાની કુટિર છે, જેમાં સઘળું ચકચકિત, સુઘડ, સુગંધિત, અને સુવ્યવસ્થિત છે. એનો ખૂણેખૂણો એવો સુગંધિત ને ચોખ્ખો ચણાંક હોય છે કે એમાં પ્રવેશનારની આંખને અને અંતરને તે ભર્યુંભર્યું કરી દે છે.

બીજી એક વાર્તા, ‘અંત કે આરંભ’ નયના પટેલ લેખિત વાર્તા છે. જે એક સ્વમાની નારીની કથા છે. વાર્તાનું શીર્ષક ‘અંત કે આરંભ’ એ શેનો અંત કે આરંભ છે તે અંગે વાચક વાર્તાની શરૂઆતથી જ મનમાં અટકળ કરતો થઈ જાય છે.

પારુલ ભારતથી પોતાના ભાવિ ભરથાર મનીષને પામવા યુ.કે. આવે છે. પારુલ અને મનીષના વિવાહ તેમની બંનેની તેમ જ બંને પક્ષે વડીલોની સર્વસંમતિથી થયા હોય છે. તેમ છતાં વિવાહ બાદ મનીષે પારુના કાગળનો જવાબ આપ્યો ન હતો, તેથી પારુ પોતાની ઇચ્છાનુસાર મનીષનું મન પામી શકી નથી. પારુને મનીષનું મન પામવાની આતુરતા છે. શું પારુની આ આતુરતાનો અંત આવશે કે કશાક અણધાર્યાનો આરંભ થશે?

જ્યારે પારુને ખબર પડે છે કે મનીષને પારુ સાથે નહીં પણ કુરંગી સાથે લગ્ન કરવા છે ત્યારે પારુની આતુરતાનો અંત આવી જાય છે. અહીં સુધી વાચકની અટકળ અર્ધી સાચી છે, પણ ખરેખર અંત શેનો?

મનીષાના વલણથી વ્યથિત થયેલી તેની માતા કુમુદબહેનને પારુલની ચિંતા કોરી ખાય છે. પોતાને ભરોસે પરદેશ આવેલી પારુ યુ.કે.થી પાછી ભારત જાય તો એના લગ્ન કરવા કેટલા મુશ્કેલ હોય છે. મનીષ અને તેની માતા કુમુદબહેન વચ્ચે બોલાચાલી થાય છે ત્યારે અંતે મનીષ ગુસ્સામાં પારુની સગાઈ તેની ફોઈના દીકરા, કુમુદબહેનના લાડકા ભાણેજ નમન સાથે કરવાનું સૂચવી પોતાના મનની દાઝ કાઢતો જાય છે. કુમુદબહેનના મનમાં ઝબકાર થાય છે કે મનીષનું સૂચન પણ આવેલી પરિસ્થિતિમાં તો આવકારદાયક છે. જો આ સૂચનને ધ્યાનમાં રાખી પારુ પોતાની ઇચ્છથી સંમતિની મહોર મારે તો ત્રણે પક્ષે વડીલોને અને ખુદ નમનને પણ વધાવવા જેવું લાગે છે. પારુલની ઇચ્છા જાણવા નમન તેને એકાંતમાં સવાલ કરે છે.

‘તમે ... તું સ્વીકારશો મને …?’

નમનને કઠોર સ્વસ્થતાપૂર્ણ જવાબ મળે છે.

‘તમારી રાહ હું અજૂઠ રહી (વિચારોથી પણ) ને આવતે જન્મે જોઇશ. આ જન્મે માફ કરજો. હું પાછી ભારત જઈ, તમારા સૌના પ્રેમને ભૂલીશ નહીં. મારી ચિંતા મારું ભાગ્ય કરશે.’

કેવો ખુમારીભર્યો, ખમતીધર, આત્મગૌરવ અને આત્મસન્માનથી ભર્યોભર્યો જવાબ ! પારુમાં પોતાની આગવી અસ્મિતા જાગૃતિ મ્હોરી ઊઠી છે! કટોકટીથી હારીને એ નમતું મૂકે એવી નિર્બળ નારી નથી. એ પોતે એક જીવંત વ્યક્તિ છે, તે એક નિર્જીવ ઢીંગલી નથી કે વડીલો પોતાની રીતે એને કોઈ પણ ઢીંગલા સાથે ગોઠવી દે. એ મનીષની બનવા ઇચ્છતી હતી, મનીષના વિચારોથી અજૂઠ રહી શકી ના હતી અને મનીષથી અનેકગણો બહેતર નમન હોવા છતાં પારુ આ ભવે નહીં પણ બીજા જન્મે, બીજા પુરુષના વિચારોથી પણ અજૂઠ રહીને નમનની રાહ જોવાનું કહે છે. આચાર અને વિચારથી પણ અજૂઠ નારી જ નમન જેવા પુરુષને પામવાનો અધિકાર મેળવી શકે. ભલેને ત્રણે પક્ષે વડીલો અને ખુદ નમન પોતે એને સ્વીકારવા તૈયાર હોય, પારુ પોતાની જાતને નમન માટે યોગ્ય માનતી નથી, કારણ કે તે મનીષના વિચારોથી અજૂઠ બની ચૂકી હતી. પારુના જવાબમાં એનું વ્યક્તિત્વ પ્રતિબિંબિત થાય છે.

પહેલાંની ગભરુ, ચિંતિત, ભાવિ પતિની વિડંબનામાં જેનાં મન પ્રાણ ભીંસાઈ ગયા હતા એવી યુવતી પારુ, પોતાના અરમાનોની રાખમાંથી હુમાની જેમ નવો જન્મ લે છે. પારુની કમજોરીનો અંત અને એક નવા સ્વમાની જીવનનો આરંભ થાય છે.

આ વાર્તામાં લેખિકાની વાર્તાકાર તરીકેની ક્ષમતા દેખાઈ આવે છે. દરેક વાક્યની અને શબ્દની વાર્તાના સંદર્ભમાં અનિવાર્યતા જણાઈ આવે છે. શબ્દોની પસંદગી પણ દાદ માંગી લે છે. પ્રસંગની રજૂઆત હોય કે સંવાદોની અભિવ્યક્તિ લેખિકા જાણે કે ફેરવી ફેરવીને, સૂંઘીસૂંઘીને શબ્દો વીણે છે અને તેનો કલાત્મક ઉપયોગ કરે છે. કોઈ પણ વાક્ય તો શું પણ એકેય શબ્દ અજુગતો કે વધારાનો નથી. લેખિકાની કલમ આગળ વધે છે. એમની વાર્તાકલા માણતી વેળા વાચકને લેખિકાનો બિનજરૂરી અવાજ સુધ્ધાં સંભળાતો નથી.

પાત્રો વિશે બોલબોલ કરવાને બદલે, પાત્રોના સંવાદો અને હરકતોથી જ વાર્તાકાર પાત્રોનું ચરિત્ર બહાર લાવે છે. દરેક પાત્ર સાથે વાર્તાકાર અદ્દભુત તાદાત્મ્ય સાધે છે. લેખિકાની કલમ લક્ષ્યવેધ માટેની અર્જુનદૃષ્ટિ સાબિત કરે છે. ‘હવે શું બનશે? વાર્તાનો અંત કેવો આવશે?’ એવી આતુરતાથી વાચક ઉભડક મને વાર્તાપ્રવાહમાં આગળ વધે છે અને અંતે તેના મનમાં એક ઝબકાર થતાં જ વાચકમન ચેતોવિસ્તાર સાધે છે. ગજબની આ સર્જંશક્તિ !

‘જયશ્રીની જનેતા’ પોપટલાલ પંચાલ લેખિત વાર્તામાં પુરુષપ્રધાન સમાજમાં કહેવાતા આચાર્યો, ગુરુઓ અને પુરોહિતોએ ‘પુત્ર’ શબ્દની ઘૂંટેલી વ્યાખ્યા ‘પુ નામના નર્કમાંથી તારે તે પુત્ર’ને લીધે ભારતીય સમાજમાં પુત્રીઓની અવગણના થાય છે. વાર્તાકાર પંચાલ સાહેબ, દીકરી પણ દીકરા જેટલી જ ખમતીધર હોય છે અને દીકરાથી પણ અદકેરી હોય છે તે વાસ્તવિક્તા તેમની આગવી શૈલીમાં રજૂ કરે છે.

‘બાળક બાળક નથી’ હીરાલાલ શાહ લિખિત વાર્તામાં લેખક બાળકના મોંએ અનેરી ઢબથી સૂચિત કરે છે કે આપણે બાળકને અણસમજુ માનીને અવગણીએ છીએ, પણ વાસ્તવમાં બાળક, બાળક નથી હોતું, મતલબ કે બાળક અણસમજુ નથી હોતું. એનામાં પણ સમજ અને સંવેદનો હોય છે જેનો ક્યારેક, અમુક મોટેરાઓમાં અભાવ હોય છે. મોટેરાઓનાં સ્વાર્થી, અવિચારી, કઢંગા, લાગણીશૂન્ય, અજુગતા વ્યવહારો અને વલણો તેમનાં ધ્યાન બહાર રહેતાં નથી. વાર્તાને અંતે ખરી વાર્તા શરૂ થાય છે કે જ્યારે વાચકને ખ્યાલ આવે છે કે લેખક ચમત્કૃિતના સ્ફૂિલંગો વાર્તાની શરૂઆતથી જ સર્જતા રહ્યા છે.

‘ટીપુ ટીબ’ બળવંત નાયકની વાર્તા એટલે જીવંત, હરતી ફરતી ‘આઝાદી’ એટલે હમીદ બીન. અહીં વાચકને હમીદ બીનની જીવન ઝલક જોવા મળે છે. બળવંત નાયકની ભાષાશૈલી ગુણવંતરાય આચાર્યની ભાષાશૈલીની યાદ અપાવે છે. ‘સિંહની જેમ જીવન જીવતો ગુલામોનો મુક્તિદાતા ‘ટીપુ ટીબ’ ઊર્ફે હમીદ બીન જીવનનાં અંતિમ વર્ષોમાં કોઈનો પણ ગુલામ ના બનતા એક આઝાદ હસ્તી બની રહી ઉન્નત મસ્તકે રખડી, રઝડી, પટકાઈને કુદરતને ખોળે પોઢી જાય છે. વાર્તાકારની બળુકી ભાષશૈલી તીરની જેમ વાર્તાના એક માત્ર લક્ષ્યને સાધે છે. કલમની ચિત્રાત્મકતાને લીધે અફ્રિકન વાતાવરણમાં પ્રાણ પૂરી વાર્તા સંચયમાં એક અનોખી ભાત ઉપસાવે છે.

આ જા રીતે આ સંચયની બીજી વાર્તાઓ પણ માણવા જેવી છે. ‘વિલાયતી વાર્તા સંચય’ના સંપાદકો વલ્લભ નાંઢા અને વિપુલ કલ્યાણી તેમ જ અન્ય સંપાદકો પણ આ રીતે જ ગુજરાતી સમાજને ભાવનથાળ ધરતા રહે એવી અભિલાષા રાખીએ.

e.mail : [email protected]

***

Category :- Diaspora / Features

Indian Cobblers Of East Africa

© Kersi Rustomji
04-06-2014

an anvil used by the cobblers

While Bata was ubiquitous in later years, early Indian cobblers created all the footwear in East Africa. Every town had its lone cobbler family. The cobbler worked on the verandah of the front room of their shop-cum-home.

A flat square cushion on a 'guniya' a gunnysack on the floor was their seat to squat on. The leather crafting tools lay within easy reach as did an old battered aluminium 'sufuria,' cooking pot, with water to soften the leather for cutting, stitching, smoothing, and a very smooth black granite piece was at hand, to sharpen the half moon leather cutting and trimming knives, and the hooked stitching needles. Nails, hammers, stitching string, and needles lay near an old tin that contained homemade blue coloured lye. A ball of wax was at hand to apply to the stitching needles for easy penetration of the leather.

A variety of leather rolls lay in a wooden chest nearby. A thick red covered ledger book that sat atop the chest was the order book.

Ichhoo Mochi was one such cobbler.

Ichhoo the Cobbler of Mwanza, in the then Tanganyika now Tanzania, was the town shoemaker.

To get any footwear, men's, women's, and children's one arrived at Ichhoo's and after the 'અરે હું ખબર છે. આ હારો  vaર્હાર્દ બહુ પડ્યો ને!'

'Aare what's the news? Aare the bugger rain is very heavy, no!' Or else, some other local topic commented on, before the business commenced.

A discussion on the type of footwear one wanted ensued. In course of this general exchange of styles, type, and colour of leather, Ichhoo, or his ‘aashishtent,’ assistant, rose from the squat, smoothed his greyed white pyjama pants and the untucked shirt, also quite grey from use, and disappeared in the room at the back.

A few minutes later, he emerged with a thick, very dog-eared shoe styles magazine, which had seen better days in some English shop. Used for years it always showed the ‘letesht shtaeel letesht’ according to Ichoo.

From the description by the customer, Ichhoo flipped the pages to find the closest match, and handed over the magazine. The customer looked at the picture, flipped more pages back and forth, and after the pros and cons of various styles was entered into, one was chosen, often with a few modifications by the customer.

Ichhoo returned to his squat and opened the thick red covered ledger book. He turned to an empty double page, as the customer removed the shoes.

First the right and then the left foot was placed on the ledger book, and both were traced on each page. The customer name and date were entered in one corner of the page, and the price as well the delivery date written.

Some days later, at least three 'fitting' visits followed. During these, various kinks, tightness, or looseness, noted next to the outlines of the two feet, and another fitting date given.

During the ensuing fitting visits the invariable, 'અરે રૂસ્તમજી, જરા કાલે હાવજોને. આજે હારુ બહુ કામ છે.' ‘Aare Rustomji, please come tomorrow, bugger today have many jobs,' was not uncommon.

The next day the fitting done, problems again noted in the ledger next to the foot patterns, and a new date for delivery entered.

The wise customer never went on the new nominated day, for he knew his Ichhoo. Therefore the customer arrived on a third or fourth day after the new date, and was greeted with,  ‘અરે હાહેબ, હું થયું? તમે મોડા થયા છો. તમારા બૂટ તો તયાર છે!' 'Aare sahib, what happened? You are late. Your boots are ready.' The customer was never right.

After retrying the new pair satisfactorily, Ichoo wrapped it in old newspaper pages, tied with the stitching thread, the money paid, and Rustomji carried home his new pair of hand-stitched shoes, until next Navroze, the Parsi New Year.

'બૂટ' boot and not shoes, was the generic Indian word for all footwear, except for ‘eeshliper,’ slipers or 'sendl,' sandals. Many Nairobi residents will recall Pitamber Khoda on the old Government Road, a leading shoe dealer.

An Indian cobbler in East Africa trims leather on a granite slab

A Nairobi cobbler 2003

Cobbler’s tools

Endowed to Asian African Heritage Trust Nairobi, Kenya.

© Kersi Rustomji 2014.

e.mail : [email protected] 

Category :- Diaspora / Features