ધૂળ

રમણીક અગ્રાવત
01-05-2022

હું જાણું છું આ ધૂળ
આ ગામની                                                          
ધૂળ ગામે ગામની સૌથી વધુ જીવંત અને અદ્દભુત ચીજ છે
આપણા પૂર્વજો
જન્મ્યા, ઉછર્યા, હરખશોકમાં રમ્યા
ને સમય આવ્યે શમ્યા
આ ધૂળમાં.
આ ભૂમિ પર
આપણી આસપાસ
ચોમેર વેરાયેલું કમનીય સૌંદર્ય જ
બચાવી શકે તો બચાવી શકે.
આ ધૂળનાં એકએક કણમાં
જીવંત છે કશુંક
એમાં ઢબૂરાઈને રહેલી છે
અનંત સંભાવનાઓ.
સાવ ધૂળ જ રહીને
ધૂળ જેવી ધૂળ
નવા જ અર્થમાં ફરી સમજાઈ શકે છે.

૭, મુક્તાનંદ સોસાયટી, નર્મદાનગર, જિ. ભરૂચ, ૩૯૨ ૦૧૫

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2022; પૃ. 13

Category :- Poetry / Poetry