ગઝલ

રવીન્દ્ર પારેખ
09-11-2021

ક્યાંકથી હું ખૂટી શકું,
તાંતણો છું, તૂટી શકું.
ડાળ પર રૈ' શેખી ન કર,
ફૂલ છે તું, ચૂંટી શકું !
રાખ ના એમાં તું સૂરત !
આયનો છું, ફૂટી શકું.
શ્વાસ પર શ્વાસો લખ ભલે,
એકડો ના, ઘૂંટી શકું.
તું જ સામેથી છોડી દે,
તો હું ક્યાંથી લૂંટી શકું?
ક્યાંક તો મરતું હોય કૈં,
હું ન માથું ફૂટી શકું.
મોતનું નક્કી ના કશું,
પણ ન એથી છૂટી શકું.

000

e.mail : [email protected]

Category :- Poetry / Poetry