શતદલ

દેવિકા રાહુલ ધ્રુવ
19-01-2021

શતદલ પંખ ખીલત પંકજ પર,
હસત નયન જ્યમ શ્યામ વદન પર,
શત શત બુંદ સરક દલ વાદળ,
ભીંજત બદન નર નાર નવલ પર.

ઘનન ઘનન ગરજત નભમંડળ,
કરત ક્યાંક કલરવ ખગ તરુવર,
છલ છલ છલકત જલ સરવર પર,
નાચત મંગલ મયૂર મનોહર.

સર સર સૂર સજત દિલ મોહક,
ભૂલત ભાન વનરાવન ગોપક,
પલપલ શબદ લખત મનભાવન,
ઝરત કવન મન  કરત પાવન.

લીલ રંગ ધરા ધરત અંગ પર,
સોહત સુંદર સદ્યસ્નાત સમ
મસ્ત મસ્ત બરસત અવિરત ઝર,
ઝુલત, ઝુમત શતદલ મધુવન પર ….

e.mail : [email protected]

Category :- Poetry