લખીમપુરનો ગરબો

ભરત મહેતા
14-05-2022

મોંઘીદાટ ગાડી ને, મોંઘું છે પેટ્રોલ
ખેડુ છે, નથી તાત જગતનો!
એની અડફેટે આવીશ નૈં
              નહિતર ખેડુને કચડી દઈશ ...
 
એની છે પોલીસ ને એનો છે મંત્રી
પીળાં પાનાંનો એનો છે તંત્રી
ભૂલથી ટીવી ઉઘાડીશ નૈં
                નહિતર ખેડુને કચડી દઈશ ...
 
ચોર છે ભૈ, એ જ ચોકીદાર છે
અદાણી, અંબાણીનો દોસ્તાર છે
ભૈબંધીમાં પંચર પાડીશ નૈં
                 નહિતર ખેડુને કચડી દઈશ ...
 
મોંઘીદાટ કલમ ને મોંઘો છે કાગળ
મરે છે માણસો, આગળ ને પાછળ
એની કવિતા જોડીશ નૈં
                      નહિતર ખેડુને કચડી દઈશ

E-mail : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2022; પૃ. 02 

Category :- Opinion / Opinion