જળને પ્રણામ

બીજલ જગડ
11-05-2022

એક સન્નાટો મારામાં ફરતો રહ્યો,
રાત આખી સ્તબ્ધ જોતો રહ્યો.

રેશમી વસ્ત્રની જેમ ઢળી પડ્યા,
રાત આખી કાંચળી જોતો રહ્યો.

ટેરવાં લાશમાં, હાથ ઊજાગરામાં,
રાત આખી જાગી જોતો રહ્યો.

જ્ઞાનવશ આંખ હિમ થઈ થીજી,
રાત આખી સપનાં જોતો રહ્યો.

છે એક ટીપું; જળને સાષ્ટાંગ પ્રણામ,
રાત આખી દરિયો જોતો રહ્યો.

ઘાટકોપર, મુંબઈ

e.mail : [email protected]

Category :- Poetry / Poetry