પત્ર

બીજલ જગડ
13-05-2022

અમે દસ દસ મણ અગ્નિ લખી કાઢ્યું છે કાગળમાં જી,
છાતીના ઝગડામાં લાગણી ડૂબતી અતલ સાગરમાં જી.

હું પ્રથમ અમસ્તો માત્ર જોતો રહ્યો વાત કંઈ પણ ન હતી,
કોરો કાગળ ફાટી આંખ, સળગી ઉઠ્યા હાથ મુઠ્ઠીમાં જી.

મીરાં નામની નદી ઉપડી પાંપણે; લોચન મારાં ઝાલી,
જીવન જ્વાળા મહીં ઈંધણ, નિર્દોષ અબોલા આંખોમાં જી

પત્ર હું લાખ લખું એવા, હૃદયની ઉર્મિઓ ખાલી કરી નાખું,
નિહાળું ઝલક પ્રણય ગોઠડીની, જીવનની કહાણીમાં જી.

પ્રેમની વાતો, હૃદયની લાગણીઓ એકાંતમાં દિલ ડંખે છે,
લાગણીના ભારથી લચકાતી શાયરી પત્રના પાલવમાં જી.

ઘાટકોપર, મુંબઈ

e.mail : [email protected]

Category :- Poetry / Poetry