દોસ્ત

દેવિકા ધ્રુવ
10-06-2022

તારી સાથે ચાલી નીકળવાની

તો કોઈ ઉતાવળ છે;
કોઈ અધીરાઈ.
ગમે ત્યારે આવજે ને?
ટાઢ, તાપ કે વરસાદ, સાંજ, સવાર કે રાત,
ગમે ત્યારે, ગમે ત્યાં,
તું આવીશ ત્યારે તૈયાર રહીશ.
કશી આનાકાની નહિ કરું.
તું ચોક્કસ આવીશ, એની તો ખાત્રી છે !
વિધાન પાળવામાં,
તારી તોલે કોઈ આવે.
કદાચ એટલે તો,
તારું માન છે, સ્વીકાર છે.
ફરી કહું છું,
ગમે તેવાં અધૂરાં કામ
પડતાં મૂકીને પણ આવીશ.
અરે, ઘોડે ચડીને આવવાની
તને છૂટ છે જા! પણ દોસ્ત,
એક વિનંતિ કરું ?
ભવ્યતાથી આવજે હોં!
મને અને સૌને ગમે
તે રીતે આવજે.
યાદગાર રીતે આવજે.

કોઈ નિશ્ચિત્ત તો નહિ,

પણ થોડી આગાહી આપજે.

જેથી સજધજ થઈ,

આનંદપૂર્વક તારી રાહ જોવાય.

આરતી ઉતારી,

તારું સન્માન થાય,

જન્મની જેમ ;

દોસ્ત યમરાજ!!

 

http://devikadhruva.wordpress.com

e.mail : [email protected]

Category :- Poetry / Poetry