કવયિત્રી લુઇસ ગ્લિકની ચાર કવિતા

અનુવાદઃ બ્રિજેશ પંચાલ
19-02-2021

કવયિત્રી લુઇસ ગ્લિક
Louise Elisabeth Glücken

સાહિત્ય નૉબેલ (૨૦૨૦) વિજેતા કવયિત્રી લુઇસ ગ્લિકને, તેમના તેજસ્વી કાવ્યાત્મક અવાજ માટે, નૉબેલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, જે વ્યક્તિગત સુંદરતાને વૈવિધ્યપૂર્ણ બનાવે છે. તેઓનો જન્મ ૧૯૪૩માં ન્યુ યોર્કમાં થયો હતો. લુઇસ ગ્લિક અમેરિકન કવિ અને નિબંધકાર છે. તેઓને ઘણા પ્રતિષ્ઠિત સાહિત્યિક એવોર્ડ મળ્યા છે, જેમાં પુલિત્ઝર પ્રાઇઝ, નેશનલ હ્યુમેનિટીઝ મેડલ, નેશનલ બુક એવોર્ડ, નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડ, બોલીંગેન પ્રાઇઝ, કવયિત્રી લુઇસ ઇલિઝાબેથ ગ્લિક યેલ યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રોફેસર છે. ઈ.સ. ૧૯૬૮માં પ્રથમ કાવ્યસંગ્રહ ‘ફસ્ટબોર્ન’ પ્રકાશિત થયા બાદ, કુલ ૧૨ કવિતા સંગ્રહ સાથે, ઘણાં પુસ્તકો પ્રકાશિત થયાં છે.

૧.

કબૂલાત …

હું ડરતી નથી એમ કહીશ તો,
એ સાચું નથી!
હું ડરું છું બીમારીથી, અપમાનથી!
બધાની જેમ, મારી પાસે પણ સપનાં છે.
પરંતુ એને હું સંતાડતાં શીખી ગઈ છું,
મારી જાતને પરિપૂર્ણતાથી બચાવવા માટેઃ
બધી જ ખુશીઓ આકર્ષે છે કિસ્મતના ખોફને.
છેવટે તો બે ય બહેનો જ, ને પાછી ક્રૂર!
એમની પાસે ક્યાં હોય છે બીજી કોઈ લાગણી?
હોય છે ફક્ત ઈર્ષ્યા!

Confession by Louise Gluck

To say I'm without fear--

It wouldn't be true.
I'm afraid of sickness, humiliation.
Like anyone, I have my dreams.
But I've learned to hide them,
To protect myself
From fulfilment: all happiness
Attracts the Fates' anger.
They are sisters, savages--
In the end they have
No emotion but envy.

 

°°°°°°

૨.

 

પ્રેમની કવિતા …

દુઃખથી હંમેશાં કંઈક બનતું રહે છે.
તમારી મા ગૂંથે છે.
હરએક લાલ રંગની છાટના બનાવે છે દુપટ્ટા,
જે ક્રિસમસ માટે હતા, જેણે તમને હૂંફાળા રાખ્યા હતા.
એ પરણે છે જ્યારે જ્યારે, લઈ જાય છે તમને, 
ને વર્ષો લગી સંઘરી રાખે છે વિધવા મનને બનાવી આંગળિયાત.
મરેલું પાછું ફરશે કોઈ એમ ધારીને.
પછી એ કઈ રીતે સફળ થઈ શકે.
તમે છો જેવા હતા એવા જ, એમા શી નવાઈ!
લોહીથી ડરનારા, તમારી સ્ત્રીઓ તો છે,
એક પછી એક ઈંટે ચણેલી દીવાલ!

2. Love Poem by Louise Gluck

There is always something to be made of pain.

Your mother knits.
She turns out scarves in every shade of red.
They were for Christmas, and they kept you warm
while she married over and over, taking you
along. How could it work,
when all those years she stored her widowed heart
as though the dead come back.
No wonder you are the way you are,
afraid of blood, your women
like one brick wall after another.

 
°°°°°
૩.

પ્રથમ યાદ …

બહુ વખત પહેલાં, હું જખમી થઈ હતી,
હું જીવતી હતી મારા પિતા સાથે મારો બદલો લેવા,
એ કેવા હતા એના માટે નહીં,
હું કેવી હતી એની માટે -
હું બાળપણથી ધારતી આવી હતી કે
− મને કોઈ ચાહતું નહતું − એ મારી પીડા હતી,
ખરેખર તો હું ચાહતી રહી એ પીડા હતી!

3. First Memory by Louise Gluck

Long ago, I was wounded. I lived
to revenge myself
against my father, not
for what he was--
for what I was: from the beginning of time,
in childhood, I thought
that pain meant
I was not loved.
It meant I loved.

 
°°°°°
૪.

પ્રારંભનો અંધાર …


કેવી રીતે કહી શકો તમે,
કે સંસાર હરખ આપી શકે છે મને?
જન્મતી દરેક વસ્તુ  મારી પર બોજ છે,
હું તમારા બધાની સાથે, સફળ ના થઈ શકું!

તમે હુકમ  કરવા ચાહો છો મને,
તમે કહેવા માગો છો મને
કે તમારામાંથી કોણ મૂલ્યવાન અને મને માફક આવે એવું છે.
ને તમે મિસાલ તરીકે પકડીને બેઠા છો
શુદ્વ જીવન અને નિસ્પૃહતા પામવા માટે તમે કરેલો સંઘર્ષ!

તમે મને કેવી રીતે સમજી શકો,
જ્યારે તમે તમારી જાતને જ સમજી નથી શકતા?
તમારી યાદશક્તિ એટલી શક્તિશાળી નથી,
જે પાછળ, ખૂબ પાછળ જઈ શકે.

મારાં સંતાનો છો તમે, એ ક્યારે ય ભૂલશો નહીં,
તમે એટલે નથી પીડાતા કે તમે એકમેકથી સંકળાયેલાં હતાં,
પણ પીડાયા છો કારણ તમે જન્મ્યા છો,
તમને જીવન જોઈતું હતું,
મારાથી અળગું!

4. Early Darkness by Louise Gluck

How can you say

earth should give me joy? Each thing
born is my burden; I cannot succeed
with all of you.

And you would like to dictate to me,
you would like to tell me
who among you is most valuable,
who most resembles me.
And you hold up as an example
the pure life, the detachment
you struggle to acheive--

How can you understand me
when you cannot understand yourselves?
Your memory is not
powerful enough, it will not
reach back far enough--

Never forget you are my children.
You are not suffering because you touched each other
but because you were born,
because you required life
separate from me

 

[સાભારઃ “એતદ્દ”, ડિસેમ્બર- 2020; પૃ. 22-23]

 

e.mail : [email protected]

Category :- Poetry