મળેલા જીવની વારતા

પંચમ શુક્લ
17-02-2021

કાનજીની જોડે જોડે છે જીવી આ વારતામાં,
કોની સાથે, કઈ કડી, કોણે ભીડી આ વારતામાં?

નખ ઉપરનાં કાળાં ટપકાંનું જીવન ફેલાય કિન્તુ,
ક્ષણ, દિવસ, વરસો બધું છે ક્ષણજીવી આ વારતામાં!

આપની મનનીય વાતો લબ ઉપર લઈ ઘૂમતી જે,
છે હવા પોતે જ આંદોલનજીવી આ વારતામાં!

કૂણી કૂણી કૂંપળોને  કોતરીને જીવનારા,
પાનખરની સાથે ખરશે પરજીવી આ વારતામાં!

માનનારા માનવા જેવું કદી જો માનશે તો,
મદ વગરના થઈ જશે સૌ મતજીવી આ વારતામાં.

16/2/2021

Category :- Poetry