ગઝલ

દેવિકા ધ્રુવ
23-02-2021

છંદવિધાનઃ હઝજઃ૨૮ માત્રા

 

નજર ને આંખની સાથે જુગલબંધી કરી છે મેં.

ખરેલાં પાનની સાથે જુગલબંધી કરી છે મેં.

 

નિયમ કેવો છે નૈસર્ગિક, પ્રથમ પીડા, પછી સર્જન!

વિરોધાભાસની સાથે જુગલબંધી કરી છે મેં.

 

નજીક રાખ્યા હતાં દિલની, થયાં અળગાં તમે જાતે,
તો ખાલી જામની સાથે જુગલબંધી કરી છે મેં.

 

નહિ તો રમકડાં સ્ક્રીનનાં ક્યારે હતાં પ્યારાં?

સમયની ચાલની સાથે જુગલબંધી કરી છે મેં.

 

હતી ઈચ્છા મળીને રૂબરૂ વાતોને વાગોળું.

પરાણેઝૂમની સાથે જુગલબંધી કરી છે મેં.

 

e.mail : [email protected]

Category :- Poetry