ગઝલ

પરેશ દવે નિર્મન'
10-06-2021

આપણી વચ્ચે સમાંતર શું છે ?
દગ દિશા ને આ દિશાંતર શું છે?

માર્ગ સઘળા ઊમટ્યાં મારામાં,
પગરખાંનું આ સ્થળાંતર શું છે?

આપણે ટક ટક ટકોરા દેશું,
એ જ છે વિસ્મય અવાંતર શું છે?

મેં કહ્યું ને તેં વખોડ્યું એમાં,
મતથી ભારેખમ મતાંતર શું છે?

લ્યો બરફ થઈ ઓગળ્યું 'નિર્મન',
પાણીનું બીજું રૂપાંતર શું છે?

09.06.2021

e.mail : [email protected]

Category :- Poetry