કોરોના

ભરત વિંઝુડા
16-07-2021

જો તમો
તમારાં મિત્રો,
સગાં-સંબંધીઓ,
પરિચિતોની
સંખ્યા
અને
એની સામે
કોરોનામાં
મૃત્યુ પામેલાની
સંખ્યા
જાણી શકો
તો
સમગ્ર દેશમાં
કોરોનાથી થયેલ મૃત્યુની
માંડી શકો
ટકાવારી.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 16

Category :- Poetry