- રહી જાય છે

રવીન્દ્ર પારેખ
15-01-2021

આમ તો કાગળ 
કોઈકે કમાન કરી 
તો ઊડવાનું મન થયું
પણ
એકલો કાગળ તો ઊડે નહીં 
કે ન તો એકલી દોરી ચગે
કાગળને કમાન હોય
ને એને દોરી બંધાય તો કદાચ ...
શું છે કે કેટલાય કાગળને 
કમાન મળે 
તો દોરી નથી મળતી
દોરી મળે તો બંધાતી નથી
બંધાય તો કોઈ
ઉઠાવતું નથી
ઉઠાવે તો હવા નથી હોતી
હોય તો એટલી
કે ફસ્કાવાનું જ થાય
ને એ બધું હોય 
ને આકાશ જ ન હોય તો ...?
કેટલાય કાગળો એટલે 
ફડફડીને ઘરમાં જ -

0

e.mail : [email protected]

Category :- Poetry