સબર

બાબુલ
05-04-2021

યાર દોસ્તીની ખબર કર
પ્રેમ જેવી તું અસર કર

ખોલ ધોળા આવરણને
કોરી ધાકોર નજર કર

રંગ પામ્યા છે અંત બસ
એમને ખાતર કબર કર

ના કર માતમ ગમ ન સિતમ
સાંભળ: સંભાળ, સબર કર

અંત છે આરંભ  'બાબુલ'
તું એક ઈશ અકબર કર.

એક સ્વજન, જ. ખલીલ ધનતજવીના દેહાંત(ઇન્તેકાલ)ના સમાચાર પર:

અવસાન પ્રસંગ :  આ સંસારમાંથી આખરી વિદાય - સફેદ કફન, અંતિમ દર્શન, શ્વેત પરિધાન ( રંગ અંત); રુદન - આક્રંદ વચ્ચે ઉભરતી ફિલસૂફ સલાહ, સૂચન : ધૈર્ય, સમજદારી અને શ્રદ્ધા - આસ્થા.  મક્તા ( અંતિમ શેર) - મત્લા(પ્રથમ શેર- આરંભ)નો મહિમા કરે છે : આવે ટાણે પ્રેમ - દોસ્તી થકી શાતા પ્રસરાવીએ. 

પ્રાર્થના (દુઆ) કે એમના મૃતાત્મા(રુહ)ને વૈકુંઠ (જન્નત) પ્રાપ્ત (નસીબ) થાય.

https://avataran.blogspot.com

Category :- Poetry