વચ્ચે

રમણ વાઘેલા
16-09-2021

આ આવજાની  વચ્ચે,
ઊભા દ્વિધાની વચ્ચે !
ઉલ્લેખ કોનો કરવો ?
આ રાવણાની વચ્ચે !
ખોટું તો નહીંને લાગે?
ખુદ ને ખુદાની વચ્ચે !
છે શહેરની સફળતા,
કુટિર - કૂબાની વચ્ચે !
પ્રસ્વેદ પાથરું ક્યાં? 
આ આપદાની વચ્ચે !
રાખી અદબ ઊભાં છે
વૃક્ષો ખિજડાની વચ્ચે !
અફસોસ આથમે ક્યાં ?
આ ખા-મ-ખાંની વચ્ચે.
તંબૂ  અમે તો તાણ્યા,
કુરાન-ગીતાની વચ્ચે !

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 16

Category :- Poetry / Poetry