સમશાન

સંધ્યા ભટ્ટ
13-10-2020

ગીધડાં ફરતા જગતમાં, આ જગત સમશાન છે
ફોલતાં સૌને મફતમાં, આ જગત સમશાન છે

જૂઠના તો ઢોલ વાગે, તાલમાં સૌ નાચતા
પ્રેત સૌ શું આ વખતમાં? આ જગત સમશાન છે

કેવી લાચારી મળી કે અરજી મૃત્યુને કરી
જાત દીધી દસ્તખતમાં, આ જગત સમશાન છે

આખલા મ્હાલ્યા કરે છે, કોણ એને નાથશે?
વ્યસ્ત સૌ બીજી મમતમાં, આ જગત સમશાન છે

માણસાઈ રોજ અહીં મરવા પડે છે કેમ કે
સત્ય જોયું ફક્ત 'મત'માં, આ જગત સમશાન છે

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 12 ઑક્ટોબર 2020; પૃ. 05

Category :- Poetry