નારાજ થઈને :

મૂકેશ પરીખ
25-11-2021

તારી સભામાં આવ્યો છું હું ય બહુ નારાજ થઈને,
આમંત્ર્યો યે નહોતો અહીં તેં ય મને નારાજ થઈને!

મારી રીતે જાળવી રાખી છે મેં એ સંબંધોની મર્યાદા,
અકબંધ રહે તું તે માટે આવ્યો છું હું નારાજ થઈને.

નજર મળતાં જ મ્હોં ફેરવી લેવાની જા છૂટ છે તને,
તને જોયા પછી હું તો પાછો નહિ ફરું નારાજ થઈને.

આવી ચઢ્યો છું તારે આંગણે સ્વમાન નેવે મૂકીને,
માનભેર આવજે તું, ન આવીશ આમ નારાજ થઈને.

આવ, ગળે મળીને મનમેળ કરી જ લઈએ ‘મૂકેશ’,
ખેદ રહેશે જો આમ અલવિદા કહેશે નારાજ થઈને!

e.mail : [email protected]

Category :- Poetry / Poetry