મારી બંસીમાં …

૨૨મી માર્ચ, કવિ શ્રી સુંદરમ્‌ના જન્મદિવસ નિમિત્તે … મારી બંસીમાં …  કવિશ્રી 'સુંદરમ્‌' મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા. ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા, કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા, પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા, સોનેરી સોણલું બતાડી તું જા. … મારી o સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી, દિલનો દડૂલો રમાડી તું જા, ભૂખી શબરીનાં બોર બેએક આરોગી, જનમભૂખીને જમાડી તું જા. … મારી o ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા, સાગરની સેરે ઉતારી તું જા, મનના માલિક તારી મોજના હલેસે ફાવે ત્યાં એને હંકારી તું જા. … મારી o https://tahuko.com/?p=431 ગાંધીકાલીન કવિઓમાંના ઊંચી કોટિના અગ્રણી કવિ એટલે સુંદરમ્‌. ‘સુંદરમ્‌’ તેમનું ઉપનામ અને મૂળ નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. તેમણે એક લીટીમાં … Continue reading મારી બંસીમાં …