મુક્તિ

બીજલ જગડ
01-06-2022

શબ્દો ગઝલનાં અક્ષરોમાં હું ઉતારી જાણું,
જીવનના વમળોને મુક્તિ ઘાટે વહાવી જાણું.

જીવન સ્વપ્ન છે એ જ જૂની ખુવારી પરંતુ,
આંખો વચ્ચે એક દુનિયા નવી વસાવી જાણું.

અશ્રુ જાણે કે આકાશથી ખર્યો એક તારો,
જિંદગી એક ડમરી ધૂળ વ્યથા ઊરની જાણું.

રૂદન આદિકાળથી મોજાં તણું નથી કિનારો,
જીવન આંધી ક્ષમા ઉઠાવી ટમટમાવી જાણું,

કાળજું કોરી રહ્યા શબ્દ જિંદગી આઝાદ થઈ,
માટીમાં મળી વમળમાં જીવતાં શીખાવી જાણું.

ઘાટકોપર, મુંબઈ

e.mail : [email protected]

Category :- Poetry / Poetry