જીવું છું હજી

ધ્રુવિન 'आદત'
09-09-2020

તું મને જા પૂછ કેવો છું હજી,
હા, મરું છું, એમ જીવું છું હજી.

લાવ, તારી આંગળી પકડી ફરું,
બૂમ ‘ઓ મા’ રોજ પાડું છું હજી.

જિંદગીનો રંગ બદલાઇ જશે,
હું મહેંદીથી લખાવું છું હજી.

બારણું કર બંધ હું આવી ગયો,
તે છતાં પાછો ઉધાડું છું હજી.

હા, હવે હાંફી ગયો છું શ્વાસથી!
એકલો આ વાત જાણું છું હજી.

Dhruvinkumar Ramanbhai Patel, 2035, Yogeshwar Nagar Sci. GHB Kanakpur-Kansad Sachin [Surat] Pin N- 394 230

Category :- Poetry