દર્પણ

દેવિકા રાહુલ ધ્રુવ
06-01-2021

એવું કોઈ દર્પણ લઈ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

દીવડાની ઝીણી આશકાને નિરખી,
ભીતરના ઓજસની ઝાંખી કરી,
તન-મનની શુદ્ધિની આરતી ઉતારે.
એવું કોઈ દર્પણ લઈ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

રસ્તે પડેલા કોકંકરને હાથ ધરી,

હળવેથી ઊંચકી, સાચવી સાચવી,

મૂર્તિ બનાવી, એમાં પ્રાણ પૂરી આપે.
એવું કોઈ દર્પણ લઈ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

કાગળ પર ફરતી કલમની કમાન,
કાપે છો જોજન શબ્દો ચોપાસ,
અક્ષર એક પામે જ્યાં સત્ય આરપાર,
એવું એક દર્પણ મળી આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

જાન્યુઆરી 05, 2021

e.mail : [email protected]

Category :- Poetry