મહાયુદ્ધ !

અહમદ ‘ગુલ’
20-11-2020

એક મહામારી :
— જીવાણું અદૃષ્ય !
એક શત્રુ :
— શસ્ત્ર અદૃશ્ય !
યુદ્ધભૂમિ :
— આખું વિશ્વ !
વિશ્વ આદેશ :
— માસ્ક - બે ગજ દૂરી - સેનેટાઈઝેશન !
    નત મસ્તક, સૌ સંમત !

અમલીકરણ :
વિશ્વના કોઈ પણ દેશમાં
એકાદ આંટો મારી આવો
એક જ પોષાક : માસ્ક
એક જ શિષ્ટાચાર : બે ગજ દૂરી
આને કહેવાય, એકતા
ના કદી ભાળેલી, ન કદી અનુભવેલી.

એ અદૃશ્ય શત્રુને નાથવા
બધાં રાષ્ટૃો એકમત
વળી, સંયુક્ત પ્રયાસ પણ ખરો
અને જો
આવી ઐકયતા રહી, કાયમ તો
વિનાશક બોમ્બ, ટેન્ક, શસ્ત્રો
બેકાર થઈ જશે
ધરતી પર સ્વર્ગ ઊતરશે !

પણ સાહેબ !
આ તો માનવ છે માનવ
આટલી સીધી, સાદી, સરળ વાત
એ સમજશે ?
માનવ ઉદ્ધાર કાજે ?

e.mail : [email protected]

Category :- Poetry